મારું ગુજરાત

શહેર કરતા ગામડામાં વધ્યું મૃત્યુનું પ્રમાણ: ગુજરાતના આરોગ્ય તંત્ર માટે ચિંતાજનક સાબિતી

22 ડિસેમ્બર, 2025•
GVGujaratvandan team
શહેર કરતા ગામડામાં વધ્યું મૃત્યુનું પ્રમાણ: ગુજરાતના આરોગ્ય તંત્ર માટે ચિંતાજનક સાબિતી

Gujarat records 56 deaths per hour: ગુજરાતમાં છેલ્લા એક વર્ષ દરમિયાન મૃત્યુ અને જન્મના આંકડાઓને લઈને ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. રાજ્યમાં એક વર્ષમાં કુલ 4,87,971 લોકોના મૃત્યુ નોંધાયા છે. આ આંકડાને જોવામાં આવે તો પ્રતિ કલાકે સરેરાશ 56 વ્યક્તિ અને પ્રતિ દિવસે લગભગ 1,337 લોકો કોઈને કોઈ કારણસર જીવ ગુમાવી રહ્યા છે. ખાસ વાત એ છે કે શહેરી વિસ્તારોની તુલનામાં ગ્રામ્ય વિસ્તારોમાં મૃત્યુનું પ્રમાણ વધુ નોંધાયું છે. એક વર્ષમાં ગ્રામ્ય વિસ્તારોમાં 2,49,706 લોકોના મોત થયા છે, જ્યારે શહેરોમાં 2,38,265 લોકોના મૃત્યુ નોંધાયા છે.

2022માં 4.88 લાખ લોકોના મૃત્યુ થયા હતા
મળતી માહિતી અનુસાર વર્ષ 2023માં ગુજરાતમાં કુલ 4.87 લાખ લોકોના મૃત્યુ થયા હતા, જે છેલ્લા ચાર વર્ષમાં નોંધાયેલો સૌથી ઓછો મૃત્યુઆંક છે. અગાઉના વર્ષોના આંકડાઓ પર નજર કરીએ તો 2020માં 5.23 લાખ, 2021માં 7.25 લાખ અને 2022માં 4.88 લાખ લોકોના મૃત્યુ થયા હતા. ખાસ કરીને કોવિડ-19 મહામારી દરમિયાન 2020 અને 2021ના વર્ષોમાં મૃત્યુઆંક ઐતિહાસિક રીતે સૌથી વધુ નોંધાયો હતો. ત્યારબાદ સ્થિતિમાં સુધારો થતાં 2023માં મૃત્યુઆંકમાં ઘટાડો જોવા મળ્યો છે.

33 હજાર લોકોના મૃત્યુ નોંધાયા છે
જિલ્લાવાર આંકડાઓ જોવામાં આવે તો અમદાવાદ જિલ્લો મૃત્યુના મામલે પ્રથમ ક્રમે છે. અમદાવાદમાં એક વર્ષ દરમિયાન કુલ 67,095 લોકોના મોત થયા છે. ત્યારબાદ સુરત જિલ્લામાં 44,452 અને વડોદરા જિલ્લામાં અંદાજે 33 હજાર લોકોના મૃત્યુ નોંધાયા છે. વર્ષ 2019થી 2023 દરમિયાન થયેલા કુલ મૃત્યુમાં 147 ટ્રાન્સજેન્ડર્સનો પણ સમાવેશ થાય છે. જેમાંથી 117 શહેર વિસ્તારોમાં અને 30 ગ્રામ્ય વિસ્તારોમાં મૃત્યુ પામ્યા છે.

રાજ્યમાં પ્રતિ મિનિટે સરેરાશ બે બાળકો જન્મે છે
મૃત્યુ સાથે સાથે જન્મના આંકડાઓ પણ મહત્વપૂર્ણ છે. ગુજરાતમાં એક વર્ષ દરમિયાન કુલ 11.26 લાખ બાળકોનો જન્મ થયો છે, જ્યારે મૃત્યુઆંક 4.88 લાખ રહ્યો છે. વર્ષમાં 365 દિવસ અને કુલ 5,25,600 મિનિટ હોય છે. આ હિસાબે જોવામાં આવે તો રાજ્યમાં પ્રતિ મિનિટે સરેરાશ બે બાળકો જન્મે છે. જન્મ અને મૃત્યુ બંને મામલે અમદાવાદ જિલ્લો રાજ્યમાં મોખરે છે. અમદાવાદ જિલ્લામાં એક વર્ષમાં 65,410 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે આશરે 1.24 લાખ બાળકોનો જન્મ નોંધાયો છે.

કુલ 8.17 લાખ બાળકો જન્મ્યા છે
સિવિલ રજીસ્ટ્રેશન સિસ્ટમ દ્વારા વર્ષ 2022માં જન્મેલા અને મૃત્યુ પામેલા લોકોની નોંધણીના આધારે તૈયાર કરાયેલા અહેવાલ મુજબ, ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તારોમાં એક વર્ષમાં 1.59 લાખ બાળક અને 1.49 લાખ બાળકીઓ એમ કુલ 3.08 લાખ બાળકોનો જન્મ થયો છે. જ્યારે શહેરી વિસ્તારોમાં 4.30 લાખ બાળક અને 3.87 લાખ બાળકી એમ કુલ 8.17 લાખ બાળકો જન્મ્યા છે. આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે દીકરીઓની તુલનામાં દીકરાઓના જન્મનું પ્રમાણ હજુ પણ વધુ છે.

બાળકોના જન્મનું પ્રમાણ વધુ જોવા મળે છે
આ ઉપરાંત એક મહત્વપૂર્ણ તથ્ય એ છે કે ગ્રામ્ય વિસ્તારોની તુલનામાં શહેરી વિસ્તારોમાં બાળકોના જન્મનું પ્રમાણ વધુ જોવા મળે છે. આ આંકડાઓ રાજ્યમાં આરોગ્ય, વસ્તી વૃદ્ધિ અને સામાજિક માળખાં અંગે મહત્વના સંકેતો આપે છે. સરકાર અને આરોગ્ય વિભાગ માટે આ અહેવાલ ભવિષ્યની નીતિઓ ઘડવામાં ઉપયોગી સાબિત થઈ શકે છે.

Tags:
IndiaભારતHealthcareહેલ્થકેરLatest News
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026