મારું ગુજરાત

રેલવે ટ્રેક ઓળંગતી વખતે અકસ્માતે મોત થાય તો પણ વળતર ચૂકવવું પડશે, ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો

26 નવેમ્બર, 2026•
GVGujaratvandan team
રેલવે ટ્રેક ઓળંગતી વખતે અકસ્માતે મોત થાય તો પણ વળતર ચૂકવવું પડશે, ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો

Gujarat High Court Railway Compensation: રેલવે ટ્રેક ઓળંગતી વખતે અકસ્માતમાં કોઈ મુસાફરનું મૃત્યુ થાય તો માત્ર ટ્રેક ક્રોસ કરવાની બેદરકારીના આધારે તેના પરિવારને વળતર આપવાનો ઇનકાર કરી શકાય નહીં. ગુજરાત હાઈકોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે રેલવે તંત્ર મુસાફરની બેદરકારીનું કારણ આગળ ધરી પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહીં. હાઈકોર્ટે રેલવે ક્લેમ્સ ટ્રિબ્યુનલનો વળતર નકારતો નિર્ણય રદ કરીને મૃતકના પરિવારજનોને 9 ટકા વ્યાજ સાથે રૂ. 8 લાખ ચૂકવવાનો આદેશ આપ્યો છે.

મુસાફરની બેદરકારીના આધારે વળતર નકારી શકાય નહીં
ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું હતું કે રેલવે ટ્રેક પર અકસ્માતમાં મૃત્યુના કિસ્સામાં માત્ર ટ્રેક ઓળંગવાની બેદરકારીના આધારે વળતર નકારવાનો રેલવે ટ્રિબ્યુનલનો અભિગમ ખામીયુક્ત છે અને રેલવે અકસ્માત વળતર કાયદાની જોગવાઈઓ વિરુદ્ધ છે. હાઈકોર્ટે નોંધ્યું હતું કે વ્યસ્ત રેલવે સ્ટેશનો અને યાર્ડ્સમાં મુસાફરોને પ્લેટફોર્મ સુધી પહોંચવા અથવા પરિસરમાંથી બહાર નીકળવા માટે ઘણી વખત ટ્રેક ઓળંગવાની ફરજ પડે છે. ખાસ કરીને જ્યાં ફૂટ ઓવરબ્રિજ દૂર હોય, દુર્ગમ હોય અથવા ભીડને કારણે તેનો ઉપયોગ મુશ્કેલ બનતો હોય ત્યાં આવી સ્થિતિ સર્જાય છે. આવા સંજોગોમાં રેલવે તંત્ર મુસાફરના આ કૃત્યને મુસાફરીની બેદરકારી કે ગુનાહિત કૃત્ય ગણાવીને વળતરની જવાબદારીમાંથી મુક્ત થઈ શકે નહીં.

પરિવારજનોને 9 ટકા વ્યાજ સાથે રૂ. 8 લાખ ચૂકવવાનો આદેશ
આ કેસમાં જસ્ટિસ દિવ્યેશ એ. જોશીએ રેલવે ક્લેમ્સ ટ્રિબ્યુનલ દ્વારા વળતર નકારવાના નિર્ણયને ગેરકાયદે અને રદબાતલ ઠરાવ્યો હતો. હાઈકોર્ટે મૃતક યુવકના આશ્રિતોને રૂ. 8 લાખનું વળતર 9 ટકા વ્યાજ સાથે ચૂકવવાનો આદેશ આપ્યો હતો. રાજબહાદુર અને અન્ય દ્વારા યુનિયન ઓફ ઈન્ડિયા સામે દાખલ કરવામાં આવેલી ફર્સ્ટ અપીલમાં હાઈકોર્ટે આ ચુકાદો આપ્યો હતો.

શું હતી સમગ્ર ઘટના?
કેસની હકીકત મુજબ, 18 જુલાઈ, 2023ના રોજ એક યુવક કાનપુર સેન્ટ્રલથી અમદાવાદ આવતી હાવડા-ગાંધીધામ ગરબા સુપરફાસ્ટ એક્સપ્રેસમાં માન્ય ટિકિટ સાથે મુસાફરી કરી રહ્યો હતો. ટ્રેનના જનરલ કોચમાં ભારે ભીડ હતી. આ દરમિયાન ટ્રેનને અચાનક ઝટકો લાગતાં યુવક ટ્રેનમાંથી નીચે પડી ગયો હતો. ટ્રેન સાથે ઘસડાવાને કારણે તેને ગંભીર ઈજાઓ થઈ હતી. ત્યારબાદ યુવક ટ્રેકની બીજી તરફ જવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે અમદાવાદ-વડોદરા મેમુ સ્પેશિયલ ટ્રેનની અડફેટે આવી ગયો હતો. આ અકસ્માતમાં તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.

રેલવે ટ્રિબ્યુનલે વળતરની અરજી ફગાવી હતી
યુવકના મૃત્યુ બાદ તેના પરિવારજનોએ રૂ. 8 લાખના વળતર માટે રેલવે ક્લેમ્સ ટ્રિબ્યુનલમાં અરજી કરી હતી. જોકે, ટ્રિબ્યુનલે 7 નવેમ્બર, 2024ના રોજ આ અરજી ફગાવી દીધી હતી. ટ્રિબ્યુનલના નિર્ણયથી અસંતુષ્ટ પરિવારજનોએ ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરી હતી. હાઈકોર્ટે કેસની હકીકતો અને કાયદાકીય જોગવાઈઓને ધ્યાનમાં રાખીને ટ્રિબ્યુનલનો નિર્ણય રદ કર્યો અને પરિવારજનોને 9 ટકા વ્યાજ સાથે રૂ. 8 લાખનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો.

Tags:
GujaratVandanIndian RailwaysRs 8 Lakh CompensationRailway Claims TribunalRailway Accident Death
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026