મારું ગુજરાત

ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળી મોટી આર્થિક મદદ! જાણો કોના નામે કેટલી FD

29 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળી મોટી આર્થિક મદદ! જાણો કોના નામે કેટલી FD

Gujju Love Guru Family Help: વાવ-થરાદ અને સુઈગામ સહિત સમગ્ર ગુજરાતમાં લોકપ્રિય બનેલા કન્ટેન્ટ ક્રિએટર ‘ગુજ્જુ લવ ગુરુ’ ઉર્ફે ચંદન રાઠોડના અકાળે અવસાન બાદ તેમના પરિવારને મોટી આર્થિક સહાય મળી છે. પરિવારની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને ₹2 કરોડની સહાય એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો, પરંતુ ચાહકો અને દાતાઓ તરફથી મળેલી મદદ આ રકમ કરતાં ઘણી વધારે થઈ છે. અત્યાર સુધી ઓનલાઇન માધ્યમથી પરિવારને ₹2.96 કરોડની સહાય મળી છે, જ્યારે વિદેશી કરન્સીમાં 1,873 ડોલર પણ મળ્યા હોવાનું જણાવાયું છે. પરિવારને મળેલી સહાયના ઉપયોગ અંગે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી જાહેર કરવામાં આવી હતી.

કોના નામે કેટલી FD કરવામાં આવી?
મળેલી સહાયમાંથી પરિવારના અલગ-અલગ સભ્યોના નામે FD કરવાની જોગવાઈ કરવામાં આવી છે. ચંદન રાઠોડના પિતાના નામે ₹40 લાખ, ભાઈના નામે ₹1 કરોડ અને પત્નીના નામે ₹41 લાખની FD કરવામાં આવી છે. બંને બાળકોના નામે ₹41-41 લાખની, જ્યારે બંને બહેનોના નામે ₹11-11 લાખની FD કરવામાં આવી છે.

દીકરાના નામે જમીન ખરીદાશે
પરિવાર માટે કરવામાં આવેલી અન્ય જોગવાઈમાં ચંદન રાઠોડના દીકરાના નામે જમીન ખરીદવાનો નિર્ણય લેવાયો છે. આ જમીન માટે ₹53.71 લાખનો ખર્ચ કરવામાં આવશે.

₹2 કરોડના ટાર્ગેટ સામે ₹3.60 કરોડથી વધુ સહાય
ચંદન રાઠોડના પરિવારની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને સેવાભાવી અગ્રણીઓ દ્વારા શરૂઆતમાં ₹2 કરોડની સહાય એકત્ર કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો. જોકે, ગુજરાત ઉપરાંત દેશ-વિદેશમાં રહેતા તેમના ચાહકો અને દાતાઓએ મોટી સંખ્યામાં સહાય કરતાં આ રકમ અંદાજે ₹3.60 કરોડને વટાવી ગઈ છે.

19 સપ્ટેમ્બરે બાઈક અકસ્માતમાં થયું હતું મોત
ઉલ્લેખનીય છે કે 19 સપ્ટેમ્બરે વાવ-થરાદના લોકપ્રિય સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ચંદન રાઠોડનું બાઈક અકસ્માતમાં અવસાન થયું હતું. તેમના મોતના સમાચાર બાદ સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી હતી. ભાભર પોલીસ સ્ટેશનના PI હરેશકુમાર એલ. જોશીએ VTV News Digital સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે ચંદન રાઠોડનું મોત માર્ગ અકસ્માતમાં થયું હતું. પ્રાથમિક માહિતી મુજબ બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં ચંદન રાઠોડને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગંભીર ઈજાઓના કારણે તેમનું નિધન થયું હોવાનું પોલીસે જણાવ્યું હતું.

Tags:
#FinancialAid#ChandanRathodFamily#LegalCase#IndianFD#WealthManagement
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026