મારું ગુજરાત

ગુજરાતમાં ચોમાસાના રોગચાળા પર કાબૂ, H1N1ને લઈને આરોગ્ય મંત્રીની મોટી સ્પષ્ટતા

24 ઑગસ્ટ, 2026•
GVGujaratvandan team
ગુજરાતમાં ચોમાસાના રોગચાળા પર કાબૂ, H1N1ને લઈને આરોગ્ય મંત્રીની મોટી સ્પષ્ટતા

Gujarat health minister: ગુજરાતમાં ચોમાસા દરમિયાન પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાની સ્થિતિ તેમજ સીઝનલ ફ્લૂ (H1N1) સામેની તૈયારીઓની સમીક્ષા કરવા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલી આ બેઠકમાં રાજ્યની સિવિલ હોસ્પિટલોના તબીબી અધિક્ષકો, મેડિકલ કોલેજોના ડિન ઉપરાંત જિલ્લા અને મહાનગરપાલિકાના વરિષ્ઠ આરોગ્ય અધિકારીઓ જોડાયા હતા.

ચોમાસામાં આરોગ્ય વિભાગની કામગીરીને બિરદાવી
આરોગ્ય મંત્રીએ ચોમાસા દરમિયાન આરોગ્ય વિભાગ, સુરત મહાનગરપાલિકા અને વિવિધ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે ઝાડા-ઉલટી, ટાઇફોઇડ, કોલેરા, મલેરિયા, ચિકનગુનિયા, કમળો તેમજ સીઝનલ ફ્લૂ જેવા રોગોના દર્દીઓને સરકારી હોસ્પિટલોમાં સમયસર અને ગુણવત્તાયુક્ત સારવાર આપવામાં આવી રહી છે. તબીબો અને આરોગ્ય કર્મચારીઓની કામગીરીના કારણે ગુજરાતનું હેલ્થ મોડલ દેશભરમાં ઉદાહરણરૂપ બન્યું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

H1N1ને લઈને રાજ્યમાં હાલ ચિંતા નહીં
દિલ્હી અને મુંબઈ જેવા શહેરોમાં સીઝનલ ફ્લૂના કેસ સામે આવી રહ્યા છે. આ શહેરોમાંથી ફ્લાઇટ, ટ્રેન અને બસ મારફતે લોકોનું ગુજરાતમાં સતત આવાગમન રહેતું હોવાથી રાજ્યમાં પણ તકેદારી વધારવામાં આવી છે. આરોગ્ય મંત્રીએ સ્પષ્ટ કર્યું કે ગુજરાતમાં હાલ H1N1ની સ્થિતિ ગંભીર નથી. ગાંધીનગરમાં અત્યાર સુધીમાં માત્ર બે કેસ નોંધાયા છે અને બંને દર્દીઓની હાલત સ્થિર હોવાનું જણાવાયું છે. તેમણે નાગરિકોને કોઈપણ પ્રકારની ગભરાટ ન રાખવા અપીલ કરી છે.

2019ની ગાઇડલાઇન પ્રમાણે સારવાર કરવા આદેશ
આરોગ્ય વિભાગે તમામ સરકારી હોસ્પિટલોમાં H1N1ના સેમ્પલિંગ, ટેસ્ટિંગ અને સારવારની પ્રક્રિયા વર્ષ 2019માં જાહેર કરાયેલી માર્ગદર્શિકા મુજબ જ કરવા સૂચના આપી છે. ઇમરજન્સી વિભાગ, તબીબો અને નર્સિંગ સ્ટાફને પણ જરૂરી પ્રોટોકોલ અંગે યોગ્ય માર્ગદર્શન આપવા અધિકારીઓને જણાવાયું છે.

દવા, ઓક્સિજન અને વેન્ટિલેટરની પૂરતી વ્યવસ્થા રાખવા સૂચના
રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોમાં જરૂરી દવાઓ, ઓક્સિજન અને વેન્ટિલેટરની પૂરતી ઉપલબ્ધતા જાળવવા નિર્દેશ આપવામાં આવ્યા છે. કોઈ હોસ્પિટલમાં સ્ટાફ અથવા ટેકનિકલ સમસ્યા ઊભી થાય તો તેનો સ્થાનિક સ્તરે તાત્કાલિક ઉકેલ લાવવા પણ જણાવાયું છે, જેથી દર્દીઓની સારવારમાં કોઈ વિક્ષેપ ન આવે. આ સાથે હોસ્પિટલ પરિસરમાં સ્વચ્છતા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા અને ચોમાસા દરમિયાન રોગચાળાને રોકવા માટે સતત તકેદારી રાખવા આરોગ્ય અધિકારીઓને ખાસ સૂચના આપવામાં આવી છે.

Tags:
Gujarat Vandanગુજરાત વંદનગુજરાત અપડેટLatest News Gujarat#GujaratNews
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026