મારું ગુજરાત

ગુજ્જુ લવ ગુરુના અકસ્માત સ્થળે પહોંચ્યા ખજૂર ભાઈ! લોકોને બે હાથ જોડીને કરી આ ખાસ અપીલ

29 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
ગુજ્જુ લવ ગુરુના અકસ્માત સ્થળે પહોંચ્યા ખજૂર ભાઈ! લોકોને બે હાથ જોડીને કરી આ ખાસ અપીલ

Gujju Love Guru News: ગુજરાતના જાણીતા કન્ટેન્ટ ક્રિએટર અને ડિજિટલ ઇન્ફ્લુએન્સર ‘ગુજ્જુ લવ ગૂરૂ’ એટલે કે ચંદન રાઠોડના માર્ગ અકસ્માતમાં થયેલા કરુણ અવસાનથી ચાહકો અને સોશિયલ મીડિયા જગતમાં શોકની લાગણી છવાઈ છે. ચંદન રાઠોડના પરિવારને સાંત્વના આપવા લોકપ્રિય કલાકાર, યુટ્યુબર અને સમાજસેવક નીતિન જાની ઉર્ફે ખજૂર ભાઈ પણ તેમના ઘરે પહોંચ્યા હતા. આ ઉપરાંત તેમણે અકસ્માત સ્થળની મુલાકાત લઈ ત્યાં ચાલી રહેલી પ્રવૃત્તિ અંગે પણ લોકોને ખાસ અપીલ કરી હતી.

અકસ્માત સ્થળે અંધશ્રદ્ધા જોઈને દુઃખ વ્યક્ત કર્યું
અકસ્માત સ્થળે પહોંચેલા ખજૂર ભાઈએ ત્યાંનું દ્રશ્ય જોઈને દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમના ધ્યાનમાં આવ્યું કે કેટલાક લોકો ત્યાં શ્રીફળ, પાણીની બોટલો અને નમકીન જેવી વસ્તુઓ મૂકી રહ્યા હતા. આ પ્રકારની પ્રવૃત્તિથી અંધશ્રદ્ધા અને અફવાઓને વેગ મળતો હોવાની ચિંતા તેમણે વ્યક્ત કરી હતી. વિડિયો સંદેશ દ્વારા તેમણે લોકોને અપીલ કરી હતી કે અકસ્માત સ્થળે આવી વસ્તુઓ ચઢાવીને અંધશ્રદ્ધાને પ્રોત્સાહન ન આપવું જોઈએ. જો ચંદન રાઠોડ પ્રત્યે સાચો પ્રેમ અને આદર હોય તો તેમના નામે સમાજ ઉપયોગી કાર્યો કરવા જોઈએ. તેમણે માર્ગ સુરક્ષાને પ્રોત્સાહન આપવા, વાહનચાલકોને હેલ્મેટ પહેરવા સમજાવવા અને વૃક્ષારોપણ જેવા સત્કાર્યો કરવાની અપીલ કરી હતી.

પરિવાર માટે પાકું ઘર બનાવવાની જાહેરાત
ચંદન રાઠોડના પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાનું સામે આવ્યા બાદ ખજૂર ભાઈએ પરિવાર માટે મોટો નિર્ણય લીધો છે. તેમણે જાહેરાત કરી છે કે આગામી નવરાત્રિના બીજા નોરતાથી પોતાના અંગત ખર્ચે ચંદન રાઠોડના પરિવાર માટે નવું અને પાકું ઘર બનાવવાની કામગીરી શરૂ કરશે.

બનાસકાંઠામાં 2 હજાર હેલ્મેટનું વિતરણ કરશે
માર્ગ અકસ્માતમાં કોઈ પરિવાર પોતાનો કમાનાર સભ્ય ન ગુમાવે તે હેતુથી નીતિન જાનીએ બનાસકાંઠા વિસ્તારમાં 2,000 હેલ્મેટ વિનામૂલ્યે વિતરણ કરવાનો સંકલ્પ પણ લીધો છે. તેમના જણાવ્યા મુજબ, આ પ્રયાસનો હેતુ લોકોને માર્ગ સુરક્ષા અંગે જાગૃત કરવાનો છે.

બોગસ QR કોડથી સાવધાન રહેવા અપીલ
ખજૂર ભાઈએ ચંદન રાઠોડના નામે થઈ રહેલી સંભવિત સાયબર છેતરપિંડી અંગે પણ ચાહકોને ચેતવ્યા હતા. તેમના જણાવ્યા મુજબ, કેટલાક અસામાજિક તત્વો આર્થિક મદદ એકત્રિત કરવા માટે બોગસ QR કોડ અને ફેક એકાઉન્ટનો ઉપયોગ કરી રહ્યા છે. તેથી સોશિયલ મીડિયા યુઝર્સ અને ચંદન રાઠોડના ચાહકોને અજાણ્યા QR કોડ પર કોઈપણ પ્રકારનું પેમેન્ટ ન કરવા તથા આર્થિક મદદના નામે થતી છેતરપિંડીથી સાવધાન રહેવાની અપીલ કરવામાં આવી છે.

Tags:
#EmergencyAppeal#HelmetMandatory#SafetyFirst#GujaratRoadSafety#TrafficRules
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026