મારું ગુજરાત

ગુજરાતના 9 જિલ્લામાં રેડ એલર્ટ: 87 કિમીની ઝડપે ફૂંકાશે વિનાશક પવન

19 માર્ચ, 2026•
GVGujaratvandan team
ગુજરાતના 9 જિલ્લામાં રેડ એલર્ટ: 87 કિમીની ઝડપે ફૂંકાશે વિનાશક પવન

Unseasonal rain in Gujarat: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન જેવી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતના વાતાવરણમાં અચાનક મોટો ફેરફાર નોંધાયો છે. મોડી રાતથી અમદાવાદ, ગાંધીનગર અને કચ્છ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઊડી હતી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે તાત્કાલિક ત્રણ કલાકનું Nowcast જાહેર કર્યું છે.

9 જિલ્લામાં રેડ ઍલર્ટ
હવામાન વિભાગના Nowcast મુજબ, 19 માર્ચે અનેક જિલ્લામાં ભારે પવન અને કમોસમી વરસાદની ચેતવણી આપવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, કચ્છ, અમરેલી અને પાટણ જિલ્લામાં 62થી 87 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

અન્ય જિલ્લામાં ઓરેન્જ અને યલો ઍલર્ટ
તે ઉપરાંત મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી અને મહિસાગર જિલ્લામાં 41થી 61 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ વિસ્તારોમાં ગાજવીજ, કરા અને કમોસમી વરસાદની પણ આગાહી છે. જ્યારે ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કરાયું છે.

20 માર્ચ સુધી રહેશે અસર
હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં કમોસમી વરસાદનો સિલસિલો 20 માર્ચ સુધી ચાલુ રહેશે. ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં તેની અસર વધુ જોવા મળી શકે છે.

ખેડૂતોમાં ચિંતા
આ માવઠા અને ભારે પવનને કારણે ખેડૂતોમાં ચિંતા વધી છે. ખાસ કરીને તૈયાર પાક જેમ કે ઘઉં, જીરું, ચણા અને અન્ય પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. આ સ્થિતિમાં તંત્ર દ્વારા ખેડૂતોને સાવચેત રહેવા, ખુલ્લામાં રાખેલા પાકને સુરક્ષિત સ્થળે ખસેડવા અને વીજળી-પવન દરમિયાન જરૂરી તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે.

Tags:
Crop Damageપાક નુકસાનLightningવીજળીAhmedabad Weather
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026