મારું ગુજરાત

ચંદન રાઠોડના પરિવારને મળી ગેનીબેન ઠાકોરે સાંત્વના પાઠવી, કહ્યું- પંથકને મોટી ખોટ પડી

19 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
ચંદન રાઠોડના પરિવારને મળી ગેનીબેન ઠાકોરે સાંત્વના પાઠવી, કહ્યું- પંથકને મોટી ખોટ પડી

MP Geniben Thakor meets Chandan Rathod family: સોશિયલ મીડિયા પર 'ગુજ્જુ લવ ગુરુ' તરીકે જાણીતા ઈન્ફ્લુએન્સર ચંદન રાઠોડના અકાળે અવસાનથી પરિવારજનો તેમજ સમગ્ર પંથકમાં શોકની લાગણી છવાઈ છે. ભાભર સ્થિત હરીધામ ગૌશાળા નજીક થયેલા અકસ્માતમાં ચંદન રાઠોડનું બે દિવસ પહેલાં મોત થયું હતું. તેમના નિધન બાદ આજે બનાસકાંઠાના કોંગ્રેસી સાંસદ ગેનીબેન ઠાકોર સૂઈગામ ખાતે તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને પરિવારજનોને મળી સાંત્વના પાઠવી હતી.

ગેનીબેન ઠાકોરે બાળકોના ભવિષ્ય અંગે ચિંતા વ્યક્ત કરી
ચંદન રાઠોડના પરિવારજનો સાથે મુલાકાત દરમિયાન ગેનીબેન ઠાકોરે પરિવારના વડીલો પાસેથી તેમના બે બાળકો અંગે માહિતી મેળવી હતી. તેમણે બાળકોના ભવિષ્ય અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે ચંદન રાઠોડના બાળકોને સારું શિક્ષણ મળે અને તેમનું યોગ્ય ઘડતર થાય તે સમાજની પ્રાથમિકતા હોવી જોઈએ. ચંદન રાઠોડને શ્રદ્ધાંજલિ પાઠવતા ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે તેમના અકાળે અવસાનથી સમગ્ર પંથકને મોટી ખોટ પડી છે. તેમણે કહ્યું કે ચંદન રાઠોડે સાદગીભર્યું જીવન જીવીને આજના યુવાનો માટે પ્રેરણારૂપ કાર્ય કર્યું હતું. વ્યક્તિ કેટલું જીવ્યો તે કરતાં તેણે કેવું જીવન જીવ્યું તે વધુ મહત્વનું છે, તેમ તેમણે જણાવ્યું હતું.

પરબત પટેલે પણ ચંદન રાઠોડને આપી હતી શ્રદ્ધાંજલિ
ચંદન રાઠોડના નિધન બાદ પૂર્વ સાંસદ પરબત પટેલે પણ શોક વ્યક્ત કરીને તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમણે કહ્યું હતું કે માણસ આ દુનિયા છોડીને ક્યારે વિદાય લેશે તેની કોઈને ખબર હોતી નથી. વ્યક્તિનું જીવન કેટલું લાંબું હતું તેના કરતાં તેણે કેવું જીવન જીવ્યું તે વધુ મહત્વનું છે. પરબત પટેલે વધુમાં જણાવ્યું હતું કે ચંદન રાઠોડે પોતાના કામ દ્વારા લોકોને હસાવ્યા હતા અને લોકોના દિલમાં ખાસ સ્થાન બનાવ્યું હતું. વ્યક્તિ દુનિયામાંથી વિદાય લીધા બાદ પરત આવતી નથી, પરંતુ તેનું કામ અને તેની યાદો લોકો વચ્ચે હંમેશા જીવંત રહે છે.

અકસ્માત બાદ હોસ્પિટલ પહોંચ્યા હતા ગેનીબેન
ઉલ્લેખનીય છે કે ચંદન રાઠોડના અકસ્માતના સમાચાર મળ્યા બાદ ગેનીબેન ઠાકોર ભાભરની હોસ્પિટલમાં પણ પહોંચ્યા હતા. ત્યાં તેમણે ચંદન રાઠોડના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી અને દુઃખની આ ઘડીમાં પરિવારને હિંમત આપી હતી. હવે સૂઈગામ ખાતે તેમના ઘરે પહોંચીને સાંસદે પરિવાર સાથે મુલાકાત કરી ફરી એકવાર સાંત્વના પાઠવી હતી.

Tags:
ગુજરાત વંદનGujarat Vandan#ગેનીબેનઠાકોર#તાત્કાલિકલોકપ્રતિનિધિ
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026