મારું ગુજરાત

દારૂબંધીનો ઢોલ, પણ અમલ ક્યાં? 48 હજારથી વધુ ફરિયાદો છતાં કાર્યવાહી શૂન્ય

2 ડિસેમ્બર, 2025•
GVGujaratvandan team
દારૂબંધીનો ઢોલ, પણ અમલ ક્યાં? 48 હજારથી વધુ ફરિયાદો છતાં કાર્યવાહી શૂન્ય

Gujarat liquor ban failure: ગુજરાતમાં દારૂબંધીનો કાયદો માત્ર કાગળો સુધી સીમિત થઈ રહ્યો હોવાનો આક્ષેપ ફરી સ્પષ્ટ થયો છે. નાયબ મુખ્યમંત્રીએ જ જાહેર મંચ પરથી વચન આપ્યું હતું કે, જો દારૂ કે ડ્રગ્સની કોઈ જાણ મળે તો 24 કલાકમાં દરોડા પાડી દઈશું. છતાં હકીકતમાં સરકાર અને પોલીસ વિભાગને છેલ્લા ત્રણ વર્ષમાં મળેલી દારૂ-ડ્રગ્સ સંબંધિત 48 હજારથી વધુ ફરિયાદો પર કોઈ નોંધપાત્ર કાર્યવાહી થયાનું સામે આવ્યું નથી. ગૃહવિભાગે આંકડા સ્વીકાર્યા હોવા છતાં કયા પગલાં લેવામાં આવ્યા તેની પારદર્શિતાનો અભાવ જોવા મળે છે.

દારૂબંધી વચ્ચે બુટલેગરો બેફામ
રાજ્યમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો, ડ્રગ પેડલરો અને તેમનું નેટવર્ક નિર્ભય બની ગયું છે. રાજકીય આશ્રય હોવાના આક્ષેપો વર્ષોથી થાય છે અને હાલની પરિસ્થિતિ તે શંકાને વધુ ગાઢ બનાવે છે. ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી સહિત અનેક સામાજિક જૂથો દારૂ અને ડ્રગ્સના દૂષણ સામે રાજ્યવ્યાપી અભિયાન ચલાવી રહ્યા છે, તેમણે જનમેદનીનું સમર્થન પણ મળી રહ્યો છે. પરિણામે સરકાર પર દબાણ વધ્યું છે, છતાં જમીન સ્તરે બદલાવ દેખાતો નથી.

ત્રણ વર્ષમાં 48,387 ફરિયાદો, પરંતુ પરિણામ શૂન્ય
સરકારે રજૂ કરેલા આંકડા પ્રમાણે વર્ષ 2020–21 દરમિયાન 14,214, વર્ષ 2021–22માં 17,857 અને 2023–24 દરમિયાન 16,316 ફરિયાદો પ્રાપ્ત થઈ હતી. કુલ મળીને ત્રણ વર્ષમાં 48,387 ફરિયાદો નોંધાઈ, પરંતુ શું કાર્યવાહી થઈ અને કેટલી રેડ સફળ રહી તેની કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી. દારૂબંધીના અમલ પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.

અમદાવાદ અને સુરત સૌથી આગળ
રાજ્યના દરેક જિલ્‍લામાં દારૂ-ડ્રગ્સ અંગે ફરિયાદો મળી છે, જોકે સૌથી વધુ ફરિયાદોની નોંધ અમદાવાદ અને સુરતમાં થઈ છે. પોલીસ દ્વારા દરોડા પાડી દેખાડો કરવાની ઘટના તો બને છે, પરંતુ અસરકારક કાર્યવાહીનો અભાવ હોવાથી દૂષણ યથાવત રહ્યું છે.

સરકાર-પોલીસની છત્રછાયા હોવાનો ગંભીર આક્ષેપ
દર વર્ષે 1500થી વધુ ફરિયાદો છતાં પોલીસનું ઢીલું વલણ લોકોમાં શંકાનો વિષય બન્યું છે. સરકાર દારૂબંધીનો ઢોલ પીટે છે, પરંતુ કાયદાનું અમલીકરણ નબળું છે. લોકોમાં માન્યતા પેદા થઈ રહી છે કે, બુટલેગરોને માત્ર પોલીસ જ નહીં, પરંતુ રાજકીય સંરક્ષણ પણ મળતું હશે.

ઇનામની જાહેરાત છતાં મોટાં બુટલેગરો અદ્રશ્ય
વર્ષ 2024માં સ્ટેટ મોનિટરીંગ સેલે મુખ્ય બુટલેગરોને પકડાવવા માટે 20 હજારથી લઈને એક લાખ રૂપિયા સુધીનાં ઈનામ જાહેર કર્યા હતા. છતાં વર્ષ પૂર્ણ થયા પછી પણ મોટી માછલીઓ પોલીસને હાથ ન લાગી. સામાન્ય ગુનામાં ઝડપથી આરોપીઓ ઝડપતી પોલીસ બુટલેગરો સુધી ન પહોંચી શકતી હોવાની વાત લોકોમાં શંકા જન્માવે છે.

પોલીસ પર 28 હુમલા, 29 આરોપીઓ ફરાર
બૂટલેગરોની હિંમત એટલી વધી ગઈ છે કે, છેલ્લા ત્રણ વર્ષમાં 28 વખત પોલીસ પર જ હુમલા થયા છે, જેમાં 21 કર્મચારીઓ ઘાયલ થયા છે. ચિંતાજનક વાત એ છે કે, આ હુમલાઓમાં સામેલ 29 ગુનેગારો આજ સુધી પકડાયા નથી. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી નામની વ્યવસ્થા માત્ર નામ પૂરતી રહી હોય એવું ચિત્ર ઊભું થયું છે. ફરિયાદો વધતી જાય છે, પરંતુ વાસ્તવિક કાર્યવાહી ન થવાથી સરકાર અને પ્રણાલી બંને પર સવાલો ઊભા થઈ રહ્યા છે.

Tags:
Prohibition GujaratGujarat Alcohol BanLiquor Ban Gujaratગાંધીનુંગુજરાતગાંધીનું ગુજરાત
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026