મારું ગુજરાત

ખેડૂતોની ચિંતા વધી! કપાસમાં ગુલાબી ઈયળ, મગફળીમાં ફૂગ, વરસાદ ખેંચાતા પાક સુકાવાની ભીતિ

1 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
ખેડૂતોની ચિંતા વધી! કપાસમાં ગુલાબી ઈયળ, મગફળીમાં ફૂગ, વરસાદ ખેંચાતા પાક સુકાવાની ભીતિ

Gujarat Crop Disease: ગુજરાતના ખેડૂતો માટે આ વર્ષે પડતા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે. રાજ્યના મુખ્ય રોકડિયા પાક એવા કપાસ અને મગફળીમાં રોગ-જીવાતનો ઉપદ્રવ વધ્યો છે. બીજી તરફ, વરસાદ ખેંચાતા ખેતરોમાં ભેજની અછત સર્જાઈ રહી છે, જેના કારણે પાક સુકાઈ જવાની ભીતિ વચ્ચે ખેડૂતોની ચિંતા વધી છે.

કપાસમાં ગુલાબી ઈયળ અને સુકારાનો પ્રકોપ
કપાસના વાવેતર બાદ સારા ઉત્પાદનની આશા રાખી રહેલા ખેડૂતોને હવે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક વિસ્તારોમાં કપાસના પાકમાં સુકારો (પેરા-વિલ્ટ) અને ગુલાબી ઈયળનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. ગુલાબી ઈયળના કારણે કપાસના જીંડવાને નુકસાન થવાની ફરિયાદો સામે આવી રહી છે. જ્યારે કેટલાક વિસ્તારોમાં કપાસના છોડ ઊભા-ઊભા સુકાઈ રહ્યા છે. કૃષિ નિષ્ણાતોના મતે, જો સમયસર જીવાત અને રોગનું નિયંત્રણ કરવામાં નહીં આવે તો કપાસના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે.

મગફળીમાં પણ ફૂગજન્ય રોગો વધ્યા
કપાસ બાદ મગફળીના પાકની સ્થિતિ પણ ખેડૂતો માટે ચિંતાજનક બની છે. જમીનમાં પૂરતો ભેજ ન હોવા અને વાતાવરણમાં થઈ રહેલા ફેરફારને કારણે મગફળીમાં વિવિધ ફૂગજન્ય રોગો જોવા મળી રહ્યા છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, અનેક ખેતરોમાં લીલાછમ દેખાતા મગફળીના છોડ હવે પીળા પડીને સુકાઈ રહ્યા છે. મૂળખાઈ અને પાનના ટપકાં જેવા રોગોના કારણે પાકને નુકસાન થવાની ભીતિ છે.

વરસાદની ખેંચથી ખેડૂતોની મુશ્કેલી વધી
હાલ વરસાદ પૂરતો ન પડતાં ખેડૂતો કૂવા, બોર અને ટપક સિંચાઈના સહારે પાક બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કેટલાક વિસ્તારોમાં ભૂગર્ભ જળસ્તર નીચું જતાં સિંચાઈ માટેનું પાણી પણ મુશ્કેલીથી મળી રહ્યું છે. ખેડૂતો હવે વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. પાકને પૂરતો ભેજ ન મળતાં આગામી દિવસોમાં સ્થિતિ વધુ ગંભીર બનવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

નર્મદાનું પાણી છેવાડાના ગામો સુધી પહોંચાડવાની માગ
પાક બચાવવા માટે ખેડૂતો દ્વારા નર્મદા નહેરનું પાણી છેવાડાના વિસ્તારો સુધી પહોંચાડવાની માગ કરવામાં આવી રહી છે. ખેડૂતોનું કહેવું છે કે જો સમયસર સિંચાઈનું પાણી ઉપલબ્ધ કરાવવામાં આવે તો વરસાદની ખેંચ વચ્ચે પાકને બચાવી શકાય તેમ છે. સાથે જ ખેડૂતો દ્વારા સૌની યોજના હેઠળ પાણીની ઉપલબ્ધતા અંગે પણ સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. હાલ ખેડૂતોની નજર આકાશ તરફ છે અને આગામી દિવસોમાં સારો વરસાદ પડે તેવી આશા રાખી રહ્યા છે.

સારો વરસાદ નહીં પડે તો મોટું નુકસાન થવાની ભીતિ
કપાસ અને મગફળી જેવા મહત્વના પાકમાં રોગ-જીવાતનો પ્રકોપ અને બીજી તરફ વરસાદની ખેંચને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. જો આગામી દિવસોમાં સાર્વત્રિક અને સારો વરસાદ નહીં થાય, તો પાકના ઉત્પાદન પર તેની સીધી અસર પડી શકે છે અને ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવી શકે છે.

Tags:
ખેડૂતોની મુશ્કેલીનર્મદા પાણીસૌની યોજનાવરસાદની ખેંચમગફળીનો રોગ
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026