મારું ગુજરાત

કોડીનયુક્ત સિરપના ગેરકાયદે વેચાણ પર ફૂડ વિભાગનો ભારે સપાટો: અમદાવાદમાં ₹83 લાખનો જથ્થો ફ્રીઝ, કલોલમાં ફાર્માનું લાઇસન્સ રદ

8 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
કોડીનયુક્ત સિરપના ગેરકાયદે વેચાણ પર ફૂડ વિભાગનો ભારે સપાટો: અમદાવાદમાં ₹83 લાખનો જથ્થો ફ્રીઝ, કલોલમાં ફાર્માનું લાઇસન્સ રદ

Gujarat Food & Drugs Dept Raid: ગુજરાતમાં નશાકારક અને નિયમવિરૂદ્ધ વેચાતી દવાઓ સામે રાજ્ય સરકાર અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે લાલ આંખ કરી છે. રાજ્યના આરોગ્ય મંત્રીની કડક સૂચના બાદ સમગ્ર ગુજરાતમાં એક સાથે સ્પેશિયલ ચેકિંગ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. યુવાધનને નશાના કાળા કારોબારથી બચાવવા માટે તંત્ર દ્વારા આ આક્રમક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જેનાથી કાળો કારોબાર કરતા વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

બાલાજી ફાર્મા પર દરોડો: ₹83.07 લાખનો જથ્થો સીઝ
આ વિશેષ તપાસ ઝુંબેશ દરમિયાન અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં આવેલી જાણીતી 'બાલાજી ફાર્મા' પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ સરપ્રાઇઝ દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન નિયમોના ગંભીર ભંગ બદલ 'Rexton-T Syrup' નો અતિ વિશાળ જથ્થો મળી આવ્યો હતો. અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહી કરીને રૂ. 83.07 લાખની કિંમતનો આ સમગ્ર જથ્થો પ્રતિબંધિત કરીને ફ્રીઝ કરી દીધો છે.

કલોલની હેલ્થ પોઇન્ટ ફાર્માનું લાઇસન્સ કાયમ માટે રદ
તપાસનો દોર આગળ ધપાવતા ગાંધીનગર જિલ્લાના કલોલમાં આવેલી 'હેલ્થ પોઇન્ટ ફાર્મા' સામે પણ મોટું કડક પગલું લેવામાં આવ્યું છે. આ ફાર્મા દ્વારા કોડીનયુક્ત દવાઓના વેચાણમાં નિયમોનો ખુલ્લેઆમ અને ગંભીર ભંગ કરવામાં આવી રહ્યો હોવાનું સામે આવ્યું હતું. આ ગેરરીતિને ધ્યાને રાખીને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે હેલ્થ પોઇન્ટ ફાર્માનો દવા વેચાણ કરવાનો પરવાનો તાત્કાલિક અસરથી રદ કરી દીધો છે.

શંકાસ્પદ વેપાર કરતી વધુ 7 પેઢીઓને કારણદર્શક નોટિસ
કેવળ દરોડા કે લાઇસન્સ રદ કરવા સુધી જ નહીં, પરંતુ સમગ્ર રાજ્યમાંથી આ દૂષણ નાબૂદ કરવા માટે તંત્ર સક્રિય બન્યું છે. તપાસ દરમિયાન કોડીન ધરાવતી કફ સિરપ અને અન્ય દવાનો શંકાસ્પદ વેપાર કરતી રાજ્યની વધુ 7 જાણીતી ફાર્માસ્યુટિકલ પેઢીઓ સામે કાયદાકીય કલમો હેઠળ 'કારણદર્શક નોટિસ' (Show Cause Notice) ફટકારવામાં આવી છે.

ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના દવા વેચનાર સામે થશે કડક કાર્યવાહી
આરોગ્ય વિભાગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે ડોક્ટરના યોગ્ય પ્રિસ્ક્રિપ્શન વગર અથવા ચોપડે ચોક્કસ નોંધ રાખ્યા વગર કોડીનયુક્ત સિરપ કે દવાઓ વેચનાર મેડિકલ સ્ટોર્સ અને ડિસ્ટ્રિબ્યુટર્સ સામે કોઇપણ જાતની ચલાવી લેવામાં આવશે નહીં. આવા વેપારીઓ સામે સીધા લાઇસન્સ રદ્દીકરણ સુધીના કડક પગલાં લેવામાં આવશે. આવનારા દિવસોમાં પણ રાજ્યના તમામ જિલ્લાઓમાં આ પ્રકારની આકસ્મિક તપાસ ચાલુ રાખવામાં આવશે.

Tags:
Criminal OffenceHealth SafetyGovernment ActionNarcoticsDrug Trafficking
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026