મારું ગુજરાત

ગુજરાતના 4 જિલ્લા દુષ્કાળગ્રસ્ત જાહેર! દ્વારકા, પોરબંદર, કચ્છ અને જામનગરને લઈને CMની મોટી જાહેરાત

26 ઑક્ટોબર, 2026•
GVGujaratvandan team
ગુજરાતના 4 જિલ્લા દુષ્કાળગ્રસ્ત જાહેર! દ્વારકા, પોરબંદર, કચ્છ અને જામનગરને લઈને CMની મોટી જાહેરાત

Gujarat Drought News 2026: ગુજરાતમાં આ વર્ષે ચોમાસા દરમિયાન વરસાદની અસમાન સ્થિતિને કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પાણી અને ઘાસચારાની અછત અંગે ચિંતા વધી છે. ખાસ કરીને દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર અને કચ્છમાં ઓછા વરસાદની અસર જોવા મળી છે. ખેડૂતો અને પશુપાલકો દ્વારા પાકને થયેલા નુકસાન સામે સહાય તેમજ પાણી અને ઘાસચારાની યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી રહી છે.આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યના દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ અને જામનગર – આ ૪ જિલ્લાઓને સત્તાવાર રીતે દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે.

રાજ્યમાં 89 ટકા વરસાદ, સૌરાષ્ટ્રમાં મુશ્કેલી
મુખ્યમંત્રીના જણાવ્યા અનુસાર, આ વર્ષે ગુજરાતમાં સરેરાશ 89 ટકા વરસાદ નોંધાયો છે. જોકે, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં ઓછા વરસાદને કારણે ખેતી, પીવાના પાણી અને પશુપાલન પર અસર પડી છે.ખાસ કરીને દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર અને કચ્છમાં વરસાદની ઘટને કારણે ખેડૂતોને પાકના નુકસાનની ચિંતા સતાવી રહી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને પાણીની વ્યવસ્થા અંગે સરકાર દ્વારા પગલાં લેવામાં આવી રહ્યાં છે.

ખેડૂતો માટે રાહત પેકેજ: પ્રતિ હેક્ટર ₹8,500ની સહાય
મુખ્યમંત્રીએ ખેડૂતોના પાકને થયેલા નુકસાન સામે આર્થિક મદદ પૂરી પાડવા માટે મોટી જાહેરાત કરી છે:

  • સહાયની રકમ: પ્રતિ હેક્ટર ₹8,500 લેખે સહાય આપવામાં આવશે.

  • મર્યાદા: આ સહાય મહત્તમ ૨ હેક્ટરની મર્યાદામાં ખેડૂતોને ચૂકવવામાં આવશે.

રાજ્યમાં આ વર્ષે સરેરાશ 89 ટકા જેટલો જ વરસાદ થયો છે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચછના આ ચાર જિલ્લાઓમાં વરસાદની ભારે ઘટ નોંધાઈ હતી.

કયા 7 પેરામિટર્સના આધારે દુષ્કાળ જાહેર થાય છે?
સરકાર દ્વારા કોઈપણ વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કરતા પહેલા વૈજ્ઞાનિક અને ટેકનિકલ ધોરણો ચકાસવામાં આવે છે. આ માટે નીચે મુજબના ૭ મુખ્ય પેરામિટર્સને ધ્યાનમાં લેવામાં આવે છે:

  • વરસાદની તુલનાત્મક ઘટ

  • પાક વાવેતરનો વિસ્તાર

  • રિમોટ સેન્સિંગ ઉપગ્રહ (Satellite)નો ડેટા

  • જમીનમાં ભેજનું પ્રમાણ (Soil Moisture)

  • નદીઓમાં જળસ્તર

  • ડેમોમાં પાણીનું લેવલ

  • ભૂગર્ભજળની ઊંડાણમાં થયેલા ફેરફાર

આ તમામ પરિબળોની વિગતવાર સમીક્ષા કર્યા બાદ જ રાજ્ય સરકારે આ ૪ જિલ્લામાં દુષ્કાળની પરિસ્થિતિ સ્વીકારીને સહાય આપવાનો મોટો નિર્ણય લીધો છે.

ચાર જિલ્લાઓમાં વરસાદના ઘટથી ચિંતા
રાજ્યમાં ચોમાસા દરમિયાન સરેરાશ વરસાદ લગભગ 89 ટકા નોંધાયો હોવા છતાં કેટલાક જિલ્લાઓમાં વરસાદની ભારે ઘટ રહી છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર અને કચ્છમાં ઓછા વરસાદને કારણે ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા લોકોની મુશ્કેલીઓ વધી છે. વિસ્તારોમાં પાણીની ઉપલબ્ધતા, પાકની સ્થિતિ અને પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા અંગે વહીવટી તંત્ર દ્વારા સમીક્ષા કરવામાં આવી રહી છે. ખેડૂતોની માંગ છે કે પાકના નુકસાનને ધ્યાનમાં રાખીને સમયસર આર્થિક સહાય આપવામાં આવે.

સૌરાષ્ટ્રમાં પાણીની અછર, ડેમના જળસ્તર અંગે ચિંતા
સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ ઓછો પડતાં નદીઓ, તળાવો અને જળાશયોમાં પાણીની ઉપલબ્ધતા અંગે ચિંતા વધી છે. કેટલાક વિસ્તારોમાં પાણીના પુરવઠાને જાળવી રાખવો પડકારરૂપ બન્યો છે. આગામી ચોમાસા સુધી પીવાના પાણીની વ્યવસ્થા કેવી રીતે જાળવવી તે અંગે પણ ચર્ચા થઈ રહી છે. પાણીની અછતને કારણે ખેતી ઉપરાંત પશુપાલન પર પણ અસર પડી રહી છે. પશુઓ માટે પીવાનું પાણી અને ઘાસચારો ઉપલબ્ધ કરાવવો માલધારીઓ માટે મુશ્કેલ બન્યો છે.

ઊંચા ભાવને કારણે પશુપાલકોની મુશ્કેલી વધી
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં કુદરતી ઘાસ અને પાણીની અછતને કારણે પશુપાલકોની ચિંતા વધી છે. બજારમાં ઘાસચારાના ઊંચા ભાવ હોવાથી પશુપાલન પર નિર્ભર પરિવારો માટે પશુઓનું ભરણપોષણ કરવું મુશ્કેલ બની રહ્યું છે. કેટલાક વિસ્તારોમાં પશુધનને બચાવવા માટે માલધારીઓ સ્થળાંતર કરવા મજબૂર બન્યા હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે. આ પરિસ્થિતિમાં પશુપાલકો અને માલધારી સમાજ દ્વારા સરકાર સમક્ષ વિશેષ રાહતની માંગ કરવામાં આવી હતી.

માલધારી સમાજે કરી હતી આ માગણીઓ
પાણી અને ઘાસચારાની અછતથી અસરગ્રસ્ત પશુપાલકો દ્વારા સરકાર સમક્ષ અનેક માગણીઓ રજૂ કરવામાં આવી હતી.

  • પશુપાલકો માટે વિશેષ આર્થિક રાહત પેકેજ જાહેર કરવામાં આવે.

  • જરૂરિયાતમંદ પશુપાલકોને રાહત દરે પૂરતો ઘાસચારો ઉપલબ્ધ કરાવવામાં આવે.

  • અસરગ્રસ્ત વિસ્તારોમાં કેટલ કેમ્પ શરૂ કરીને પશુઓ માટે પાણી, ઘાસચારો અને પશુચિકિત્સાની સુવિધા આપવામાં આવે.

  • પાણીની અછત ધરાવતા ગામોમાં ટેન્કર દ્વારા પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવે.

માલધારી સમાજે ચેતવણી આપી હતી કે સમયસર નક્કર પગલાં નહીં લેવાય તો પશુધનનું રક્ષણ કરવું મુશ્કેલ બનશે.

ખેડૂતો અને પશુપાલકોની નજર રાહતના અમલ પર
ચાર જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાના નિર્ણય અને ખેડૂતોને સહાયની જાહેરાત બાદ હવે અસરગ્રસ્ત પરિવારોની નજર સહાયની પ્રક્રિયા અને પાણી-ઘાસચારાની વ્યવસ્થા પર રહેશે. ખેડૂતોને સમયસર આર્થિક સહાય અને પશુપાલકોને જરૂરી સુવિધાઓ મળે તો ઓછા વરસાદની સ્થિતિમાં તેમની મુશ્કેલીઓ હળવી થઈ શકે છે.

Tags:
GujaratVandanJamnagar FarmersKutch Drought NewsPorbandar Water ShortageDevbhumi Dwarka Rainfall
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026