મારું ગુજરાત

'ઉડતા ગુજરાત'ના નારા સાથે કોંગ્રેસનું ચોમાસુ સત્રમાં વિરોધ પ્રદર્શન, દારૂબંધી અને કાયદો-વ્યવસ્થા મુદ્દે સરકાર ઘેરાઈ

10 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
'ઉડતા ગુજરાત'ના નારા સાથે કોંગ્રેસનું ચોમાસુ સત્રમાં વિરોધ પ્રદર્શન, દારૂબંધી અને કાયદો-વ્યવસ્થા મુદ્દે સરકાર ઘેરાઈ

Gujarat Assembly Monsoon Session Amit Chavda: ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના બીજા દિવસે ગૃહમાં અને ગૃહની બહાર કાયદો-વ્યવસ્થા અને દારૂબંધીના મુદ્દે ભારે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યો અને કાર્યકરોએ કથળેલી કાયદો-વ્યવસ્થા અને ગેરકાયદે દારૂના વેચાણ સામે સૂત્રોચ્ચાર કરીને ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો હતો. વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, "વારંવાર લઠ્ઠાકાંડથી લોકોના જીવ જઈ રહ્યા છે, 'ઉડતા ગુજરાત' જેવી સ્થિતિ સર્જાઈ છે અને ગૃહમંત્રી માત્ર રીલ બનાવવામાં વ્યસ્ત છે."

દારૂબંધી અને હપ્તાખોરીના આક્ષેપો સાથે કોંગ્રેસનો વિરોધ
વિધાનસભા સંકુલ બહાર વિરોધ દર્શાવતા કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે, રાજ્યમાં કાગળ પર દારૂબંધી હોવા છતાં ગલીએ-ગલીએ ગેરકાયદે દારૂ મળી રહ્યો છે. વિરોધ પ્રદર્શન કરવા પહોંચેલા કોંગ્રેસના ધારાસભ્યોને પોલીસે અટકાવ્યા હતા અને કાર્યકરોના પોસ્ટરો ફાડી નાખવામાં આવ્યા હોવાનો આરોપ પણ લગાવાયો હતો. અમિત ચાવડાએ ચીમકી આપી હતી કે, દારૂના હપ્તાખોરીના દૂષણ સામે અને બુટલેગરોને મળતા રાજકીય આશ્રય સામે કોંગ્રેસ સડકથી લઈને સંસદ સુધી પોતાનો વિરોધ ચાલુ રાખશે.

જમીનના ટુકડા પડવાના નિયમોમાં રાહત
ગૃહની કાર્યવાહી દરમિયાન રજૂ કરાયેલા મહત્વના વિધેયકોમાં 'ગુજરાત ખેતીની જમીનના ટુકડા પડતા અટકાવવા અને એકત્રીકરણ કરવા અંગેનું સુધારા બિલ 2026' મુખ્ય હતું. આ નવા બિલ મુજબ 29 જાન્યુઆરી, 1948થી 31 માર્ચ, 2026 સુધી કાયદાની જોગવાઈ વિરુદ્ધ થયેલા જમીનના ટ્રાન્સફર કે ભાગલાના ચોક્કસ વ્યવહારોને હવે કોઈ પણ દંડ કે પ્રીમિયમ વસૂલ કર્યા વગર નિયમિત કરવાની મહત્વની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત રેવન્યુ ઓથોરિટી સમક્ષ પેન્ડિંગ કેસનો પણ આ જ સુધારા હેઠળ ઉકેલ લવાશે.

અનુદાનિત ખાનગી સ્કૂલોમાં ભરતીના કડક નિયમો અને અનામત નીતિ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ, 1972માં સુધારો કરીને સરકારી અનુદાનિત ખાનગી શાળાઓને કાયદાના દાયરામાં આવરી લેવાઈ છે. હવે આવી શાળાઓમાં શિક્ષકો અને બિનશૈક્ષણિક સ્ટાફની ભરતીમાં રાજ્ય સરકારની અનામત નીતિ લાગુ પડશે. નિયમ વિરુદ્ધ ભરતી કરનાર સંચાલકોને 10 લાખ સુધીનો દંડ અને કેટલીક કડક જોગવાઈઓના ભંગ બદલ 1થી 2 વર્ષ સુધીની જેલ અથવા 10થી 15 લાખના દંડની જોગવાઈ કરાઈ છે. આ સાથે શાળા બંધ કરવાના નિયમભંગ બદલ 20 લાખ સુધીના દંડની જોગવાઈ છે.

GST નિયમોમાં સરળતા અને નિકાસકારોને મોટા લાભ
વેપારીઓ અને નિકાસકારોને પ્રોત્સાહન આપવા માટે GST કાયદામાં પણ ફેરફારો કરવામાં આવ્યા છે. માલ વેચ્યા પછી ગ્રાહકને અપાતા ડિસ્કાઉન્ટ માટે ક્રેડિત નોટ આપવાની પ્રક્રિયા સરળ બનાવી છે. જે વેપારીઓને ટેક્સ ક્રેડિટનું રિફંડ મળવાનું પાત્ર હોય તેમને ચકાસણી પહેલાં જ 90% રિફંડ અગાઉથી મળી શકશે. વધુમાં, વિદેશમાં માલ મોકલનાર નિકાસકારો માટે રિફંડ મેળવવાની હાલની 1000ની ન્યૂનતમ મર્યાદા દૂર કરવામાં આવી છે. આ સિવાય 'પશુધન આહાર અને મરઘાં-ચણ વિધેયક' પણ રજૂ કરાયું હતું.

ગુજરાત વિધાનસભા સત્ર અને વિધેયકો અંગે વિશેષ માહિતી

  • વિધાનસભા ચોમાસુ સત્ર વિગતો: ગુજરાત વિધાનસભાનું આ ચોમાસુ સત્ર ટૂંકા ગાળાનું પરંતુ આર્થિક અને શૈક્ષણિક સુધારાના દ્રષ્ટિકોણથી અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

  • જમીન કાયદા સુધારાનો હેતુ: રાજ્યમાં વર્ષોથી ટુકડા જમીનની વેચાણનોંધ અને ટ્રાન્સફરમાં અટવાયેલા હજારો ખેડૂતો અને જમીનમાલિકોને કાનૂની ગૂંચવણોમાંથી મુક્તિ આપવા આ સુધારો લાવવામાં આવ્યો છે.

  • શિક્ષણ ક્ષેત્રે પારદર્શિતા: ગ્રાન્ટેડ શાળાઓમાં અનામત નીતિ લાગુ થવાથી અને ભરતી પ્રક્રિયા સરકાર હસ્તક નિયંત્રિત થવાથી શૈક્ષણિક ગુણવત્તા વધશે અને ગેરરીતિ અટકશે.

Tags:
Gujarat NewsAmit ChavdaDrugs in GujaratCrime RateLaw and Order
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026