મારું ગુજરાત

'ગુજ્જુ લવ ગુરુ'ના મોતથી અજાણ માતા હજુ દીકરાની રાહમાં! પરિવારજનો કેમ છુપાવી રહ્યા છે આ સત્ય?

22 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
'ગુજ્જુ લવ ગુરુ'ના મોતથી અજાણ માતા હજુ દીકરાની રાહમાં! પરિવારજનો કેમ છુપાવી રહ્યા છે આ સત્ય?

Gujju Love Guru Mother: સોશિયલ મીડિયા પર લાખો લોકોને હસાવનારા બનાસકાંઠાના લોકપ્રિય કન્ટેન્ટ ક્રિએટર ચંદન રાઠોડ ઉર્ફે ‘ગુજ્જુ લવ ગુરુ’ના અકાળે નિધનથી પરિવાર સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં શોકનો માહોલ છે. જોકે, આ કરુણ ઘટનાની સૌથી હૃદયદ્રાવક બાબત એ છે કે ચંદન રાઠોડની માતા હેતલબેનને હજુ સુધી તેમના દીકરાના નિધનની જાણ કરવામાં આવી નથી. હેતલબેન મગજની ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા છે અને તેમની સારવાર ચાલી રહી હોવાથી પરિવારજનોએ આ આઘાતજનક સમાચાર તેમનાથી છુપાવી રાખ્યા છે.

દીકરો ઘરે આવે પછી જ જમતા હતા માતા
પરિવારજનો અને સ્થાનિકોના જણાવ્યા મુજબ, ચંદન રાઠોડ અને તેમની માતા વચ્ચે ખૂબ જ ગાઢ લાગણીસભર સંબંધ હતો. ચંદન જ્યારે પણ બહારથી કામ પતાવીને ઘરે પરત ફરતા, ત્યાર બાદ જ હેતલબેન જમવા બેસતા હતા. જો ચંદનને ઘરે આવવામાં થોડું મોડું થાય તો તેઓ પાડોશીઓને ફોન કરાવીને દીકરો ક્યારે ઘરે આવશે તે અંગે પૂછપરછ કરતા હતા. ચંદન હેમખેમ ઘરે પરત આવે તે માટે હેતલબેન ગામના મંદિરે જઈને માનતાઓ પણ રાખતા હતા. દીકરા પ્રત્યેનો તેમનો આ લગાવ આજે પરિવાર માટે વધુ હૃદયદ્રાવક બની ગયો છે.

‘સવારે બાઈક લઈને નીકળ્યો હતો, પછી શું થયું ખબર નથી’
ચંદનના નિધનથી અજાણ હેતલબેને ‘વિથ દિનેશ’ના ફાઉન્ડર દિનેશ સિંધવ સાથે વાતચીત દરમિયાન પોતાની ભોળી શૈલીમાં જણાવ્યું હતું કે, “ચંદન સવારે ઘરેથી બાઈક લઈને નીકળ્યો હતો. તે ભાભર જતો હતો કે અન્ય ક્યાંય તે મને ખબર નથી અને રસ્તામાં તેને શું થયું તેની પણ મને જાણ નથી.” દીકરાના નિધનથી અજાણ માતા આજે પણ ચંદનની રાહ જોઈ રહ્યા છે. તેમની આ સ્થિતિ જોઈને ઘરે આવતા-જતા સંબંધીઓ અને ગ્રામજનો પણ ભાવુક બની રહ્યા છે.

ચંદનના ઘરે બેસણામાં લોકો ઉમટ્યા
ચંદન રાઠોડના આકસ્મિક નિધન બાદ સુઈગામ સ્થિત તેમના નિવાસસ્થાને બેસણું યોજાયું હતું. અહીં રાજકીય અગ્રણીઓ, લોકગાયકો અને સામાજિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો પરિવારને સાંત્વના આપવા પહોંચ્યા હતા. જોકે, હેતલબેનની સ્થિતિ જોઈને ત્યાં ઉપસ્થિત સૌ કોઈ ભાવુક બની ગયા હતા. પરિવાર એક તરફ ચંદનને ગુમાવવાનું દુઃખ સહન કરી રહ્યો છે, તો બીજી તરફ માતાને આ આઘાતજનક સત્યથી દૂર રાખવાનો મુશ્કેલ નિર્ણય પણ લેવો પડ્યો છે.

Tags:
Love Guruદર્દનાક કહાણીલોકલ સમાચારMy GujaratFamily Secret
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026