મારું ગુજરાત

સરકારી નોકરી એટલે મજા નહીં, જવાબદારી છે: CM ભૂપેન્દ્ર પટેલે કર્મચારીઓને આપી શીખ

24 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
સરકારી નોકરી એટલે મજા નહીં, જવાબદારી છે: CM ભૂપેન્દ્ર પટેલે કર્મચારીઓને આપી શીખ

Gujarat CM Bhupendra Patel: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઑડિટોરિયમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નવનિર્મિત આવાસોના ડ્રો સાથે 450થી વધુ નવનિયુક્ત સહાયક ટેકનિકલ સુપરવાઇઝર અને આશરે 50 જુનિયર ક્લાર્કને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ નવા કર્મચારીઓને પ્રામાણિકતા, નિષ્ઠા અને ગુણવત્તાયુક્ત કામગીરીનો સંકલ્પ લેવા અપીલ કરી હતી. તેમણે ખાસ ભાર મૂક્યો કે સરકારી નોકરીમાં જોડાયા બાદ પ્રજાની સેવા અને પોતાની જવાબદારીને સૌથી વધુ મહત્વ આપવું જોઈએ.

કોઈ લાગવગ-બાગવગથી અંદર ઘૂસ્યું નથી ને?
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં નવા કર્મચારીઓને પૂછ્યું હતું કે, “કોઈ લાગવગ-બાગવગથી અંદર ઘૂસ્યું નથી ને?” તેમણે કહ્યું કે જે વ્યક્તિએ મહેનત કરી હોય તેને તેનું ફળ મળવું જોઈએ અને ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા જળવાઈ રહેવી જરૂરી છે. તેમણે ઉમેર્યું કે સરકારી નોકરી એટલે માત્ર સ્થિર નોકરી અને આરામની જિંદગી નહીં, પરંતુ લોકો માટે કામ કરવાની જવાબદારી છે. સરકારની દરેક યોજના અને વ્યવસ્થાના કેન્દ્રમાં સામાન્ય માણસ હોવો જોઈએ અને કર્મચારીઓએ પણ પોતાની કામગીરી દ્વારા પ્રજાને તેનો લાભ પહોંચાડવો જોઈએ.

કર્મચારીઓની સમયસર નિમણૂક થાય
મુખ્યમંત્રીએ કહ્યું કે સરકારી કચેરીઓ અને વિવિધ વિભાગોમાં જરૂરિયાત પ્રમાણે અધિકારીઓ તથા કર્મચારીઓની સમયસર નિમણૂક થાય અને કોઈ જગ્યા ખાલી ન રહે તે માટે સરકાર પ્રયાસ કરી રહી છે. કોર્પોરેશનના ઇતિહાસમાં એક જ દિવસમાં 450થી વધુ નિમણૂક પત્રો આપવામાં આવ્યા હોવાને તેમણે મહત્વપૂર્ણ ગણાવ્યું હતું. તેમણે નવા કર્મચારીઓને કોર્પોરેશનમાં મળેલી જવાબદારી નિષ્ઠાથી નિભાવવાની સાથે કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવતા કામની ગુણવત્તા પર પણ પૂરતું ધ્યાન રાખવા સૂચના આપી હતી. તેમણે કહ્યું કે ગુણવત્તાયુક્ત કામ થશે તો તેનો સીધો લાભ અને આનંદ સામાન્ય લોકોને મળશે.

સંસ્કાર અને સ્વભાવનો ભાગ બનવી જોઈએ
સ્વચ્છતા અને જાહેર સેવા અંગે મુખ્યમંત્રીએ કર્મચારીઓને વધુ સાવચેતી રાખવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું કે સ્વચ્છતા માત્ર સરકારની જવાબદારી નહીં, પરંતુ દરેક વ્યક્તિના સંસ્કાર અને સ્વભાવનો ભાગ બનવી જોઈએ. સાથે જ તેમણે સોશિયલ મીડિયાના સમયમાં સકારાત્મક રહેવાની અને પોતાની કામગીરીમાં કોઈ ભૂલ થઈ હોવાના સમાચાર મળે તો તેને અવગણવાને બદલે તપાસ કરવાની સલાહ આપી હતી. અંતે તેમણે કહ્યું કે સરકારી નોકરીમાં આવ્યા બાદ દરેક વ્યક્તિએ પોતાની જવાબદારી સમજીને કામ કરવું જોઈએ, કારણ કે પોતાના કામના પરિણામની જવાબદારી અંતે પોતે જ ભોગવવી પડે છે. નવા નિમણૂક પામેલા તમામ કર્મચારીઓને તેમણે શુભેચ્છા અને અભિનંદન પાઠવ્યા હતા.

Tags:
Gujarat Vandanગુજરાત વંદનGood GovernanceJob ResponsibilityCM Speech
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026