મારું ગુજરાત

હોટલની આડમાં ચાલતો દેહ વ્યાપાર, પોલીસ દરોડા પાડવા પહોંચી તો સંચાલકે ચોથા માળેથી નીચે ઝંપલાવી ગુમાવ્યો જીવ

18 નવેમ્બર, 2026•
GVGujaratvandan team
હોટલની આડમાં ચાલતો દેહ વ્યાપાર, પોલીસ દરોડા પાડવા પહોંચી તો સંચાલકે ચોથા માળેથી નીચે ઝંપલાવી ગુમાવ્યો જીવ

Surat Crime: સુરતમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) એક હોટલમાં દરોડા પાડવા પહોંચી હતી. આ દરોડાની જાણ થતાં ત્યાંનો સંચાલક ગભરાઈ ગયો અને ચોથા માળેથી નીચે ઝંપલાવી દીધું. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા બાદ સંચાલકે સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો હતો.

શું હતી આખી ઘટના?
મળતી માહિતી મુજબ, સુરતના વેસુમાં મંગળવારે (17 નવેમ્બર) હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) ની ટીમ RS હેરિટેજ હોટેલમાં દરોડા પાડવા પહોંચી હતી. આ દરોડાની જાણ થતા હોટલનો સંચાલક 42 વર્ષીય રાજેશ રઘુવરસિંહ ગભરાઇ ગયો અને તેણે ચોથા માળેથી નીચે છલાંગ લગાવી દીધી. આ છલાંગ બાદ રઘુવીર સિંહ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને બાદમાં સારવાર દરમિયાન જ તેનું મોત નિપજ્યું હતું. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલ્યો છે.

દેહ વ્યાપારની મળી હતી બાતમી
પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, સફલ સ્ક્વેરમાં દેહ વ્યાપાર ચાલે છે. આ બાતમીના આધારે પોલીસની ટીમ દ્વારા એક ડમી ગ્રાહક બનાવી ત્યાં મોકલવામાં આવ્યો હતો. આ ડમી ગ્રાહક પાસેથી 9,000 રૂપિયા લેવામાં આવ્યા હતા. પોલીસે જ્યારે આ સમગ્ર મામલે તપાસ કરી તો દેહ વ્યાપાર સાથે જોડાયેલી યુવતી મૂળ કોલકાત્તાની હોવાનું સામે આવ્યું હતું. તપાસમાં ખુલાસો થયો કે, સંચાલક ગ્રાહક પાસેથી 9,000 રૂપિયા લેતો અને તેમાંથી 2500 રૂપિયા યુવતીને આપતો હતો.

પોલીસે હાથ ધરી તપાસ
નોંધનીય છે કે, ચોથા માળેથી ઝંપલાવીને મોતને ભેટલો હોટલ સંચાલક મૂળ હરિયાણાનો વતની હતો અને હાલ સુરતના મગદલ્લા ગામમાં રહેતો હતો. છેલ્લાં ઘણા સમયથી તે RS હેરિટેજ ઓયો હોટલ ચલાવતો હતો. સમગ્ર ઘટનાને લઈને ઉમરા પોલીસ સ્ટેશન ગુનો દાખલ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Tags:
breaking news Gujaratillegal racket in hotel raid deathcrime news Gujarat todayGujarat police raid hotel newshotel operator dies jumping during raid
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026