મારું ગુજરાત

ગુમ કે ચોરાયેલા મોબાઇલ બ્લોક અને ટ્રેસ કરવામાં ગુજરાત દેશમાં બીજા ક્રમે, 6 મહિનામાં આણંદ જિલ્લો પ્રથમ

28 ઑક્ટોબર, 2026•
GVGujaratvandan team
ગુમ કે ચોરાયેલા મોબાઇલ બ્લોક અને ટ્રેસ કરવામાં ગુજરાત દેશમાં બીજા ક્રમે, 6 મહિનામાં આણંદ જિલ્લો પ્રથમ

Tracking lost and stolen mobile: ગુજરાતમાં ગુમ થયેલા કે ચોરાયેલા મોબાઇલ ફોન શોધી મૂળ માલિકોને પરત અપાવવાની કામગીરીમાં નોંધપાત્ર સફળતા મળી છે. સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટર (CEIR) પોર્ટલના આંકડા અનુસાર, ગુજરાતમાં અત્યાર સુધીમાં 2,38,533 મોબાઇલ હેન્ડસેટ બ્લોક કરવામાં આવ્યા છે, જેમાંથી 1,47,427 ટ્રેસ થયા છે અને 74,823 મોબાઇલ મૂળ માલિકોને પરત અપાવવામાં આવ્યા છે. 50.75 ટકાના રિકવરી રેટ સાથે ગુજરાત દેશનાં મોટા રાજ્યોમાં બીજા ક્રમે રહ્યું છે. નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ છ મહિનામાં આણંદ જિલ્લો પ્રથમ, ડાંગ જિલ્લો બીજા અને અમદાવાદ શહેર ત્રીજા ક્રમે રહ્યું છે.

મોબાઇલ રિકવરીમાં ગુજરાતનો રિકવરી રેટ 50.75 ટકા
ગુમ કે ચોરાયેલા મોબાઇલ ફોનને બ્લોક કરવા અને શોધી કાઢવા માટે કાર્યરત CEIR પોર્ટલના 26 ઓક્ટોબર, 2026 સુધીના આંકડા મુજબ, દેશમાં મોબાઇલ રિકવરીનો સરેરાશ દર 37.4 ટકા રહ્યો છે. તેની સામે ગુજરાતે 50.75 ટકાનો રિકવરી રેટ નોંધાવ્યો છે. આ કામગીરીને કારણે ગુજરાતે દેશનાં મોટા રાજ્યોમાં બીજું સ્થાન મેળવ્યું છે. ગત વર્ષે ઓક્ટોબર 2025માં ગુજરાતનો મોબાઇલ રિકવરી રેટ 41 ટકા હતો. તેની સરખામણીએ આ વર્ષે રિકવરી રેટમાં 9.75 ટકાવારી પોઇન્ટનો વધારો નોંધાયો છે.

છ મહિનાની કામગીરીમાં આણંદ જિલ્લો પ્રથમ
નાણાકીય વર્ષ 2026-27 દરમિયાન 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર, 2026 સુધીના પ્રદર્શનના આધારે ગુજરાતના શ્રેષ્ઠ કામગીરી કરનારા જિલ્લાઓ અને અધિકારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
- પ્રથમ ક્રમ - આણંદ: સાયબર સેલના પી.આઈ. જયમીન ડોડિયા
- દ્વિતીય ક્રમ - ડાંગ: એલ.સી.બી.ના પી.એસ.આઈ. જે. જી. અનડકટ
- તૃતીય ક્રમ - અમદાવાદ શહેર: એ.એસ.આઈ. ભાવેશકુમાર વિષ્ણુપ્રસાદ અને પો.કો. હાર્દિકસિંહ જયંતીલાલ
આ અધિકારીઓએ ટેક્નોલોજીના ઉપયોગ અને નાગરિકકેન્દ્રિત પોલીસિંગ દ્વારા ગુમ કે ચોરાયેલા મોબાઇલ ફોનને ટ્રેસ કરી રિકવર કરવામાં પ્રશંસનીય કામગીરી કરી છે.

CEIR પોર્ટલના શ્રેષ્ઠ અમલીકરણ બદલ અધિકારીઓનું સન્માન
CEIR પોર્ટલના અસરકારક અમલીકરણ અને મોબાઇલ રિકવરીની કામગીરીમાં શ્રેષ્ઠ પ્રદર્શન બદલ ટેલિકમ્યુનિકેશન વિભાગ (DoT), ગુજરાત લાઇસન્સ સર્વિસ એરિયા (LSA) દ્વારા ગુજરાત પોલીસના સહયોગથી વિશેષ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. 27 ઓક્ટોબર, 2026ના રોજ યોજાયેલા આ સમારોહમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા જિલ્લાઓના નોડલ અધિકારીઓને શિલ્ડ અને પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યાં હતાં.

ગુજરાત પોલીસ અને DoTના સંકલનથી નાગરિકોને લાભ
મોબાઇલ ફોન બ્લોક કરવા અને તેને ટ્રેસ કરવામાં ગુજરાત પોલીસ તથા ટેલિકમ્યુનિકેશન વિભાગ વચ્ચેનું સંકલન મહત્ત્વપૂર્ણ સાબિત થઈ રહ્યું છે. ગુમ કે ચોરાયેલા મોબાઇલ ફોનનો દુરુપયોગ અટકાવવા, નાગરિકોને તેમના કિંમતી ઉપકરણો પરત અપાવવા અને મોબાઇલ સાથે જોડાયેલી સાયબર છેતરપિંડીના બનાવોને રોકવા માટે આ વ્યવસ્થા ઉપયોગી બની રહી છે. આ એવોર્ડ વિતરણ સમારોહમાં CID ક્રાઇમ અને રેલવેઝના ડીજીપી ડૉ. કે. એલ. એન. રાવ તેમજ DoT ગુજરાત LSAના એડિશનલ ડાયરેક્ટર જનરલ ગિરીશ કટારિયા ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતમાં મોબાઇલ રિકવરીના આંકડામાં થયેલો વધારો ટેક્નોલોજી આધારિત પોલીસિંગ અને વિભાગો વચ્ચેના સંકલનનું પરિણામ માનવામાં આવે છે. આગામી સમયમાં પણ આવી કામગીરીથી વધુ નાગરિકોને તેમના ગુમ કે ચોરાયેલા મોબાઇલ પરત મળી રહે તેવી અપેક્ષા છે.

Tags:
#મોબાઇલરિકવરી#ચોરાયેલોફોન#ગુમમોબાઇલ#DigitalIndia#GujaratiNews
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026