મારું ગુજરાત

નવરાત્રી પહેલાં રેશનિંગ વ્યવસ્થા ઠપ! અનાજ-ખાંડનો સ્ટોક છતાં સર્વર બંધ, 72 લાખ કાર્ડધારકો અટવાયા

5 ઑક્ટોબર, 2026•
GVGujaratvandan team
નવરાત્રી પહેલાં રેશનિંગ વ્યવસ્થા ઠપ! અનાજ-ખાંડનો સ્ટોક છતાં સર્વર બંધ, 72 લાખ કાર્ડધારકો અટવાયા

Gujarat Ration Cardholders: નવરાત્રીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે ગુજરાતમાં રેશનિંગ વિતરણ વ્યવસ્થાને અસર થઈ છે. રાજ્ય નાગરિક પુરવઠા વિભાગનું ઓનલાઈન સર્વર છેલ્લા ચાર દિવસથી ખોરવાઈ જતાં અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં રેશનકાર્ડ ધારકો મુશ્કેલીમાં મુકાયા છે. દુકાનોમાં ઓક્ટોબર મહિનાનો અનાજ અને ખાંડનો જથ્થો પહોંચી ગયો હોવા છતાં ઓનલાઈન પ્રક્રિયા શરૂ ન થતાં લોકોને જથ્થો લેવા માટે ધક્કા ખાવા પડી રહ્યા છે.

17 હજારથી વધુ દુકાનોમાં જથ્થો પહોંચ્યો
રાજ્યની 17 હજારથી વધુ સરકારી સસ્તા અનાજની દુકાનોમાં ઓક્ટોબર મહિનાનો નિયમિત જથ્થો તેમજ દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને આપવામાં આવનાર વધારાનો જથ્થો ગત સપ્તાહમાં જ પહોંચાડી દેવામાં આવ્યો છે. તહેવારોના સ્પેશિયલ જથ્થામાં સિંગતેલ, વધારાની ખાંડ, ચણા અને તુવેર દાળનો સમાવેશ થાય છે. જોકે, પુરવઠા વિભાગના પોર્ટલ પર ઓનલાઈન પ્રક્રિયા શરૂ ન થતાં દુકાનદારો પાસે જથ્થો હોવા છતાં તેનું વિતરણ કરી શકાતું નથી.

દુકાનદાર અને ગ્રાહકો વચ્ચે ઘર્ષણ
અનાજ અને અન્ય જથ્થો ન મળતાં અનેક રેશનિંગ દુકાનો પર કાર્ડધારકો અને દુકાન સંચાલકો વચ્ચે બોલાચાલી અને ઘર્ષણની સ્થિતિ સર્જાઈ રહી છે. ગ્રાહકોનો આક્ષેપ છે કે તહેવારોના સમયે જ સરકારી તંત્રની બેદરકારીને કારણે તેમને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ દુકાનદારોનું કહેવું છે કે ઓનલાઈન એન્ટ્રી અને પ્રક્રિયા પૂર્ણ થયા વિના નિયમ મુજબ અનાજનું વિતરણ કરી શકાય તેમ નથી.

પહેલીવાર 'તેલિયા ચોખા'નું વિતરણ અટક્યું
ઓક્ટોબર મહિનાથી પહેલીવાર રેશનકાર્ડ ધારકોને 'તેલિયા ચોખા'નું વિતરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ચોખાનો જથ્થો પણ રેશનિંગ દુકાનો સુધી પહોંચી ગયો છે. પરંતુ સર્વર અને ઓનલાઈન પ્રક્રિયા ખોરવાયેલી હોવાથી આ ચોખાનું વિતરણ પણ શરૂ થઈ શક્યું નથી. તહેવારો પહેલાં રેશનનો જથ્થો મેળવવામાં મુશ્કેલી પડી રહી હોવાથી કાર્ડધારકોએ સરકાર પાસે તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ કરી છે.

Tags:
#NavratriProblem#RationServerDown#GujaratRationCrisisગાંધીનગરVadodara
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026