મારું ગુજરાત

શું તમે પણ નકલી હળદર-મરચું ખાઈ રહ્યા છો? અમદાવાદ માધુપુરામાં શંકાસ્પદ ગરમ મસાલાનો 12.50 લાખનો જથ્થો સીલ

15 જુલાઈ, 2026•
GVGujaratvandan team
શું તમે પણ નકલી હળદર-મરચું ખાઈ રહ્યા છો? અમદાવાદ માધુપુરામાં શંકાસ્પદ ગરમ મસાલાનો 12.50 લાખનો જથ્થો સીલ

Ahmedabad Spice Adulteration: અમદાવાદના માધુપુરા વિસ્તારમાં આરોગ્ય વિભાગે ખાદ્ય સુરક્ષા અભિયાન હેઠળ મોટી કાર્યવાહી કરી છે. શંકાસ્પદ ગુણવત્તાના મરચું, હળદર, ધાણાજીરું અને ગરમ મસાલા સહિત અંદાજે 2 હજાર કિલો જથ્થો પકડી પાડીને વેચાણ પર રોક લગાવવામાં આવી છે. આ જથ્થાની કિંમત આશરે રૂ. 12.50 લાખ હોવાનું સામે આવ્યું છે.

'કેસરીનંદન સ્પાઈસીસ'ના નામે થતું હતું વેચાણ
મળતી માહિતી મુજબ, માધુપુરાની જય માતાજી ટ્રેડર્સ ખાતે આરોગ્ય વિભાગે દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન શંકાસ્પદ મસાલાનો જથ્થો મળી આવતા તેને તાત્કાલિક સીલ કરવામાં આવ્યો હતો. આ મસાલાનું વેચાણ ‘કેસરીનંદન સ્પાઈસીસ’ નામથી કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે.

રેસ્ટોરન્ટની ગ્રેવીના સેમ્પલથી ખુલ્યો મામલો
આ સમગ્ર કાર્યવાહીનો ખુલાસો ત્યારે થયો જ્યારે રખિયાલ વિસ્તારની એક રેસ્ટોરન્ટમાંથી લેવામાં આવેલી ગ્રેવીનો નમૂનો તપાસમાં અનસેફ જાહેર થયો હતો. ત્યારબાદ આરોગ્ય વિભાગે સપ્લાય ચેઇનની તપાસ શરૂ કરી અને મસાલા સપ્લાયર સુધી પહોંચ્યું હતું.

સેમ્પલ લેબમાં મોકલાયા, રિપોર્ટ બાદ થશે કાર્યવાહી
આરોગ્ય વિભાગે મસાલાના વિવિધ નમૂનાઓ એકત્રિત કરીને પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં તપાસ માટે મોકલ્યા છે. લેબ રિપોર્ટ આવ્યા બાદ ભેળસેળ કે ગુણવત્તા અંગે અંતિમ સ્થિતિ સ્પષ્ટ થશે. નિયમોનું ઉલ્લંઘન સાબિત થશે તો વેપારી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Tags:
#FoodQuality#ગરમમસાલા#મરચું#હળદર#GaramMasala
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026