મારું ગુજરાત

અંબાજી જતા પદયાત્રીઓને સ્કોર્પિયોએ કચડ્યા, 12 ઘાયલ બાદ ટોળાએ ગાડી સળગાવી

21 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
અંબાજી જતા પદયાત્રીઓને સ્કોર્પિયોએ કચડ્યા, 12 ઘાયલ બાદ ટોળાએ ગાડી સળગાવી

Himmatnagar scorpio accident: ભાદરવી પૂનમના મેળા દરમિયાન અંબાજી તરફ પગપાળા જઈ રહેલા શ્રદ્ધાળુઓ સાથે હિંમતનગર નજીક ગંભીર અકસ્માત સર્જાયો છે. સાબરકાંઠા જિલ્લાના તેજપુરા પાટિયા પાસે પૂરઝડપે આવેલી સ્કોર્પિયો કારે અંબાજીના પદયાત્રીઓને અડફેટે લીધા હતા. અકસ્માતમાં આશરે 12 પદયાત્રીઓ ઘાયલ થતાં ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

પૂરઝડપે આવેલી સ્કોર્પિયોએ પદયાત્રીઓને અડફેટે લીધા
મળતી માહિતી મુજબ, અંબાજી જતા પદયાત્રીઓ તેજપુરા પાટિયા નજીકથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન પૂરઝડપે આવેલી સ્કોર્પિયો કારે પદયાત્રીઓને અડફેટે લીધા હતા. અચાનક બનેલી ઘટનાથી પદયાત્રીઓમાં દોડધામ મચી ગઈ હતી. અકસ્મતમાં આશરે 12 પદયાત્રીઓને ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. કેટલાક ઈજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાનું પણ જણાવવામાં આવી રહ્યું છે.

અકસ્માત બાદ ટોળામાં ભારે રોષ
અકસ્માની જાણ થતાં આસપાસના લોકો અને અન્ય પદયાત્રીઓ મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા. અકસ્માત બાદ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સ્કોર્પિયો ચાલકની કથિત બેદરકારીને લઈને ટોળામાં આક્રોશ ફેલાયો હતો. આ દરમિયાન રોષે ભરાયેલા ટોળાએ સ્કોર્પિયો કારને આગ ચાંપી દીધી હતી. રોડ વચ્ચે જ વાહન સળગાવી દેવામાં આવતા વિસ્તારમાં તંગદિલી અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા
અકસ્માની જાણ થતાં જ પોલીસ કાફલો અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્ત પદયાત્રીઓને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા. સાથે જ અકસ્માતના ચોક્કસ કારણો અને સ્કોર્પિયો ચાલકની ભૂમિકા અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.

ભાદરવી પૂનમના મેળા વચ્ચે સુરક્ષા સામે સવાલ
અંબાજી ભાદરવી પૂનમના મેળાને લઈને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા અંબાજી તરફ જઈ રહ્યા છે. આવી સ્થિતિમાં પદયાત્રીઓની સુરક્ષા માટે રસ્તાઓ પર ખાસ વ્યવસ્થા હોવા છતાં બનેલા આ અકસ્માતે અનેક સવાલો ઊભા કર્યા છે. હાલ પોલીસ દ્વારા અકસ્માત, ઈજાગ્રસ્તોની સ્થિતિ અને સ્કોર્પિયો સળગાવવાની ઘટનાને લઈને અલગ-અલગ પાસાં તપાસવામાં આવી રહ્યા છે. ઘટનાની વધુ વિગતો તપાસ બાદ સામે આવશે.

Tags:
Gujarat Vandanગુજરાત વંદન#AccidentUpdate#IndianNews#ViralNews
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026