મારું ગુજરાત

ગુજરાત પોલીસ ભરતીમાં મોટો મોકો, ગ્રામ્ય વિસ્તારો માટે PSIની 200 નવી જગ્યાઓ મંજૂર

19 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
ગુજરાત પોલીસ ભરતીમાં મોટો મોકો, ગ્રામ્ય વિસ્તારો માટે PSIની 200 નવી જગ્યાઓ મંજૂર

Gujarat police PSI recruitment 2026: ગુજરાત પોલીસ વિભાગમાં ભરતીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકારે ગ્રામ્ય સુરક્ષા કવચ યોજના (GSKY) હેઠળ બિનહથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર એટલે કે PSIની 200 નવી જગ્યાઓ ઊભી કરવાની મંજૂરી આપી છે. નવી જગ્યાઓ મંજૂર થતાં રાજ્યના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ તંત્રને વધુ મજબૂત બનાવવામાં મદદ મળશે.

ગૃહ વિભાગે 200 નવી PSI જગ્યાઓને આપી મંજૂરી
ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા PSIની 200 નવી જગ્યાઓ અંગે સત્તાવાર ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે. 27 એપ્રિલ 2026ના ગૃહ વિભાગના મંજૂરી પત્રના આધારે પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીની કચેરી દ્વારા સેવા વર્ષ 2026-27 માટે નવી જગ્યાઓની દરખાસ્ત કરવામાં આવી હતી. આ દરખાસ્તને હવે રાજ્ય સરકારે મંજૂરી આપી છે.

વિવિધ ગ્રામ્ય પોલીસ સ્ટેશનોમાં જગ્યાઓ ફાળવાશે
GSKY યોજના હેઠળ મંજૂર થયેલી 200 PSIની જગ્યાઓ ગુજરાતના વિવિધ જિલ્લાઓના પોલીસ સ્ટેશનોમાં ફાળવવામાં આવશે. આ જગ્યાઓ પર પસંદગી અને ભરતીની પ્રક્રિયા પ્રવર્તમાન ભરતી નિયમો અનુસાર હાથ ધરવામાં આવશે. નવી ભરતીથી ગ્રામ્ય વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની કામગીરી વધુ અસરકારક બનાવવાનો હેતુ છે.

ઉમેદવારો માટે લાયકાત અને તાલીમના નિયમો યથાવત
નવી PSI ભરતી માટે ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા અને અન્ય પાત્રતા ગુજરાત પોલીસ ભરતીના પ્રવર્તમાન નિયમો મુજબ રહેશે. પસંદગી પામેલા ઉમેદવારોને નિયમો અનુસાર પોલીસ તાલીમ આપવામાં આવશે અને ત્યારબાદ જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં નિમણૂક આપવામાં આવશે. ઉમેદવારો માટે કમ્પ્યુટર કૌશલ્ય તેમજ રાજ્ય સરકાર દ્વારા નિર્ધારિત ભાષાકીય પરીક્ષાની જોગવાઈઓ પણ લાગુ પડશે.

PSIનું પગાર ધોરણ ₹36,600થી ₹1,16,600 સુધી
GSKY યોજના હેઠળ મંજૂર થયેલી 200 PSIની જગ્યાઓ માટે થનારો ખર્ચ ગુજરાત સરકારના બજેટમાં કરવામાં આવેલી જોગવાઈમાંથી કરવામાં આવશે. આ જગ્યાઓ પર નિમણૂક પામનારા ઉમેદવારોને ₹36,600થી ₹1,16,600 સુધીનું પગાર ધોરણ મળવાનું રહેશે. જોકે, ભરતીની ચોક્કસ પ્રક્રિયા, તારીખ અને અન્ય વિગતો માટે ઉમેદવારોએ સત્તાવાર ભરતી જાહેરાતની રાહ જોવી જરૂરી રહેશે.

Tags:
ગુજરાત વંદનGujarat Vandan#PoliceUpdates#RecruitmentAnnouncement#ભરતીજાહેરાત
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026