મારું ગુજરાત

ગુજરાતમાં ફરી મેઘતાંડવનો ખતરો! 3 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 જિલ્લામાં યલો એલર્ટ

14 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
ગુજરાતમાં ફરી મેઘતાંડવનો ખતરો! 3 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 જિલ્લામાં યલો એલર્ટ

Gujarat rainfall uapdate: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. 14 સપ્ટેમ્બરે રાજ્યના 250થી વધુ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો, જેના પગલે અમદાવાદ, ભાવનગર સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. જોકે, રાજ્ય પરથી વરસાદનું સંકટ હજુ ટળ્યું નથી. લો-પ્રેશર એરિયા, સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ સહિતની ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી હવામાન વિભાગે 20 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે.

ભાવનગરમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી

હવામાન વિભાગના ત્રણ કલાકના Nowcast અનુસાર, 14 સપ્ટેમ્બરે સાંજે 7થી રાત્રે 10 વાગ્યા દરમિયાન કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, બોટાદ, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી હતી. આ ઉપરાંત અમદાવાદ સહિત રાજ્યના અન્ય 21 જિલ્લાઓમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વરસાદી સ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી રહી છે.

રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના

15 સપ્ટેમ્બરે કચ્છ અને સૌરાષ્ટ્રના સાત જિલ્લાઓ માટે ખાસ ચેતવણી જાહેર કરવામાં આવી છે. કચ્છ, મોરબી, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જૂનાગઢમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે, જેને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારબાદ 16થી 20 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

સાયક્લોનિક સર્ક્યુલેશન ભારે વરસાદ માટે મહત્વપૂર્ણ

પરિબળ IMD અમદાવાદ મુજબ ગુજરાતમાં ત્રણ મુખ્ય વરસાદી સિસ્ટમોની અસર જોવા મળી રહી છે. ઉત્તર ગુજરાત અને અડીને આવેલા રાજસ્થાન પર સક્રિય લો-પ્રેશર એરિયા તથા સાયક્લોનિક સર્ક્યુલેશન ભારે વરસાદ માટે મહત્વપૂર્ણ પરિબળ બની રહ્યા છે. સાથે જ નળિયા અને ઉત્તર ગુજરાત પરથી પસાર થતી મોન્સૂન ટ્રફ ચોમાસાની ગતિવિધિને વેગ આપી રહી છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતથી મધ્ય પ્રદેશ થઈને ઝારખંડ સુધી વિસ્તરેલી ટ્રફ લાઈનને કારણે ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના છે.

Tags:
#IMDUpdate#HeavyRainAlert#GujaratMonsoonવરસાદી સિસ્ટમહવામાન આગાહી
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026