મારું ગુજરાત

ગુજરાત પોલીસમાં બમ્પર ભરતીનો માર્ગ મોકળો, 500 ડ્રાઈવર કોન્સ્ટેબલની જગ્યાઓ મંજૂર

3 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
ગુજરાત પોલીસમાં બમ્પર ભરતીનો માર્ગ મોકળો, 500 ડ્રાઈવર કોન્સ્ટેબલની જગ્યાઓ મંજૂર

Gujarat Police Recruitment 2026: ગુજરાત પોલીસની કામગીરી વધુ ઝડપી બનાવવા અને રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ મજબૂત કરવા ગૃહ વિભાગે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પોલીસ વિભાગના મોટર ટ્રાન્સપોર્ટ પ્રભાગ માટે ડ્રાઈવર પોલીસ કોન્સ્ટેબલ (આર્મ્ડ) વર્ગ-3ની કુલ 500 જગ્યાઓને સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી લાંબા સમયથી ભરતીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે સરકારી નોકરીની નવી તક ઊભી થઈ છે.

ગૃહ વિભાગ સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી
મળતી માહિતી મુજબ, આજથી લગભગ એક વર્ષ અગાઉ રાજ્યના પોલીસ વડા દ્વારા મોટર ટ્રાન્સપોર્ટ પ્રભાગમાં ડ્રાઈવર કોન્સ્ટેબલ વર્ગ-3ની 500 જગ્યાઓ ભરવા માટે ગૃહ વિભાગ સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. હવે આ દરખાસ્તને સત્તાવાર વહીવટી મંજૂરી મળી છે. 500 જગ્યાઓ માટે સરકાર દ્વારા રૂ.31.16 કરોડથી વધુની નાણાકીય જોગવાઈ પણ કરવામાં આવી છે.

મોટર ટ્રાન્સપોર્ટ પ્રભાગની કાર્યક્ષમતામાં વધારો થવાની આશા
પોલીસ વિભાગમાં ડ્રાઈવરોની અછતને કારણે વાહન વ્યવહાર અને પેટ્રોલિંગની કામગીરીમાં અનેક પડકારો ઊભા થતા હતા. હવે 500 ડ્રાઈવર કોન્સ્ટેબલની ભરતીથી મોટર ટ્રાન્સપોર્ટ પ્રભાગની કાર્યક્ષમતામાં વધારો થવાની આશા છે. નિયમિત પગારધોરણ ધરાવતી આ જગ્યાઓથી પોલીસ વિભાગની કામગીરી સાથે રોજગારની દૃષ્ટિએ પણ ઉમેદવારોને મોટો લાભ મળશે.

કાયદો-વ્યવસ્થાની કામગીરીને વધુ ઝડપ મળશે
ખાસ કરીને આર્મ્ડ કોન્સ્ટેબલરી કેડરમાં ડ્રાઈવરોની સંખ્યા વધવાથી પોલીસ દળની મોબિલિટી વધુ મજબૂત બનશે. પોલીસ વાહનોની ઉપલબ્ધતા અને પેટ્રોલિંગની ક્ષમતામાં વધારો થવાથી કાયદો-વ્યવસ્થાની કામગીરીને વધુ ઝડપ મળશે. જોકે, ભરતીની જાહેરાત, અરજી પ્રક્રિયા અને પરીક્ષાની તારીખ અંગેની સત્તાવાર વિગતો સરકાર અથવા પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર થયા બાદ જ સ્પષ્ટ થશે.

Tags:
ગુજરાત વંદનGujarat Vandan#IndianPolice#Vacancy2026#CareerOpportunity
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026