મારું ગુજરાત

એન્જિનિયરિંગના શિક્ષકો હવે રાઈડ્સના ઈન્સ્પેક્ટર! જન્માષ્ટમી મેળા માટે અધ્યાપકોને સોંપાઈ નવી ફરજ

31 ઑગસ્ટ, 2026•
GVGujaratvandan team
એન્જિનિયરિંગના શિક્ષકો હવે રાઈડ્સના ઈન્સ્પેક્ટર! જન્માષ્ટમી મેળા માટે અધ્યાપકોને સોંપાઈ નવી ફરજ

Engineering College Teachers Inspection Fair Rides: આગામી જન્માષ્ટમીના તહેવારને લઈને રાજ્યભરમાં વિવિધ જિલ્લાઓ અને તાલુકાઓમાં લોકમેળાનું આયોજન થવાનું છે. મેળાઓમાં રાઈડ્સની સુરક્ષા અને કોઈ દુર્ઘટના ન બને તે માટે તંત્ર દ્વારા રાઈડ્સના ઈન્સ્પેક્શનની કામગીરી હાથ ધરવામાં આવી છે. જોકે, આ કામગીરી માટે સરકારી ડિગ્રી અને ડિપ્લોમા ઈજનેરી કોલેજોના મિકેનિકલ અને ઈલેક્ટ્રિકલ વિભાગના અધ્યાપકોને ફરજ સોંપવામાં આવતા શિક્ષણ જગતમાં નારાજગી જોવા મળી રહી છે. અધ્યાપકોના કહેવા મુજબ, પહેલેથી જ સરકારી ઈજનેરી કોલેજોમાં સ્ટાફની અછત છે. તેમાં પણ શિક્ષકોને મેળા અને ગેમ ઝોનની રાઈડ્સની ચકાસણીમાં રોકવામાં આવતા વિદ્યાર્થીઓના અભ્યાસ પર સીધી અસર થઈ રહી છે.

રાઈડ્સની સુરક્ષા માટે અધ્યાપકોને સોંપાઈ કામગીરી
રાજ્યમાં આગામી જન્માષ્ટમીના લોકમેળાઓને ધ્યાનમાં રાખીને રાઈડ્સનું ઈન્સ્પેક્શન કરાવવા માટે ગૃહ વિભાગના Amusement Park and Ride Safety Notification 2024 અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ નિયમો મુજબ દરેક જિલ્લાના કલેક્ટરને રાઈડ્સની ચકાસણી માટે કમિટી બનાવવાની સત્તા આપવામાં આવી છે. કમિટીમાં રાજ્ય સરકાર, બોર્ડ અથવા કોર્પોરેશનના વર્ગ-2થી નીચે ન હોય તેવા અધિકારીઓનો સમાવેશ કરવાની જોગવાઈ છે. રાઈડ્સના ઈન્સ્પેક્શન માટે ક્વોલિફાઈડ અને ડિગ્રી ધરાવતા ઈલેક્ટ્રિકલ, સિવિલ અને મિકેનિકલ એન્જિનિયરોની જરૂરિયાત હોવાથી સરકારી ઈજનેરી કોલેજોના અધ્યાપકોને પણ આ કામગીરી સોંપવામાં આવી રહી છે.

અમરેલીથી રાજકોટ સુધીના અધ્યાપકોને કામે લગાડાયા
હાલમાં અમરેલી, મોરબી, જૂનાગઢ, રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓ ઉપરાંત રાજ્યના અન્ય કેટલાક વિસ્તારોમાં આવેલી સરકારી ડિગ્રી-ડિપ્લોમા ઈજનેરી કોલેજો અને પોલિટેકનિકના ઈલેક્ટ્રિકલ તથા મિકેનિકલ વિભાગના અધ્યાપકોને રાઈડ્સની ચકાસણી માટે ફરજ સોંપવામાં આવી રહી છે. અધ્યાપકો દ્વારા મેળા અને ગેમ ઝોનમાં ઈલેક્ટ્રિકલ સિસ્ટમના ઈન્સ્ટોલેશનની ચકાસણી, રાઈડ્સના ઈન્સ્ટોલેશન અને અન્ય ટેકનિકલ બાબતોનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

દરેક કોલેજના 3થી 4 અધ્યાપકોને ઓર્ડર
મળતી માહિતી મુજબ, વિવિધ સરકારી ઈજનેરી કોલેજોમાંથી 3થી 4 અધ્યાપકોને રાઈડ ઈન્સ્પેક્શન માટે ઓર્ડર કરવામાં આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી અધ્યાપકો આ કામગીરીમાં વ્યસ્ત હોવાથી નિયમિત શિક્ષણકાર્ય પર અસર પડી રહી હોવાની ફરિયાદો ઉઠી છે. ખાસ કરીને સરકારી ઈજનેરી કોલેજોમાં પહેલેથી જ પૂરતો સ્ટાફ ઉપલબ્ધ ન હોવાની સ્થિતિમાં વધારાની કામગીરી સોંપવામાં આવતા અધ્યાપકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.

સુરક્ષા જરૂરી, પરંતુ વિદ્યાર્થીઓના ભણતરનું શું?
મેળાઓમાં રાઈડ્સની સુરક્ષા સુનિશ્ચિત કરવી જરૂરી છે અને કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ જોખમમાં ન મુકાય તે માટે તંત્રની તકેદારી આવકાર્ય છે. પરંતુ બીજી તરફ, આ કામગીરી માટે શિક્ષકોને લાંબા સમય સુધી કોલેજથી દૂર રાખવામાં આવતા વિદ્યાર્થીઓના શિક્ષણ અને અભ્યાસક્રમને નુકસાન ન થાય તેની જવાબદારી પણ તંત્રની છે. સ્ટાફની અછત વચ્ચે અધ્યાપકોને અન્ય કામગીરીમાં રોકવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પણ નારાજગી જોવા મળી રહી છે. હવે સવાલ એ છે કે રાઈડ્સની સુરક્ષા સાથે સરકારી ઈજનેરી કોલેજોના વિદ્યાર્થીઓના શિક્ષણની સુરક્ષા માટે તંત્ર ક્યારે વિચારશે?

Tags:
વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસરઈલેક્ટ્રિકલ અધ્યાપકોમિકેનિકલ અધ્યાપકોપોલિટેકનિક અધ્યાપકોસરકારી એન્જિનિયરિંગ કોલેજ
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026