મારું ગુજરાત

ગુજરાતના મોટા શહેરોમાં નવા મેયર કોણ? સંપૂર્ણ લિસ્ટ અહીં વાંચો

26 મે, 2026•
GVGujaratvandan team
ગુજરાતના મોટા શહેરોમાં નવા મેયર કોણ? સંપૂર્ણ લિસ્ટ અહીં વાંચો

Gujarat Municipal Corporation New Mayor List : ગુજરાતની વિવિધ મહાનગરપાલિકાઓમાં નવા શાસકોની પસંદગી અંગે ચાલી રહેલી ચર્ચાઓનો અંત આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડ દ્વારા મંજૂર થયેલા નામોને આધારે રાજ્યની અનેક મહાનગરપાલિકાઓમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને અન્ય અગત્યના પદાધિકારીઓની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદથી લઈને નવસારી અને મોરબી સુધી અનેક શહેરોમાં નવી ટીમ હવે શહેરી વિકાસની જવાબદારી સંભાળશે.

હિતેશ બારોટ બન્યા અમદાવાદના મેયર
અમદાવાદ મહાનગરપાલિકામાં આ વખતે થલતેજ વોર્ડના કોર્પોરેટર હિતેશ બારોટને શહેરના નવા મેયર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. હવે તેઓ અમદાવાદના વિકાસકાર્યોને આગળ વધારશે. સાબરમતી વોર્ડના અંજુબેન શાહને ડેપ્યુટી મેયરનું મહત્વપૂર્ણ પદ સોંપવામાં આવ્યું છે. ખોખરા વોર્ડના કમલેશ પટેલને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જવાબદારી મળી છે. ઉપરાંત શાહીબાગ વોર્ડના જશુભાઈ ઠાકોરને શાસક પક્ષના નેતા અને ચાંદખેડાના અતુલ મિશ્રાને દંડક તરીકે નિમણૂક કરવામાં આવી છે.

જામનગર મહાનગરપાલિકામાં પણ નવી ટીમ જાહેર
જામનગર મહાનગરપાલિકામાં પણ નવી ટીમ જાહેર થઈ છે. શહેરના નવા મેયર તરીકે મોનિકા વ્યાસની પસંદગી કરવામાં આવી છે. રાકેશ ડેર ડેપ્યુટી મેયર બનશે જ્યારે કિરણ મોનાણી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે કામગીરી સંભાળશે. અમર મોદીને શાસક પક્ષના નેતા તરીકે અને પ્રવિણાબેન રૂપડિયાને દંડક તરીકે જવાબદારી આપવામાં આવી છે.

મોરબીમાં કોને મળી સત્તા?
મોરબી મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 8ના કોર્પોરેટર ઉત્તમ સુરાણી શહેરના નવા મેયર બન્યા છે. ચિરાગ રાણપરાને ડેપ્યુટી મેયર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જયંતીભાઈ પડસુંભિયાની પસંદગી થઈ છે. ઉપરાંત અર્પિતાબા જાડેજાને શાસક પક્ષના નેતા અને જયેશભાઈ દેસાઈને દંડક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

નવસારીમાં કોને મળ્યું મેયરનું પદ?
નવસારી મહાનગરપાલિકામાં પણ નવી ટીમે કાર્યભાર સંભાળવા તૈયારી શરૂ કરી છે. અશોક ધોરાજીયા શહેરના મેયર તરીકે પસંદ થયા છે. કેયુરી દેસાઈને ડેપ્યુટી મેયરનું પદ મળ્યું છે જ્યારે મુકેશ અગ્રવાલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા છે. નરેશ પુરોહિતને શાસક પક્ષના નેતા અને રાકેશ પટેલને દંડક તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

ગાંધીધામમાં પણ નવા પદાધિકારીઓની જાહેરાત
કચ્છના મહત્વપૂર્ણ ઔદ્યોગિક શહેર ગાંધીધામમાં પણ નવા પદાધિકારીઓની જાહેરાત કરવામાં આવી છે. દિવ્યા નાથાણી શહેરના નવા મેયર બન્યા છે. નવીન જરૂંને ડેપ્યુટી મેયર તરીકે પસંદ કરવામાં આવ્યા છે.જ્યારે તેજસ શેઠને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.

મહેસાણા મહાનગરપાલિકાના નવા હોદ્દેદારોની જાહેરાત
મહેસાણા મહાનગરપાલિકાના નવા હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં વરણીમાં મેયર તરીકે વોર્ડ નંબર 11ના સોનલબેન ઓઝા, ડેપ્યુટી મેયર તરીકે વોર્ડ નંબર 12ના રમેશભાઈ રાજપૂત અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે વોર્ડ નંબર 5ના દીપક પટેલની પસંદગી કરવામાં આવી છે. આ ઉપરાંત, મહાનગરપાલિકામાં પક્ષના નેતા તરીકે વિશાલસિંહ ઠાકોર અને દંડક તરીકે અનિલ દેસાઈની વરણી કરવામાં આવી છે.

નડિયાદ મહાનગરપાલિકાના મેયર
નડિયાદ મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે વોર્ડ નંબર 11ના મનીષ પટેલની પસંદગી કરવામાં આવી છે. ડેપ્યુટી મેયર તરીકે કલ્પેશ રાવળ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે પરાગ બ્રહ્મભટ્ટ , શાસક પક્ષના નેતા તરીકે મેઘના વિકાસકુમાર શાહ અને દંડક તરીકે પુષ્પાબેન પરમારનું નામ જાહેર કરાયું છે. રાજ્યની મહાનગરપાલિકાઓમાં જાહેર થયેલી આ નવી ટીમો આગામી સમયમાં શહેરોના વિકાસ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સફાઈ, ટ્રાફિક વ્યવસ્થા અને નાગરિક સુવિધાઓ જેવા મુદ્દાઓ પર મહત્વપૂર્ણ નિર્ણયો લેતી જોવા મળશે. નવી નિમણૂકો બાદ સ્થાનિક રાજકારણમાં પણ નવી ચર્ચાઓ શરૂ થઈ છે.

Tags:
Gujarat UpdatesBreaking News GujaratRajkot MayorVadodara MayorSurat Mayor
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026