મારું ગુજરાત

ગુજરાતમાં વરસાદનું જોર વધશે! આજે 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, આવતીકાલે 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

12 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
ગુજરાતમાં વરસાદનું જોર વધશે! આજે 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, આવતીકાલે 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ વધુ સક્રિય થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. 12થી 15 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે ગાજવીજ થવાની શક્યતા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે અને કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકે છે. આજે 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે મહિસાગરમાં સવારે ધીમીધારે વરસાદ નોંધાયો હતો. આવતીકાલે 13 સપ્ટેમ્બરે નવસારી, ડાંગ અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા
હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર-પશ્ચિમ તથા પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી અને ઓડિશા-ઉત્તર આંધ્રપ્રદેશના દરિયાકાંઠા નજીક લો-પ્રેશર એરિયા સક્રિય છે. તેની સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય છે, જે આગામી 24 કલાકમાં વધુ મજબૂત બની પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે. ઉત્તર રાજસ્થાનથી લો-પ્રેશર વિસ્તાર સુધીની ટ્રફ પણ સક્રિય છે. જેના કારણે આગામી દિવસોમાં ગાજવીજ અને વીજળી સાથે 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 16 અને 17 સપ્ટેમ્બરે પણ રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેશે. 12 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

વરસાદનું જોર વધવાની શક્યતા
13 સપ્ટેમ્બરથી રાજ્યમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. અમદાવાદ, ખેડા અને આણંદ સહિત ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અનેક સ્થળોએ વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે.

સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી
14 સપ્ટેમ્બરે વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદની આગાહી છે, જ્યારે ભરૂચ, સુરત અને તાપીમાં ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પણ ભારે વરસાદની શક્યતા છે. 15 સપ્ટેમ્બરે વલસાડ, દમણ તથા દાદરા-નગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા અને ગીર સોમનાથમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

7 શહેરોમાં તાપમાન 35°C કે તેથી વધુ
રાજ્યના દરિયાકાંઠાના શહેરો દીવ, વેરાવળ, દ્વારકા અને દમણમાં સરેરાશ તાપમાન 31°Cથી 33°C વચ્ચે રહ્યું હતું. જ્યારે ભુજ, રાજકોટ, સુરેન્દ્રનગર અને ડીસામાં તાપમાન 36°Cને પાર ગયું હતું. રાજ્યના મુખ્ય શહેરોના તાપમાનમાં 5.6°Cનો તફાવત નોંધાયો હતો, જેમાં ભુજમાં 36.6°C અને દીવમાં 31.0°C તાપમાન નોંધાયું હતું.

Tags:
#ગુજરાત#Precaution#સાવચેતી#Forecast#આગાહી
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026