Gujarat Chief Officer Transfer: રાજ્યના શહેરી વહીવટીતંત્રને વધુ સુદ્રઢ અને કાર્યક્ષમ બનાવવાના હેતુથી ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિભાગ દ્વારા રાજ્યની વિવિધ નગરપાલિકાઓના ચીફ ઓફિસર સંવર્ગના ૨૫ અધિકારીઓની ફેરબદલી અને નવી નિમણૂકના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. આ બદલીઓના આદેશ તાત્કાલિક અસરથી અમલી કરવામાં આવ્યા છે.
સુરત મહાનગરપાલિકા અને ડેપ્યુટી કમિશનર સ્તરે નિમણૂકો
આ આદેશ હેઠળ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર રવિકાન્ત પટેલની બદલી માણસા નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે કરવામાં આવી છે. તેમની જગ્યાએ વેરાવળ-પાટણથી પારસ મકવાણાની બદલી કરીને તેમને સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર પદે નિયુક્ત કરાયા છે.
ચાર મુખ્ય ઝોનના પ્રાદેશિક કમિશનરોની નવી જવાબદારી
રાજ્યના 4 મહત્વપૂર્ણ ઝોનમાં પ્રાદેશિક કમિશનર (Regional Commissioner of Municipalities) કક્ષાની જગ્યાઓ પર પણ ફેરફાર કરવામાં આવ્યા છે.
સુરત ઝોન: અંકલેશ્વરથી કેશવ કોલડીયાને બદલીને સુરત ઝોનના પ્રાદેશિક કમિશનર બનાવાયા છે.
અમદાવાદ ઝોન: કલોલથી નીતિન બોડાતને અમદાવાદ ઝોનના પ્રાદેશિક કમિશનર તરીકે નિમણૂક આપવામાં આવી છે.
ગાંધીનગર ઝોન: માણસાથી સતીશ પટેલને ગાંધીનગર ઝોનના પ્રાદેશિક કમિશનર બનાવવામાં આવ્યા છે.
રાજકોટ ઝોન: ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડમાંથી રૂપલ ખેતીયાને રાજકોટ ઝોનના પ્રાદેશિક કમિશનરની જવાબદારી સોંપાઈ છે.
ચીફ ઓફિસરોની ફેરબદલીની વિગતવાર યાદી
આ આદેશ હેઠળ રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં બદલી પામેલા અધિકારીઓની યાદી નીચે મુજબ છે:
વિશાલ પટેલ: ખંભાતથી કલોલ
ઉમા રામાણી: દહેગામથી બોરસદ
વિજય શાહ: બોરસદથી ડભોઈ
કેલાશ પ્રજાપતિ: તારાપુરથી બારેજા
અશ્વિન વ્યાસ: ગોંડલથી વેરાવળ-પાટણ
જયેશ પટેલ: વિરમગામથી ચોટીલા
જયકિશન તડવી: ડભોઈથી ખંભાત
તેજલ મુંધવા: શહેરાથી દહેગામ
ભદ્રેશ પટેલ: મોડાસાથી ધ્રાંગધ્રા
મંતિલ પટેલ: ધ્રાંગધ્રાથી વિરમગામ
ભારતીબેન સોમાણી: ઉમરેઠથી શહેરા
વિપુલ પનારા: ચોટીલાથી ઉમરેઠ
સંદીપસિંહ ઝાલા: બારેજાથી રાપર
બ્રિજરાજસિંહ વાળા: જામજોધપુરથી ગોંડલ
જયમલ મોઢવાડિયા: ધોરાજીથી જામજોધપુર
મુકેશ વાઘેલા: કેશોદથી ધોરાજી
ભાવિન કાંધાણી: નખત્રાણાથી કેશોદ
જીગ્નેશ બારોટ: માંડવી (કચ્છ)થી હારીજ
મનોજ સોલંકી: ગાંધીનગર ઝોનના પ્રાદેશિક કમિશનર પદેથી મોડાસા
માંડવી-બારોઈ નગરપાલિકાનો વધારાનો હવાલો
આદેશની વિગતો અનુસાર ક્લાસ-2ના અધિકારી વૈભવ વ્યાસ (ચીફ ઓફિસર, મુન્દ્રા)ને તેમની મૂળ કામગીરી ઉપરાંત માંડવી-બારોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકેનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.
તહેવારો પૂર્વે સુધારાત્મક પગલું
સામાન્ય રીતે સાગમટે બદલીઓ વહીવટી પ્રક્રિયાનો ભાગ હોય છે. આગામી તહેવારોની સિઝન (જેમ કે સાતમ-આઠમ અને ગણેશોત્સવ) ને ધ્યાનમાં રાખીને સફાઈ, પાણી પુરવઠો, રસ્તા અને લાઈટિંગ જેવી નાગરિક સુવિધાઓ સીમલેસ રીતે મળે તે હેતુથી વહીવટી તંત્રને સક્રિય કરવા આ બદલીઓ કરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં નાગરિક સુવિધાઓના કામો અટકે નહીં અને પ્રોજેક્ટ્સ ઝડપથી પૂર્ણ થાય તે માટે રાજ્ય સરકાર સમયાંતરે ચીફ ઓફિસર સ્તરે કેડર રીશફલિંગ (Cadre Reshuffling) કરતી રહે છે.








