મારું ગુજરાત

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: હવે આવક અને જાતિના દાખલા માટે લાઈનમાં ઊભા રહેવું નહીં પડે, 1 એપ્રિલથી 18 સેવાઓ ઓનલાઇન

4 ફેબ્રુઆરી, 2026•
GVGujaratvandan team
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: હવે આવક અને જાતિના દાખલા માટે લાઈનમાં ઊભા રહેવું નહીં પડે, 1 એપ્રિલથી 18 સેવાઓ ઓનલાઇન

Online Certificates: ગાંધીનગરમાં આજે (બુધવારે) મળેલી રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં નાગરિકોની સુવિધા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ અને વાલીઓને ધ્યાનમાં રાખીને સરકારે નિર્ણય કર્યો છે કે હવે નવા શૈક્ષણિક સત્રથી આવક કે જાતિના દાખલા મેળવવા માટે સરકારી કચેરીઓના ધક્કા ખાવા નહીં પડે.

1 એપ્રિલ 2026 થી અમલ
સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કેબિનેટના નિર્ણયની માહિતી આપતા જણાવ્યું હતું કે, આગામી 1 એપ્રિલ 2026 થી આવક અને જાતિના પ્રમાણપત્ર સહિત કુલ 18 જેટલી વિવિધ સેવાઓ અને પ્રમાણપત્રો ઓનલાઇન મળશે. આ સમગ્ર પ્રક્રિયાને 'ફેસલેસ' (Faceless) બનાવવાની અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે. આ નિર્ણયનો સીધો લાભ રાજ્યના અંદાજે 80 લાખ લોકોને થશે. શાળાઓ ખુલતાની સાથે જ કચેરીઓમાં જે લાંબી લાઈનો લાગતી હતી, તે હવે ભૂતકાળ બની જશે.

કયા પ્રમાણપત્રો અને સેવાઓ ઓનલાઇન મળશે?

1. પ્રમાણપત્રો (Certificates):

  • આવકનો દાખલો: ગ્રામ પંચાયત, શહેરી અને ગ્રામીણ તમામ વિસ્તારો માટે.

  • જાતિના દાખલા: સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC/OBC), અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST).

  • નોન-ક્રીમીલેયર: ગુજરાત સરકાર અને ભારત સરકાર બંને માટે.

  • EWS પ્રમાણપત્ર: આર્થિક રીતે નબળા વર્ગો માટે (ગ્રામીણ અને શહેરી).

2. રેશનકાર્ડ સંબંધિત સેવાઓ:

  • નવું રેશનકાર્ડ કઢાવવું અથવા બીજી નકલ મેળવવી.

  • રેશનકાર્ડમાં નામ ઉમેરવું કે કમી કરવું.

  • રેશનકાર્ડમાં સુધારા-વધારા કરવા કે અલગ રેશનકાર્ડ બનાવવું.

3. અન્ય કાયદાકીય સેવાઓ:

  • તૈયાર સોગંદનામું (Affidavit).

  • કોઈપણ દસ્તાવેજની નકલ મેળવવી.

Tags:
Public Utility Decisionલોકોપયોગી નિર્ણયGovernment Convenienceસરકારી સુવિધાGujarat News
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026