મારું ગુજરાત

ગુજરાતમાં હવે દુકાનો 24 કલાક ખુલ્લી રાખી શકાશે, ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસ બિલ વિધાનસભામાં પસાર થયું

11 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
ગુજરાતમાં હવે દુકાનો 24 કલાક ખુલ્લી રાખી શકાશે, ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસ બિલ વિધાનસભામાં પસાર થયું

Gujarat ease of doing business bill 2026: ગુજરાતમાં વેપાર અને વ્યવસાયિક પ્રવૃત્તિઓને વધુ સરળ બનાવવા રાજ્ય વિધાનસભામાં 'ગુજરાત ઈઝ ઑફ ડૂઈંગ બિઝનેસ બિલ, 2026' પસાર કરવામાં આવ્યું છે. આ બિલ હેઠળ રાજ્યના પાંચ મહત્વના કાયદાઓમાં કુલ 12 જેટલી જોગવાઈઓમાં સુધારા કરવામાં આવ્યા છે. તેમાં સૌથી મહત્વપૂર્ણ ફેરફાર ગુજરાત દુકાન અને સંસ્થા અધિનિયમમાં કરવામાં આવ્યો છે, જેના પગલે હવે રાજ્યની દુકાનો અને વ્યવસાયિક સંસ્થાઓ અઠવાડિયાના તમામ દિવસોમાં 24 કલાક ખુલ્લી રાખી શકાશે. અગાઉ આ પ્રકારની મંજૂરી મર્યાદિત વિસ્તારો પૂરતી જ હતી.

ઓનલાઈન નોંધણી માટે અરજી કરવી પડશે
ગુજરાત દુકાન અને સંસ્થા (રોજગાર નિયમન અને સેવાની શરતો) અધિનિયમ, 2019ની કલમ 35(1)માં સુધારા બાદ હવે કોઈપણ દુકાન કે વ્યવસાયિક સંસ્થા 24 કલાક કાર્યરત રહી શકશે. જોકે, સંચાલકોએ કર્મચારીઓ માટે કામના કલાકો અને અન્ય સુરક્ષા-સુવિધાઓને લગતી કલમ 12, 14, 16 અને 18ની જોગવાઈઓનું પાલન કરવું પડશે. નવી દુકાન કે સંસ્થા શરૂ કરનારને કાયદો લાગુ થયા બાદ અથવા વ્યવસાય શરૂ કર્યા બાદ 60 દિવસમાં નિર્ધારિત ફી, સ્વ-એકરારનામું અને સ્વ-પ્રમાણિત દસ્તાવેજો સાથે ઓનલાઈન નોંધણી માટે અરજી કરવી પડશે. વ્યવસાયિક વિગતોમાં ફેરફાર થાય તો તેની જાણ પણ નિયત સમયમર્યાદામાં ઓનલાઈન કરવાની રહેશે. નોંધણી વગર સંસ્થા ચલાવવા બદલ ₹10,000ના દંડની જોગવાઈ પણ યથાવત સુધારવામાં આવી છે.

'રાઇટ ટુ બિઝનેસ' માળખાને વધુ મજબૂત બનાવવામાં આવ્યું
બિલમાં ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફ્ટી મેઝર્સ એક્ટ, 2013માં પણ સુધારો કરાયો છે, જેમાં ફાયર સેફ્ટીના નિયમોને જોખમ અને કામગીરી આધારિત બનાવવામાં આવશે. ગુજરાત MSME ફેસિલિટેશન એક્ટ, 2019 હેઠળ 'રાઇટ ટુ બિઝનેસ' માળખાને વધુ મજબૂત બનાવવામાં આવ્યું છે અને સહકારી, વીજળી, GIDC તથા સિંચાઈ સહિતના વધારાના આઠ રાજ્ય કાયદાઓને ફેસિલિટેશન ફ્રેમવર્ક સાથે જોડવામાં આવ્યા છે. ગુજરાત મેડિકલ કાઉન્સિલ એક્ટ, 1967માં ફેરફારથી અન્ય રાજ્યમાં નોંધાયેલા તબીબોને સેલ્ફ-ડિક્લેરેશનના આધારે ગુજરાતમાં નોંધણી મેળવવાની પ્રક્રિયા સરળ બનશે.

'ઑટો-અપીલ' અને 'ઑટો-એસ્કેલેશન' વ્યવસ્થા લાગુ કરવાની જોગવાઈ
આ ઉપરાંત ગુજરાત રાઇટ ઓફ સિટિઝન્સ ટુ પબ્લિક સર્વિસિસ એક્ટ, 2013માં ટેક્નોલોજી આધારિત 'ઑટો-અપીલ' અને 'ઑટો-એસ્કેલેશન' વ્યવસ્થા લાગુ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. એટલે કે નક્કી કરેલી સમયમર્યાદામાં સરકારી સેવા અથવા ફરિયાદનો નિકાલ નહીં થાય તો મામલો આપમેળે ઉચ્ચ અધિકારી સમક્ષ પહોંચી જશે. સરકારના જણાવ્યા મુજબ આ સુધારાઓથી વેપાર માટેનું વાતાવરણ સરળ બનશે, નિયમનકારી પ્રક્રિયાઓમાં ઝડપ આવશે અને નાગરિકોને સરકારી સેવાઓ વધુ સરળતાથી મળી શકશે.

Tags:
ગુજરાત વંદનGujarat VandanDigital GujaratCommerce PolicyMake in Gujarat
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026