મારું ગુજરાત

હિંમતનગર જનસેવા કેન્દ્રમાં કૌભાંડ: ઓપરેટર સહિત બે શખ્સોની ધરપકડ

20 માર્ચ, 2026•
GVGujaratvandan team
હિંમતનગર જનસેવા કેન્દ્રમાં કૌભાંડ: ઓપરેટર સહિત બે શખ્સોની ધરપકડ

Bogus Aadhaar card and Certificates: સાબરકાંઠાના હિંમતનગર જનસેવા કેન્દ્રમાં બોગસ આધાર કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે. સમગ્ર મામલે અલગ-અલગ સર્ટિફિકેટ બનાવતા જનસેવા કેન્દ્રના ઓપરેટર અને ખાનગી કોમન સર્વિસ સેન્ટ(CSC)ના સંચાલકને પોલીસે ઝડપી પાડ્યા છે. અત્યાર સુધી અનેક બોગસ સર્ટિફિકેટ, જન્મ-જાતિ દાખલા અને આધારકાર્ડમાં છેડછાડ કરી હોવાનો ખુલાસો થયો છે. પોલીસે બંને આરોપી સામે ગુનો નોંધી કોર્ટમાંથી રિમાન્ડ મેળવવાની કામગીરી હાથ ધરી છે. સમગ્ર કૌભાંડમાં અન્ય કેટલાં શખસોની સંડોવણી છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.

હિંમતનગરમાં જનસેવા કેન્દ્રમાં બોગસ આધાર કાર્ડ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
હિંમતનગરના બહુમાળી ભવન કમ્પાઉન્ડમાં આવેલા જનસેવા કેન્દ્રમાં આધાર કાર્ડ તેમજ જન્મના દાખલા, જાતિના દાખલા, લિવિંગ સર્ટિફિકેટ સહિત અન્ય દસ્તાવેજોમાં છેડછાડ કરી બોગસ સર્ટિફિકેટ બનાવવાને મામલે સાબરકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચે જનસેવા કેન્દ્રના ઓપરેટર ચંદ્રકેતુ પ્રજાપતિ અને ખાનગી CSCના સંચાલક કિશોર પ્રજાપતિની ધરપકડ કરી છે.

નગરપાલિકાના નકલી સિક્કાનો પણ ઉપયોગ કરતા હતા
પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, દસ્તાવેજોમાં છેડછાડ કરનાર બંને વ્યક્તિઓ મામલતદાર અને નગરપાલિકાના નકલી સિક્કાનો પણ ઉપયોગ કરતા હતા. સમગ્ર મામલે બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. બંને શખસોને કોર્ટમાં રજૂ કર્યા પછી વધુ તપાસ અર્થે રિમાન્ડ મેળવવાની કામગીરી પોલીસે હાથ ધરી છે. બોગસ સર્ટિફિકેટ કૌભાંડમાં અત્યાર સુધીમાં કેટલા લોકોના સર્ટિફિકેટ તેમજ આધાર કાર્ડમાં ફેરફાર કર્યા છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. આ સાથે જ કોઈપણ સરકારી યોજના અથવા તો સરકારી નોકરી મેળવવા હેતુ બોગસ સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે કે કેમ તે દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે.

Tags:
Himmatnagar Updateહિંમતનગર અપડેટOperator Arrestઓપરેટર ધરપકડFake Documents
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026