મારું ગુજરાત

ગુજરાતના 10 તાલુકા હજુ તરસ્યા! 10 ઈંચ પણ વરસાદ નહીં, કચ્છ-દ્વારકામાં વિકટ સ્થિતિ

2 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
ગુજરાતના 10 તાલુકા હજુ તરસ્યા! 10 ઈંચ પણ વરસાદ નહીં, કચ્છ-દ્વારકામાં વિકટ સ્થિતિ

Kutch Saurashtra Gujarat Drought Possibility: ગુજરાતમાં ચોમાસાની સિઝન દરમિયાન એક તરફ દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 100 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે, તો બીજી તરફ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની અછત ચિંતાજનક બની છે. રાજ્યના 10 તાલુકા એવા છે જ્યાં સરેરાશ 10 ઈંચ પણ વરસાદ થયો નથી. ખાસ કરીને દેવભૂમિ દ્વારકા અને કચ્છમાં ઓછા વરસાદને કારણે ખેતી અને જળસ્ત્રોતો સામે સંકટ ઊભું થયું છે.

ગુજરાતના 10 તાલુકામાં વરસાદની અછત
અપૂરતા વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં જળસ્તર સતત ઘટી રહ્યું છે. દેવભૂમિ દ્વારકાના ચાર તાલુકામાં સરેરાશના 10 ટકાથી પણ ઓછો વરસાદ નોંધાયો છે. દ્વારકા તાલુકામાં અત્યારસુધી સરેરાશ માત્ર 0.59 ઈંચ વરસાદ થયો છે, જે સામાન્ય વરસાદના માત્ર 2.28 ટકા જેટલો છે. ઓછા વરસાદની સીધી અસર વાવેતર પર પણ જોવા મળી રહી છે. દેવભૂમિ દ્વારકામાં મગફળીનું વાવેતર અત્યારસુધી 1,89,400 હેક્ટર આસપાસ થયું છે, જ્યારે અગાઉના વર્ષે આ સમયગાળામાં 2,17,000 હેક્ટર જેટલું વાવેતર થયું હતું.

કયા તાલુકામાં કેટલો વરસાદ?
રાજ્યના સૌથી ઓછા વરસાદવાળા તાલુકાઓમાં દેવભૂમિ દ્વારકાનો દ્વારકા તાલુકો સૌથી આગળ છે, જ્યાં માત્ર 0.59 ઈંચ (સરેરાશના 2.28%) વરસાદ નોંધાયો છે. ત્યારબાદ કલ્યાણપુરમાં 1.29 ઈંચ (3.41%), પોરબંદરમાં 2.95 ઈંચ (9.34%), ખંભાળિયામાં 3.58 ઈંચ (9.54%), ભાણવડમાં 3.03 ઈંચ (9.75%), કચ્છના અબડાસામાં 1.85 ઈંચ (10.28%), માંડવીમાં 3.70 ઈંચ (16.94%), અંજારમાં 3.81 ઈંચ (17.29%), લખપતમાં 2.99 ઈંચ (20.27%) અને જામનગરમાં 6.73 ઈંચ (20.41%) વરસાદ નોંધાયો છે.

75 જળાશયોમાં જળસ્તર 25 ટકાથી ઓછું
1 સપ્ટેમ્બરની સ્થિતિ મુજબ ગુજરાતના 75 જળાશયોમાં જળસ્તર 25 ટકાથી ઓછું નોંધાયું છે. જ્યારે 44 જળાશયોમાં 25થી 50 ટકા, 29માં 50થી 70 ટકા, 31માં 70થી 100 ટકા અને 27 જળાશયોમાં 100 ટકા જળસ્તર નોંધાયું છે. દેવભૂમિ દ્વારકાના 12 જળાશયોમાં જળસ્તર 10 ટકાથી પણ ઓછું છે. બીજી તરફ કચ્છના 20 ડેમમાં સરેરાશ જળસ્તર 25 ટકાથી નીચે છે. જો, કે રાહતની વાત એ છે કે સરદાર સરોવર ડેમમાં હાલ 88.15 ટકા જળસ્તર નોંધાયું છે. જાણકારોના મતે આગામી બે સપ્તાહ સૌરાષ્ટ્ર અને કચ્છના ખેડૂતો માટે મહત્વપૂર્ણ રહેશે. હવામાન વિભાગના અનુમાન મુજબ સપ્ટેમ્બરના બીજા સપ્તાહથી વરસાદી સિસ્ટમ સક્રિય થાય તો કેટલાક વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ થઈ શકે છે.

દેવભૂમિ દ્વારકા અને કચ્છમાં વાવેતર ઘટ્યું
ઓછા વરસાદની અસર ખરીફ પાકોના વાવેતર પર પણ પડી છે. દેવભૂમિ દ્વારકામાં મગફળી, કપાસ સહિતના કેટલાક પાકોના વાવેતરમાં ગયા વર્ષની સરખામણીએ ઘટાડો જોવા મળ્યો છે. કચ્છમાં પણ બાજરી, મગ અને શાકભાજી જેવા પાકોના વાવેતરમાં ઘટાડો નોંધાયો છે. જોકે કપાસ અને કેટલાક કઠોળ પાકોના વાવેતરમાં વધારો જોવા મળ્યો છે.

દેવભૂમિ દ્વારકા (હેક્ટરમાં):

  • મગફળી: 1,894 → 2,170

  • કપાસ: 33 → 43

  • બાજરી/અન્ય પાકોમાં પણ ફેરફાર નોંધાયો છે.

  • કુલ વાવેતર: 2,139 → 2,364

કચ્છ (હેક્ટરમાં):

  • બાજરી: 177 → 263

  • મગ: 169 → 323

  • કપાસ: 795 → 778

  • શાકભાજી: 79 → 102

  • કુલ વાવેતર: 4,756 → 6,493

ઉપરના વાવેતરના આંકડા આપેલી માહિતી મુજબ હેક્ટરમાં છે. વર્ષ 2025ના આંકડા 28 ઓક્ટોબર અને વર્ષ 2026ના આંકડા 31 ઓગસ્ટ સુધીના સમયગાળા માટે જણાવવામાં આવ્યા છે.

દુષ્કાળ ક્યારે જાહેર કરવામાં આવે છે?
ગુજરાતમાં દુષ્કાળ જાહેર કરવાની પ્રક્રિયા માત્ર વરસાદ કેટલો ઓછો પડ્યો તેના આધારે નક્કી થતી નથી. સામાન્ય રીતે જૂનથી સપ્ટેમ્બર દરમિયાન સામાન્ય વરસાદના 75 ટકાથી ઓછો વરસાદ થાય તો દુષ્કાળની શક્યતા ઊભી થઈ શકે છે. પરંતુ અંતિમ નિર્ણય માટે અન્ય મહત્વના માપદંડો પણ ધ્યાનમાં લેવામાં આવે છે. તેમાં ડ્રાય સ્પેલ, વાવેતરમાં ઘટાડો, જમીનમાં ભેજનું પ્રમાણ, પાકની સ્થિતિ, ભૂગર્ભજળ અને જળાશયોમાં પાણીનું સ્તર જેવા પરિબળોનો સમાવેશ થાય છે. આથી ઓછા વરસાદવાળા વિસ્તારોમાં સ્થિતિ ગંભીર બને તો પણ દુષ્કાળ જાહેર કરવા માટે સમગ્ર પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવે છે. ગુજરાતમાં જરૂરિયાત મુજબ તાલુકા અથવા ચોક્કસ વિસ્તારને આધારે પણ દુષ્કાળ જાહેર થઈ શકે છે.

Tags:
સૌરાષ્ટ્ર-કચ્છ વરસાદજામનગર વરસાદદ્વારકા વરસાદકચ્છ વરસાદગુજરાત દુષ્કાળ
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026