Gujarat Police recruitment 2026: ગુજરાત પોલીસમાં સરકારી નોકરી મેળવવાની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક કેડરની 3 હજારથી વધુ જગ્યાઓ પર ભરતી કરવાની તૈયારીઓ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. ધોરણ-12 પાસ ઉમેદવારો માટે આ ભરતી એક મોટી તક બની શકે છે.
કઈ કઈ કેડરમાં ભરતી થશે?
મળતી માહિતી પ્રમાણે કુલ આશરે 3,000 જગ્યાઓ ભરવાની તૈયારી છે. જેમાં ત્રણ કેડરનો સમાવેશ થઈ શકે છે:
- UPC - 1,000 જેટલી જગ્યાઓ
- APC - 1,000 જેટલી જગ્યાઓ
- SRPF - 1,000 જેટલી જગ્યાઓ
જોકે, જગ્યાઓની ચોક્કસ સંખ્યા અને કેડરવાર વિભાજનની સત્તાવાર જાહેરાત ભરતી બોર્ડ દ્વારા કરવામાં આવ્યા બાદ જ સ્પષ્ટ થશે.
જાહેરાત ક્યારે બહાર પડી શકે?
પ્રાથમિક માહિતી મુજબ ગુજરાત પોલીસ ભરતીની સત્તાવાર જાહેરાત સપ્ટેમ્બર-ઓક્ટોબર 2026 દરમિયાન બહાર પડવાની શક્યતા છે. જાહેરાત બાદ ડિસેમ્બર 2026થી જાન્યુઆરી 2027 દરમિયાન શારીરિક કસોટી (Physical Test) યોજાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આથી પોલીસ ભરતીની તૈયારી કરી રહેલા ઉમેદવારોએ અત્યારથી જ દોડ, શારીરિક કસોટી અને લેખિત પરીક્ષાની તૈયારી શરૂ કરી દેવી જોઈએ.
લેખિત પરીક્ષા ક્યારે યોજાઈ શકે?
શારીરિક કસોટી પૂર્ણ થયા બાદ માર્ચ-એપ્રિલ 2027 દરમિયાન લેખિત પરીક્ષા યોજાય તેવી શક્યતા છે. હાલ હજારો ઉમેદવારો ભરતીની જાહેરાતની રાહ જોઈ રહ્યા છે. જોકે, ભરતીની જગ્યાઓ, લાયકાત, ઉંમર મર્યાદા, શારીરિક માપદંડ, અભ્યાસક્રમ અને પરીક્ષાની તારીખ અંગેની અંતિમ માહિતી સત્તાવાર નોટિફિકેશન બહાર પડ્યા બાદ જ માન્ય ગણાશે.
નોંધ: ઉપરોક્ત ભરતીની તારીખો અને જગ્યાઓ હાલમાં સંભવિત/પ્રાથમિક માહિતી તરીકે છે; ઉમેદવારોએ અંતિમ જાહેરાત માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની સત્તાવાર માહિતી અવશ્ય ચકાસવી.








