મારું ગુજરાત

નકલી પાસપોર્ટ સાથે ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખનો પુત્ર ઝડપાયો! 2023ના કેસમાં પાસપોર્ટ કોર્ટમાં જમા છતાં 5થી વધુ દેશ ફર્યો

16 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
નકલી પાસપોર્ટ સાથે ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખનો પુત્ર ઝડપાયો! 2023ના કેસમાં પાસપોર્ટ કોર્ટમાં જમા છતાં 5થી વધુ દેશ ફર્યો

Fake Passport Case Gujarat: ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ગીતાબેન પટેલના પુત્ર હરિકેશ પ્રણવ પટેલની ગુજરાત ATSએ નકલી પાસપોર્ટના કેસમાં ધરપકડ કરી છે. તપાસ મુજબ 2023ના EDના મની લોન્ડરિંગ કેસમાં તેનો પાસપોર્ટ કોર્ટમાં જમા હોવા છતાં તેણે અન્ય રાજ્યમાંથી કથિત રીતે નવો નકલી પાસપોર્ટ બનાવડાવ્યો હતો. આ પાસપોર્ટના આધારે તે ભૂતાન, નેપાળ, બેંગકોક, દુબઈ અને સિંગાપોર સહિતના દેશોમાં ફર્યો હોવાની માહિતી સામે આવી છે. ATSના જણાવ્યા મુજબ આરોપી ફરીથી નાણાકીય ફ્રોડ કરવાની તૈયારીમાં હતો.

EDએ જામીન રદ કરાવ્યાં, પાસપોર્ટ કોર્ટમાં જમા હતો
ગુજરાત ATSને બાતમી મળી હતી કે શાહીબાગના ઊર્મિ બંગલો, મીરાપાર્ક સોસાયટી ખાતે રહેતા હરિકેશ પ્રણવ પટેલે નકલી પાસપોર્ટ બનાવ્યો છે. આ બાતમીના આધારે ATSએ સાયન્સ સિટી પાસેથી તેની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે હરિકેશ 2023ના EDના મની લોન્ડરિંગ કેસમાં સંડોવાયેલો હતો અને આ કેસમાં તેનો પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવવામાં આવ્યો હતો. તેણે આગોતરા જામીન માટે અરજી કરી હતી, જે મંજૂર થયા બાદ ED દ્વારા જામીન રદ કરાવવામાં આવ્યા હતા. આ દરમિયાન તેણે ગુજરાતનો મૂળ પાસપોર્ટ કોર્ટમાં જમા હોવા છતાં કથિત રીતે બીજો પાસપોર્ટ મેળવ્યો હતો.

નવો પાસપોર્ટ મેળવવા જૂનો ખોવાઈ ગયાની ખોટી ફરિયાદ કરી
તપાસ મુજબ હરિકેશે દુબઈમાં રહેતા એક મિત્ર મારફતે દિલ્હીના એજન્ટનો સંપર્ક કર્યો હતો. કથિત રીતે તેણે એજન્ટને રૂ.25 લાખ આપ્યા હતા અને આગ્રામાં ભાડે રહેતો હોવાનો રેન્ટ એગ્રીમેન્ટ તૈયાર કરાવ્યો હતો. ત્યારબાદ દિલ્હી ક્રાઈમ બ્રાન્ચમાં જૂનો પાસપોર્ટ ખોવાઈ ગયો હોવાની ખોટી ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ અને કથિત ખોટા રેન્ટ એગ્રીમેન્ટના આધારે ગાઝિયાબાદ RPO કચેરીમાં નવા પાસપોર્ટ માટે અરજી કરી હતી અને 2024માં બીજો પાસપોર્ટ મેળવ્યો હતો.

નવો પાસપોર્ટ લઈને અનેક દેશોમાં ફર્યો
ATSની તપાસમાં સામે આવ્યું છે કે નવા પાસપોર્ટના આધારે હરિકેશ ભૂતાન અને નેપાળ ગયો હતો અને ત્યાંથી બેંગકોક, દુબઈ તથા સિંગાપોર સહિતના દેશોમાં પ્રવાસ કર્યો હતો. તે લાંબા સમય સુધી દુબઈમાં પણ રોકાયો હોવાની માહિતી છે. ATSના જણાવ્યા મુજબ આરોપી ફરીથી નાણાકીય ફ્રોડ કરવાની ફિરાકમાં હતો અને તે પહેલાં જ તેની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર મામલે ATSએ EDને પણ જાણ કરી છે.

અનેક કંપનીઓ અને મ્યુલ એકાઉન્ટની તપાસ
પોલીસ તપાસમાં હરિકેશ પટેલ વિરુદ્ધ નારણપુરા અને ક્રાઈમ બ્રાન્ચમાં અગાઉ છેતરપિંડીની ફરિયાદો નોંધાઈ હોવાનું સામે આવ્યું છે, જેમાં તેની ધરપકડ પણ થઈ ચૂકી છે. શાહીબાગ અને સાયન્સ સિટીમાં તેના મકાન હોવાનું તેમજ તેના નામે અનેક કંપનીઓ રજિસ્ટર્ડ હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે. તેમાંથી કેટલીક કંપનીઓ કથિત રીતે ખોટી રીતે રજિસ્ટર કરવામાં આવી હતી અને તેમના નામે ફ્રોડ કરવામાં આવતો હોવાનો તપાસ એજન્સીનો દાવો છે. આરોપીના મ્યુલ એકાઉન્ટ પણ મળી આવ્યા છે, જે અંગે વધુ તપાસ ચાલી રહી છે.

Tags:
ગેરકાયદેસર પાસપોર્ટપોલીસ કાર્યવાહીગુજરાત મહિલા કોંગ્રેસ#HarikeshPatelArrest#BreakingNewsGujarat
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026