મારું ગુજરાત

વીરજી ઠુમ્મર બાદ ગુજરાત કોંગ્રેસને વધુ એક ઝટકો, દિગ્ગજ નેતા દીપક બાબરિયાનું નિધન

10 ઑક્ટોબર, 2026•
GVGujaratvandan team
વીરજી ઠુમ્મર બાદ ગુજરાત કોંગ્રેસને વધુ એક ઝટકો, દિગ્ગજ નેતા દીપક બાબરિયાનું નિધન

Gujarat Congress Leader Deepak Babaria Passes Away: ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન થયું છે. તેમના અવસાનથી કોંગ્રેસ પક્ષમાં શોકની લાગણી ફેલાઈ છે. લાંબા સમય સુધી પક્ષમાં વિવિધ મહત્ત્વની જવાબદારીઓ નિભાવનાર બાબરિયા 2020માં બ્રેઈન સ્ટ્રોક આવ્યા બાદ અસ્વસ્થતાને કારણે સક્રિય રાજકારણથી દૂર રહ્યા હતા. તેમના નિધનથી કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ દુઃખ વ્યક્ત કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

શ્રમિકોના પ્રશ્નોથી રાજકીય કારકિર્દીની શરૂઆત
દીપક બાબરિયાએ પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત શ્રમિકો અને ઇન્ડસ્ટ્રીયલ યુનિયનના પ્રશ્નો ઉઠાવીને કરી હતી. શ્રમિકોના હિતમાં તેમની રજૂઆતો અને લડાયક અભિગમને કારણે તેમણે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે ઓળખ બનાવી હતી.

મધ્યપ્રદેશમાં કોંગ્રેસની જવાબદારી નિભાવી
કોંગ્રેસે દીપક બાબરિયાને મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી દરમિયાન પ્રદેશ પ્રભારીની મહત્ત્વની જવાબદારી સોંપી હતી. સંગઠનાત્મક કામગીરી અને ચૂંટણી વ્યૂહરચનામાં તેમની ભૂમિકા રહી હતી. કમલનાથના નેતૃત્વમાં મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર રચાઈ ત્યારે બાબરિયાની સંગઠનાત્મક જવાબદારી પણ ચર્ચામાં રહી હતી.

કોંગ્રેસમાં અનેક મહત્ત્વના પદે રહ્યા
દીપક બાબરિયા કોંગ્રેસમાં પૂર્વ મહામંત્રી સહિતના વિવિધ પદો પર રહી ચૂક્યા હતા. તેમને મધ્યપ્રદેશના પ્રભારી તરીકે પણ જવાબદારી સોંપવામાં આવી હતી. તેમના અવસાનથી ગુજરાત કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. નોંધનીય છે કે ત્રણ દિવસ પહેલાં જ અમરેલીના કોંગ્રેસના દિગ્ગજ નેતા વીરજી ઠુમ્મરનું માંદગી બાદ નિધન થયું હતું.

Tags:
તાજા સમાચારગુજરાત રાજકારણકોંગ્રેસ નેતાદુઃખદ સમાચારશોક
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026