Gujarat bans religion caste surname stickers on vehicles: ગુજરાતમાં અનેક લોકો પોતાના વાહનની પાછળ પોતાની અટક, ધર્મ કે સમાજના નામના સ્ટીકર લગાવતા હોય છે. પરંતુ, હવે આ પ્રકારેના સ્ટીકર કે લખાણ પોતાના વાહન પર લગાવી નહીં શકાય. રાજ્ય સરકારના બંદરો અને વાહન-વ્યવહાર વિભાગ દ્વારા 'ગુજરાત મોટર વાહન (ત્રીજો સુધારો) નિયમો, 2026' જાહેર કરાયો છે.
નિયમ તોડ્યો તો શું થશે?
નોંધનીય છે કે, ગુજરાત સરકાર દ્વારા રાજ્ય સરકારે ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર, કાર, બસ અને ટ્રક સહિતના ખાનગી વાહનો પર જાતિ આધારિત ઓળખ દર્શાવતી બાબતોને નિયંત્રિત કરવા માટે આ નિયમમાં સુધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે 17 નવેમ્બર, 2026 ના દિવસે જાહેર કરેલા આ સુધારામાં ગુજરાત મોટર વાહન નિયમો, 1989માં નવી જોગવાઈ ઉમેરવામાં આવી છે. આ નિર્ણયથી વાહનો પર અટક, જ્ઞાતિ કે જાતિ દર્શાવતા શબ્દો લખવાની પ્રવૃત્તિ સામે નિયમ મુજબ કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે.
નિયમ 125 અને 138માં સુધારો કરાયો?
મુસદ્દા સામે કોઈ વાંધો ન મળતા અંતિમ નિયમો લાગુ
આ નિયમોનો પ્રાથમિક મુસદ્દો અગાઉ 11 જૂન, 2026ના રોજ ગુજરાત સરકારના અસાધારણ રાજપત્ર (Gazette)માં પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. નિયમ મુજબ, જાહેર જનતા અને અસરગ્રસ્ત લોકો પાસેથી 30 દિવસની સમયમર્યાદામાં વાંધા અને સૂચનો મંગાવવામાં આવ્યા હતા. જોકે, નિર્ધારિત સમયગાળામાં સરકારને એક પણ વાંધો કે સૂચન ન મળતા, હવે રાજ્ય સરકારે આ નિયમોને અંતિમ સ્વરૂપ આપીને અમલી બનાવ્યા છે.
સરકારની મંજૂરીથી અપવાદ શક્ય
નવી જોગવાઈ હેઠળ રાજ્ય સરકાર પાસે સામાન્ય અથવા વિશેષ હુકમ દ્વારા જરૂરી અપવાદોને મંજૂરી આપવાની સત્તા અબાધિત રાખવામાં આવી છે. આ નિર્ણયથી ખાનગી વાહનો પર લખાતા ઉશ્કેરણીજનક કે જાતિ આધારિત લખાણો પર અંકુશ આવશે અને ટ્રાફિક નિયમન વધુ સ્પષ્ટ બનશે.








