મારું ગુજરાત

ગુજરાતમાં ચાઈનીઝ દોરીના ગેરકાયદેસર ધંધાનો પર્દાફાશ, ફિશિંગ નેટના નામે ચાલતો હતો ખેલ

13 જાન્યુઆરી, 2026•
GVGujaratvandan team
ગુજરાતમાં ચાઈનીઝ દોરીના ગેરકાયદેસર ધંધાનો પર્દાફાશ, ફિશિંગ નેટના નામે ચાલતો હતો ખેલ

Illegal kite string production hub raid: ઉત્તરાયણ નજીક આવતાં ગુજરાતમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના ગેરકાયદેસર વ્યવસાય સામે અમદાવાદ ગ્રામ્ય પોલીસે ઐતિહાસિક કાર્યવાહી કરી છે. પોલીસે દાદરા-નગર હવેલીના સેલવાસ વિસ્તારમાં આવેલી એક ફેક્ટરી પર દરોડા પાડી અઢી કરોડ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તપાસમાં ખુલાસો થયો છે કે, ગુજરાતમાં પ્રતિબંધ હોવાના કારણે આરોપીએ સેલવાસને ઉત્પાદન કેન્દ્ર તરીકે વિકસાવ્યું હતું અને ત્યાંથી મોટા પાયે દોરીની સપ્લાય થતી હતી.

શિક્ષિત યુવક બન્યો જોખમી વ્યવસાયનો માસ્ટરમાઇન્ડ
અમદાવાદ ગ્રામ્ય એસ.પી. ઓમપ્રકાશ જાટના જણાવ્યા મુજબ, આ કેસમાં વિરેન પટેલ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. વિરેન પટેલ મૂળ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના મોવિયા ગામનો રહેવાસી છે અને તેણે MBA સુધીનો અભ્યાસ કર્યો છે. શરૂઆતમાં તેણે વર્ષ 2011માં વાપીમાં ટેક્સટાઇલ ક્ષેત્રમાં પોતાનો વ્યવસાય શરૂ કર્યો હતો. જોકે, ચાઈનીઝ દોરીમાંથી મળતા વધારે નફાને કારણે તેણે આ ખતરનાક ધંધામાં પગ મૂક્યો. વર્ષ 2022માં તેણે સેલવાસમાં 'નોવાફીલ' નામે કંપની શરૂ કરી. સેલવાસમાં ચાઈનીઝ દોરી પર કોઈ પ્રતિબંધ ન હોવાનો ફાયદો લઈ તે ફિશિંગ નેટ અને બ્રશ બનાવવાના નામે દોરીનું ઉત્પાદન કરતો હતો. ઉત્તરાયણના લગભગ પાંચ મહિના અગાઉથી જ તે મોટા પ્રમાણમાં સ્ટોક તૈયાર કરવાનું શરૂ કરી દેતો હતો.

ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ફેલાયેલું નેટવર્ક
પોલીસ તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે, વિરેન પટેલે માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને દિલ્હી સુધી પોતાની સપ્લાય ચેન વિસ્તારી હતી. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં 100થી વધુ ડિસ્ટ્રિબ્યુટર્સ તેની પાસેથી ચાઈનીઝ દોરી ખરીદતા હતા. પોલીસ દ્વારા તમામ ડિસ્ટ્રિબ્યુટર્સની યાદી તૈયાર કરીને સંબંધિત જિલ્લાઓની પોલીસને આગળની કાર્યવાહી માટે માહિતી આપવામાં આવી છે. ફેક્ટરીમાંથી પોલીસે લગભગ દોઢ કરોડ રૂપિયાની ચાઈનીઝ દોરી, સાથે મશીનરી અને અન્ય સામગ્રી મળી અંદાજે કુલ 2.50 કરોડ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.

અગાઉના ગુનાઓની કડી જોડી સેલવાસ સુધી પહોંચી પોલીસ
સાણંદ, બાવળા અને બગોદરા જેવા વિસ્તારોમાં નોંધાયેલા ચાઈનીઝ દોરી સંબંધિત ગુનાઓની તપાસ કરતાં કરતાં પોલીસને આ આખા નેટવર્કની કડી મળી છે. ખાસ ડ્રાઇવ અંતર્ગત આ વર્ષે અત્યાર સુધીમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસે 53 હજારથી વધુ ચાઈનીઝ દોરીની રીલ જપ્ત કરી છે, જેની કુલ કિંમત લગભગ 3 કરોડ રૂપિયા થાય છે.

ફિશિંગ નેટના નામે ચાલતો હતો ગેરકાયદેસર ખેલ
તપાસમાં જાણવા મળ્યું છે કે, ફિશિંગ નેટ માટેનો કાચો માલ મંગાવી તેમાંથી અત્યંત ઘાતક ચાઈનીઝ દોરી તૈયાર કરવામાં આવતી હતી. દોરીને ફિશિંગ નેટની હોવાનું દર્શાવી ટ્રાન્સપોર્ટ કરવામાં આવતી, જેથી ટેક્સ ચોરી પણ થઈ શકે. હાલ પોલીસને શંકા છે કે, સેલવાસમાં વિરેન પટેલની આવી અન્ય ફેક્ટરીઓ પણ હોઈ શકે છે, જેને લઈ તપાસ વધુ તેજ બનાવવામાં આવી છે.

Tags:
Uncovered Scandalપર્દાફાશFishing Net Scamફિશિંગ નેટ કૌભાંડLaw and Order
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026