મારું ગુજરાત

'ગુજરાતની હાલત બગડશે!' 17 જિલ્લામાં વરસાદનો ખતરો, બે જિલ્લાના લોકો ફફડ્યા

26 ઑગસ્ટ, 2026•
GVGujaratvandan team
'ગુજરાતની હાલત બગડશે!' 17 જિલ્લામાં વરસાદનો ખતરો, બે જિલ્લાના લોકો ફફડ્યા

Gujarat Rain News: ગુજરાતમાં ચોમાસું શરૂ થયાને 63 દિવસ વીતી ગયા હોવા છતાં રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની અછત યથાવત છે. રાજ્યના 17 જિલ્લામાં 3થી 87 ટકા સુધી વરસાદની ઘટ નોંધાઈ રહી છે. ખાસ કરીને દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર અને કચ્છમાં સ્થિતિ ચિંતાજનક બની છે. વરસાદ ખેંચાતા ખેતરોમાં ઉભો પાક મૂરઝાઈ રહ્યો છે અને ખેડૂતો હવે પાક બચાવવા માટે આકાશ તરફ મીટ માંડીને બેઠા છે.

ખેડૂતોની હાલત કફોડી, આપવીતી જણાવતાં આંખોમાં આંસુ
વરસાદની લાંબી ખેંચના કારણે અનેક વિસ્તારોમાં ખેડૂતોના ખેતરોમાં ઉભો પાક સુકાવા લાગ્યો છે. કૂવા અને બોરના પાણીના સ્તર પણ ઘટી રહ્યા છે. ખેડૂતોના જણાવ્યા મુજબ વાવણી સમયે કરેલો ખર્ચ હવે માથે પડવાની ભીતિ છે. દેવભૂમિ દ્વારકાના ખેડૂતોનું કહેવું છે કે વીઘા દીઠ ₹10થી ₹20 હજાર સુધીનો ખર્ચ કર્યા બાદ પણ પાક બચાવવો મુશ્કેલ બની રહ્યો છે. ઉપજની આશા ઓછી થતાં વેપારીઓ અને દુકાનદારો પણ હવે ઉધાર માલ આપતા ખચકાઈ રહ્યા છે. બીજી તરફ પશુઓ માટે ઘાસચારાની ચિંતા પણ ખેડૂતોને સતાવી રહી છે.

દેવભૂમિ દ્વારકામાં સૌથી ગંભીર સ્થિતિ
રાજ્યમાં દેવભૂમિ દ્વારકાની સ્થિતિ સૌથી વધુ ચિંતાજનક હોવાનું સામે આવ્યું છે. જિલ્લામાં સિઝન દરમિયાન માત્ર આશરે 2 ઈંચ વરસાદ નોંધાયો છે અને સરેરાશની સરખામણીએ વરસાદની ઘટ 87 ટકા સુધી પહોંચી છે. જામનગર, પોરબંદર અને કચ્છ સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની મોટી ઘટ હોવાથી ખેતી પર સંકટ ઘેરાઈ રહ્યું છે.

લીલીછમ દેખાતી મગફળી અંદરથી ખાલી થવાની ભીતિ
ખેતરોમાં મગફળીનો પાક બહારથી લીલોછમ દેખાઈ રહ્યો છે, પરંતુ પૂરતા વરસાદ અને ભેજના અભાવે દાણા ભરાવાની પ્રક્રિયા પર અસર થવાની ભીતિ છે. જો આગામી દિવસોમાં સારો વરસાદ નહીં પડે તો મગફળી સહિતના પાકના ઉત્પાદનમાં ઘટાડો થઈ શકે છે. ઉત્પાદન ઘટશે તો તેની અસર ખેડૂતોની આવક ઉપરાંત ખાદ્યતેલ સહિતની ચીજવસ્તુઓના ભાવ પર પણ પડી શકે છે.

વલસાડમાં 108 ઈંચ વરસાદ, દ્વારકામાં 108 મિમી પણ નહીં
ગુજરાતમાં વરસાદની સ્થિતિમાં ભારે અસમાનતા જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાતના વલસાડમાં સિઝનનો આશરે 108 ઈંચ વરસાદ નોંધાયો છે, જ્યારે દેવભૂમિ દ્વારકામાં 108 મિમી પણ વરસાદ નહીં પડ્યો હોવાનું આંકડાઓ દર્શાવે છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે, જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક જિલ્લાઓ વરસાદની રાહ જોઈ રહ્યા છે.

રાજ્યના 207 જળાશયોમાં 73.43% પાણી
રાજ્યના કુલ 207 જળાશયોમાં અત્યાર સુધીમાં 73.43 ટકા જળસંગ્રહ નોંધાયો છે. નર્મદા ડેમ પણ આશરે 85 ટકા ભરાયો છે. જોકે સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ડેમોમાં જળસંગ્રહનું પ્રમાણ હજુ પણ ઓછું છે. દેવભૂમિ દ્વારકાના જળાશયોમાં માત્ર 0.5 ટકા જેટલો જળસંગ્રહ છે, જ્યારે જામનગરના ડેમોમાં પણ માત્ર 6.85 ટકા પાણી હોવાનું જણાવાયું છે. જો વરસાદ નહીં આવે તો આગામી સમયમાં બંને જિલ્લાઓમાં પીવાના પાણીનો પ્રશ્ન ગંભીર બની શકે છે.

પાક બચાવવા 7 જિલ્લામાં 10 કલાક વીજળી
વરસાદની અછત વચ્ચે ખેડૂતોને પાક બચાવવામાં મદદ મળે તે માટે સરકાર દ્વારા અમરેલી, પોરબંદર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જામનગર અને કચ્છમાં 8 કલાકને બદલે 10 કલાક વીજળી આપવાની શરૂઆત કરવામાં આવી છે. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે જરૂરિયાત મુજબ અન્ય જિલ્લાઓને પણ આ સુવિધાનો લાભ આપવામાં આવશે. સૌની યોજના અને સુજલામ-સુફલામ યોજના હેઠળ પાણી પહોંચાડવાની કામગીરી પણ ચાલુ રાખવામાં આવી છે.

વરસાદ નહીં આવે તો ગ્રામીણ અર્થતંત્ર પર પણ અસર
આગામી દિવસોમાં સારો વરસાદ નહીં પડે તો માત્ર ખેતી જ નહીં પરંતુ ખેડૂતોની આવક પર આધારિત સમગ્ર ગ્રામીણ અર્થતંત્રને અસર થઈ શકે છે. પાકનું ઉત્પાદન ઘટવાથી ખેડૂતોની આવક ઘટશે અને તેની અસર સ્થાનિક વેપાર તથા બજાર પર પણ જોવા મળી શકે છે. હાલ ખેડૂતોની નજર આકાશ પર છે. આગામી દિવસોમાં વરસાદનું આગમન થાય છે કે નહીં તેના પર પાકનું ભવિષ્ય અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોની પાણીની સ્થિતિનો મોટો આધાર રહેશે.

Tags:
સુજલામ સુફલામ યોજનાસૌની યોજનાગુજરાત ડેમ જળસંગ્રહપાણીની અછતપાક સુકાવાનો ભય
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026