મારું ગુજરાત

રજીસ્ટ્રેશન વિના નવજાત બાળકીને લઈને મોઝામ્બિકથી ભાગ્યા માતા-પિતા, 26 વર્ષ બાદ ગુજરાતી મહિલાને મળ્યો ભારતીય પાસપોર્ટ

16 નવેમ્બર, 2026•
GVGujaratvandan team
રજીસ્ટ્રેશન વિના નવજાત બાળકીને લઈને મોઝામ્બિકથી ભાગ્યા માતા-પિતા, 26 વર્ષ બાદ ગુજરાતી મહિલાને મળ્યો ભારતીય પાસપોર્ટ

Gujarati woman gets Indian passport after 26 years: મોઝામ્બિકથી ભાગીને આવેલી અને હાલ રાજકોટની રહેવાસી 26 વર્ષીય ડૉલી વડાલિયાને આખરે ભારતીય નાગરિકતા અને પાસપોર્ટ મળી ગયો છે. 26 વર્ષના સંઘર્ષ બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા સત્તાવાર રીતે ભારતીય નાગરિકતા મળી. ત્યારબાદ 11 નવેમ્બરે તેને ભારતીય પાસપાર્ટ આપવામાં આવ્યો હતો.

26 વર્ષનો સંઘર્ષ
ડૉલી વડાલિયાના સંઘર્ષની શરૂઆત વર્ષ 2000માં થઈ હતી. ડૉલીનો જન્મ 18 ફેબ્રુઆરી, 2000માં આફ્રિકી દેશ મોઝામ્બિકના જાઇ-જાઇ શહેરમાં થયો હતો. જ્યાં તે ફક્ત 18 થી 20 દિવસની હતી, ત્યારે મોઝામ્બિકમાં આવેલા એક ભીષણ વાવાઝોડા અને ભારે પૂરના કારણે તેના ભારતીય માતા-પિતાને જીવ બચાવીને ત્યાંથી ભાગવું પડ્યું હતું. તે સમયે પરિવાર કોઈપણ સત્તાવાર નોંધણી વિના જ ભારત પરત ફર્યા હતા અને પોતાના વતન રાજકોટમાં રહેવા લાગ્યા હતા.

લગ્ન બાદ ઊભી થઈ મુશ્કેલીઓ
વર્ષ 2023માં કેનેડામાં કાર્યરત રાજકોટના ખિલનકુમાર વડાલિયા સાથે લગ્ન બાદ ડૉલીના જીવનમાં અનેક મુશ્કેલીઓ ઊભી થઈ હતી. પતિ પાસે કેનેડા જવા માટે પોસપોર્ટ જરૂરી હતો. પરંતુ, નાગરિકતાના સત્તાવાર દસ્તાવેજોના અભાવમાં 2023 થી 2025 ની વચ્ચે તેની ત્રણ પાસપોર્ટ અરજી રદ કરી દેવામાં આવી હતી. પોસપોર્ટ અધિકારીઓએ તેની પાસે કોન્સ્યુલર જન્મ નોંધણી અથવા ઈમરજન્સી સર્ટિફિકેટ રદ કર્યાનો પુરાવો માંગ્યો હતો—જે તેની પાસે નહતો. પરિણામે, આ નવદંપતીએ એકબીજાથી અલગ રહેવાની ફરજ પડી હતી. ડૉલીના બનેવી રોનક વડાલિયા અનુસાર, આ મામલે પરિવારે લોકસભા સાંસદ રમેશ ધડુક અને પુરષોત્તમ રુપાલા પાસે મદદ માંગી. તેમણે આ મુદ્દાને રાજકોટ કલેક્ટ્રેટથી લઈને કેન્દ્રીય ગૃહ અને વિદેશ મંત્રાલય સુધી પહોંચાડ્યો.ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં ગૃહ મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે, નાગરિકતા અધિનયમ, 1955 ની કલમ 4(1)(b) હેઠળ વિદેશમાં જન્મેલા બાળકને વંશના આધારે નાગરિકતા મેળવવા માટે એક વર્ષની અંદર ભારતીય કોન્સ્યુલેટમાં નોંધણી કરાવવી જરૂરી છે. ડૉલી પાસે આધાર કાર્ડ તો હતું પરંતુ, તે નાગરિકતા પુરવાર કરવા માટે પૂરતું નહતું.

ગુજરાત હાઇકોર્ટમાં માંગી મદદ
ત્યારબાદ, આ મામલો ગુજરાત હાઇકોર્ટ પહોંચ્યો. સિંગલ જજની બેન્ચે 30 એપ્રિલ, 2026 ના દિવસે માન્યું કે, નોંધણી ન કરાવી હોવાના કારણે તે કાયદાકીય રીતે ભારતીય નાગરિક નથી. ત્યારબાદ પરિવારે ડિવિઝન બેન્ચનો દરવાજો ખખડાવ્યો, કારણકે નાગરિકતા અરજી માટે પણ યોગ્ય પાસપોર્ટની શરત સામે આવી રહી હતી. આખરે ઊંડાણપૂર્વકની તપાસ કર્યા બાદ મોઝામ્બિક સ્થિત ભારતીય દૂતાવાસ અને ગૃહ મંત્રાલયે એક વિશેષ મેમોરેન્ડમ બહાર પાડ્યું, જેના આધારે નવેમ્બરમાં મોઝામ્બિકના માપુટો સ્થિત ભારતીય હાઇ કમિશનમાં ડૉલીના જન્મની નોંધણી પૂરી કરવામાં આવી. આ પ્રમાણ પત્ર દ્વારા બાદમાં તેને પાસપોર્ટ મળ્યો, જેના થકી તેનો કેનેડા જઈને પોતાના પતિ સાથે જીવન શરૂ કરવાનો રસ્તો સાફ થયો.

Tags:
GujarIndian citizenship after 26 yearsGujarat High Court passport caseborn in Mozambique without registration Indian passportGujarati woman gets Indian passport after 26 years
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026