મારું ગુજરાત

બે કોફી પર સર્વિસ ચાર્જ અને GST વસૂલવા બદલ હયાત હોટલને રૂ.4,040 ચૂકવવાનો આદેશ

14 ઑક્ટોબર, 2026•
GVGujaratvandan team
બે કોફી પર સર્વિસ ચાર્જ અને GST વસૂલવા બદલ હયાત હોટલને રૂ.4,040 ચૂકવવાનો આદેશ

Hyatt charged illegal: અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી જાણીતી હોટલ હયાતને બે કોફીના બિલમાં સર્વિસ ચાર્જ અને GSTની વસૂલાત મામલે ગ્રાહક પંચનો આદેશ મળ્યો છે. અમદાવાદ ગ્રામ્ય જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ પંચે ગ્રાહકની ફરિયાદને ધ્યાનમાં લઈને હોટલની વસૂલાતને અયોગ્ય ઠેરવી હતી. પંચે હોટલ સત્તાવાળાઓને વસૂલેલી વધારાની રકમ 9 ટકા વ્યાજ સાથે પરત કરવા ઉપરાંત માનસિક યાતના અને કાનૂની ખર્ચ પેટે કુલ રૂ.4,040 ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ રકમ આગામી 30 દિવસમાં ચૂકવવાની રહેશે.

તેમણે બે કોફીનો ઓર્ડર આપ્યો હતો
સમગ્ર મામલો 11 સપ્ટેમ્બર, 2025નો છે. અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા સપ્તક બંગ્લોઝમાં રહેતા રોહિત પટેલ બપોરના સમયે વસ્ત્રાપુરની હોટલ હયાતમાં ગયા હતા, જ્યાં તેમણે બે કોફીનો ઓર્ડર આપ્યો હતો. બે કોફીનું બિલ રૂ.854 થયું હતું. આ બિલમાં હોટલ દ્વારા રૂ.62 GST અને રૂ.34.50 સર્વિસ ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. આ વસૂલાત સામે વાંધો ઉઠાવી રોહિત પટેલે અમદાવાદ ગ્રામ્ય જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ પંચમાં ફરિયાદ નોંધાવી હતી.

હોટલ તરફથી કોઈ પ્રતિનિધિ હાજર રહ્યો નહોતો
ફરિયાદની સુનાવણી દરમિયાન પંચે હોટલ સત્તાવાળાઓને નોટિસ પાઠવી હતી, પરંતુ હોટલ તરફથી કોઈ પ્રતિનિધિ હાજર રહ્યો નહોતો. પરિણામે પંચે ઉપલબ્ધ પુરાવાઓના આધારે એકતરફી કાર્યવાહી કરીને કેસની સુનાવણી આગળ ધપાવી હતી. ફરિયાદી દ્વારા રજૂ કરાયેલા પુરાવા અને દિલ્હી હાઈકોર્ટના ચુકાદાનું મૂલ્યાંકન કર્યા બાદ પંચે વસૂલાત અંગે નિર્ણય આપ્યો હતો.

રકમ ગ્રાહકને 9 ટકા વ્યાજ સાથે પરત કરવાની રહેશે
પંચના આદેશ મુજબ, હોટલ દ્વારા અયોગ્ય રીતે વસૂલવામાં આવેલા રૂ.34.50 સર્વિસ ચાર્જ અને રૂ.6 GST સહિત કુલ રૂ.40.50ની રકમ ગ્રાહકને 9 ટકા વ્યાજ સાથે પરત કરવાની રહેશે. આ ઉપરાંત ગ્રાહકને થયેલી માનસિક યાતના બદલ રૂ.2,000 અને કાનૂની ખર્ચ પેટે રૂ.2,000 ચૂકવવાના રહેશે. આમ, પંચે હોટલને કુલ રૂ.4,040 ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ ચુકાદો ગ્રાહકના અધિકારો અને હોટલોમાં બિલિંગની પારદર્શિતા અંગે ફરી ચર્ચા ઊભી કરે છે.

ગ્રાહકોને નુકસાન થયું હોવાના સંજોગોમાં આવો આદેશ આપી શકાય
ફરિયાદી દ્વારા હોટલને રૂ.1 લાખ કન્ઝ્યુમર વેલ્ફેર ફંડમાં જમા કરાવવાનો આદેશ આપવાની માગ પણ કરવામાં આવી હતી. ગ્રાહક સુરક્ષા અધિનિયમ, 2019ની કલમ 39(1)(k) હેઠળ મોટા પ્રમાણમાં ગ્રાહકોને નુકસાન થયું હોવાના સંજોગોમાં આવો આદેશ આપી શકાય છે. જોકે, આ કેસમાં હોટલે અગાઉ કેટલા ગ્રાહકો પાસેથી આવી રીતે ચાર્જ વસૂલ્યો હતો અને કેટલા ગ્રાહકોને તેની અસર થઈ હતી, તે અંગે વિશ્વસનીય પુરાવા રજૂ ન થતાં પંચે કન્ઝ્યુમર વેલ્ફેર ફંડમાં રકમ જમા કરાવવાની માગ મંજૂર કરી નહોતી.

Tags:
ગુુજરાત વંદનGujarat VandanConsumerJusticeGSTFraudHyattScam
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026