મારું ગુજરાત

મંજૂરી વિના સ્કૂલ બંધ રાખશો તો સંચાલકને ₹20 લાખનો દંડ! ગુજરાત વિધાનસભામાં આવશે શિક્ષણ સુધારા બિલ

9 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
મંજૂરી વિના સ્કૂલ બંધ રાખશો તો સંચાલકને ₹20 લાખનો દંડ! ગુજરાત વિધાનસભામાં આવશે શિક્ષણ સુધારા બિલ

Gujarat Education Amendment Bill: ગુજરાત સરકાર દ્વારા વર્ષ 1972ના ‘ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ’માં મહત્વના સુધારા કરવામાં આવ્યા છે. 1973માં પસાર થયેલા આ કાયદામાં કરવામાં આવેલા સુધારાનું બિલ ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રમાં રજૂ કરવામાં આવશે. નવા સુધારા મુજબ બોર્ડમાં નોંધણી કરાવ્યા વિના સ્કૂલ ચલાવવી, નિયમો વિરુદ્ધ શિક્ષક-આચાર્યની નિમણૂક કરવી અથવા બોર્ડની પૂર્વ મંજૂરી વિના સ્કૂલ બંધ કરવા જેવી બાબતોમાં દંડની રકમમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. બિલ પસાર થઈને અમલમાં આવ્યા બાદ આ નવી જોગવાઈઓ લાગુ થશે.

રજિસ્ટ્રેશન વગર સ્કૂલ ચલાવશો તો ₹15 લાખ સુધીનો દંડ અને જેલ
નવા સુધારા બિલ મુજબ ગુજરાત શિક્ષણ બોર્ડમાં નોંધણી કરાવ્યા વિના સ્કૂલ ચલાવનારા સંચાલકો સામે કડક કાર્યવાહી થશે. આવી સ્કૂલ ચલાવવા બદલ હવે ₹10 લાખથી ₹15 લાખ સુધીનો દંડ અને 1થી 2 વર્ષની જેલની સજાની જોગવાઈ કરવામાં આવી છે. અગાઉ આ પ્રકારના ગુનામાં માત્ર ₹1 લાખથી ₹2 લાખ સુધીના દંડની જોગવાઈ હતી અને જેલની સજા નહોતી. આ ઉપરાંત નિયમોનું ઉલ્લંઘન કરીને આચાર્ય કે શિક્ષકોની ગેરકાયદે નિમણૂક કરવા બદલનો દંડ પણ ₹10 હજારથી વધારીને ₹10 લાખ કરવામાં આવ્યો છે.

પૂર્વ મંજૂરી વિના સ્કૂલ બંધ કરી તો ₹20 લાખનો દંડ
હાલના નિયમ મુજબ સ્કૂલ બંધ કરવા માટે સંચાલકે બોર્ડને ઓછામાં ઓછા 6 મહિના અગાઉ નોટિસ આપીને મંજૂરી લેવી પડે છે. નવા સુધારા બિલમાં આ નિયમનું ઉલ્લંઘન કરનાર સામે પણ કડક જોગવાઈ કરવામાં આવી છે. બોર્ડને જાણ કર્યા વિના અથવા પૂર્વ મંજૂરી લીધા વગર સ્કૂલ બંધ કરનાર સંચાલકને ₹20 લાખ સુધીનો દંડ અને જેલની સજા થઈ શકે છે. ખાસ વાત એ છે કે અગાઉ આ માટેનો દંડ માત્ર ₹1 હજાર હતો.

શિક્ષક-આચાર્યને કારણ વિના સસ્પેન્ડ કરી શકાશે નહીં
નવા સુધારા બિલમાં સ્કૂલના શિક્ષકો અને કર્મચારીઓના હિતોના રક્ષણ માટે પણ જોગવાઈ કરવામાં આવી છે. તેના મુજબ સંચાલકો કોઈ શિક્ષક અથવા આચાર્યને વ્યાજબી કારણ વિના સસ્પેન્ડ કરી શકશે નહીં. આવા મામલે બોર્ડ દ્વારા 45 દિવસમાં નિર્ણય લેવાની જોગવાઈ પણ કરવામાં આવી છે. આ ઉપરાંત બોર્ડના ચૂંટાયેલા સભ્યોને લગતી કેટલીક જોગવાઈઓમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે.

ગ્રાન્ટેડ સ્કૂલોમાં ક્લાર્કની ભરતીની સત્તા હવે સરકાર પાસે
ધોરણ 9થી 12ની ગ્રાન્ટેડ સ્કૂલોમાં આચાર્ય અને શિક્ષકોની ભરતી માટે સરકારે અગાઉથી જ કેન્દ્રીયકૃત ભરતી પદ્ધતિ લાગુ કરીને સંચાલકોની સત્તા મર્યાદિત કરી છે. હવે ગ્રાન્ટેડ સ્કૂલોમાં મોટી સંખ્યામાં ખાલી પડેલી ક્લાર્ક સહિતની વર્ગ-3ની બિનશૈક્ષણિક જગ્યાઓની ભરતી માટે પણ સરકારને સત્તા આપવાની જોગવાઈ કરવામાં આવી છે. સ્પેશ્યલ એજ્યુકેટર્સ અને વર્ગ-3ના કર્મચારીઓની ભરતી માટેના નિયમો, પસંદગી પદ્ધતિ, કાર્યરીતિ અને લાયકાત નક્કી કરવાની સત્તા સરકાર પાસે રહેશે.

સ્પેશ્યલ એજ્યુકેટર્સ માટે પણ કાયદામાં જોગવાઈ
વર્ષ 1972ના મૂળ કાયદામાં સ્પેશ્યલ એજ્યુકેટર્સ એટલે કે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટેના ખાસ શિક્ષકોનો સ્પષ્ટ ઉલ્લેખ નહોતો. નવા સુધારા બિલમાં સ્પેશ્યલ એજ્યુકેટર્સની ભરતી, લાયકાત, નિમણૂક સહિતની બાબતોને કાયદાના દાયરામાં આવરી લેવામાં આવી છે.

ગ્રાન્ટેડ સ્કૂલો હવે ‘સરકાર સહાયિત’ સ્કૂલો તરીકે ઓળખાશે
નવા સુધારામાં ગ્રાન્ટેડ સ્કૂલોની કાનૂની ઓળખમાં પણ મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. 1972ના કાયદા હેઠળ ગ્રાન્ટેડ સ્કૂલોને ‘ખાનગી સ્કૂલો’ તરીકે ગણવામાં આવતી હતી. હવે સુધારા બિલમાં તેમને ‘ખાનગી’ને બદલે ‘સરકાર સહાયિત સ્કૂલો’ તરીકે ગણવાની સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી છે. આ સુધારા બિલનો મુખ્ય હેતુ સ્કૂલના રજિસ્ટ્રેશન, સંચાલન, ભરતી અને બંધ કરવાની પ્રક્રિયામાં નિયમો વધુ કડક બનાવવાનો તેમજ શિક્ષકો અને કર્મચારીઓના હિતોનું રક્ષણ કરવાનો હોવાનું માનવામાં આવે છે.

Tags:
#Penalty#AssemblyBill#નવાકાયદા#શિક્ષણજગત#શાળાબંધ
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026