મારું ગુજરાત

ગુજરાતમાં ટ્રાફિક નિયમભંગનો કડક એક્શન, 74 હજાર કેસોમાં ₹5 કરોડથી વધુનો દંડ વસૂલાયો

9 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
ગુજરાતમાં ટ્રાફિક નિયમભંગનો કડક એક્શન, 74 હજાર કેસોમાં ₹5 કરોડથી વધુનો દંડ વસૂલાયો

Gujarat Police traffic drive: ગુજરાતમાં ટ્રાફિક નિયમોના ભંગ સામે પોલીસની રાજ્યવ્યાપી ઝુંબેશમાં ઓગસ્ટ 2026 દરમિયાન રોંગ સાઇડ ડ્રાઇવિંગ અને ઓવર સ્પીડિંગના કુલ 74,242 કેસ નોંધાયા છે. આ કાર્યવાહી દરમિયાન વાહનચાલકો પાસેથી ₹5.33 કરોડથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે. 1 ઓગસ્ટથી 31 ઓગસ્ટ દરમિયાન રોંગ સાઇડ ડ્રાઇવિંગના 36,159 કેસમાં ₹3,64,52,000 અને ઓવર સ્પીડિંગના 38,083 કેસમાં ₹1,69,26,900નો દંડ વસૂલાયો હતો.

સ્ટેટ હાઇવે તથા અન્ય માર્ગો પર 20,813 કેસ નોંધાયા
હાઇવે અને મુખ્ય માર્ગો પર ગેરકાયદે પાર્કિંગ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. નેશનલ હાઇવે પર ગેરકાયદે પાર્કિંગના 10,408 કેસ, જ્યારે સ્ટેટ હાઇવે તથા અન્ય માર્ગો પર 20,813 કેસ નોંધાયા છે. ટ્રાફિકમાં અવરોધ ઊભો કરતા વાહનો સામે 5,078 કેસ કરવામાં આવ્યા છે અને 580 વાહનો સામે સીધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અકસ્માતો અને ટ્રાફિકની સમસ્યા ઘટાડવા માટે આ કાર્યવાહી વધુ કડક બનાવવામાં આવી રહી છે.

નંબર પ્લેટ અંગે પણ વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી
બીજી તરફ, વાહનની ઓળખ સરળ બને અને ગુનાખોરી તથા વાહનચોરી પર નિયંત્રણ મેળવી શકાય તે માટે નંબર પ્લેટ અંગે પણ વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. રાજ્યના પોલીસ વડાના આદેશથી 1 સપ્ટેમ્બરથી 14 ઓક્ટોબર 2026 સુધી નંબર પ્લેટ વગરના વાહનો તેમજ વાંકી, ચેડાં કરેલી, અયોગ્ય ફોન્ટ અથવા ખોટા લખાણવાળી નંબર પ્લેટ ધરાવતા વાહનો સામે રાજ્યવ્યાપી કાર્યવાહી કરવામાં આવશે.

વાહનની ચોક્કસ ઓળખમાં મુશ્કેલી ઊભી થઈ
પોલીસ દ્વારા વાહનચાલકોને નંબર પ્લેટ નિયમોનું પાલન કરવા ખાસ સૂચના આપવામાં આવી છે. નંબર પ્લેટ સાથે ચેડાં કરવાથી વાહનની ચોક્કસ ઓળખમાં મુશ્કેલી ઊભી થઈ શકે છે અને કાયદો-વ્યવસ્થા તથા વાહનચોરીની તપાસમાં પણ અડચણ આવી શકે છે. તેથી આગામી દિવસોમાં નંબર પ્લેટની ચકાસણી દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનચાલકો સામે કડક કાર્યવાહી થવાની શક્યતા છે.

Tags:
ગુજરાત વંદનGujarat Vandan#TrafficFine#GujaratTrafficPublic Safety
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026