GSEB GSOS class 10-12 exam: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ (GSOS)ના ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે નવેમ્બર-ડિસેમ્બર 2026ની પરીક્ષાનો સત્તાવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. બોર્ડ દ્વારા જાહેર કરાયેલા ટાઈમ ટેબલ મુજબ બંને ધોરણની પરીક્ષાઓ 30 નવેમ્બર 2026થી શરૂ થશે. ધોરણ 10ની પરીક્ષા 8 ડિસેમ્બરે પૂર્ણ થશે, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 9 ડિસેમ્બર સુધી ચાલશે.
ધોરણ 10ની પરીક્ષા ગણિતના પેપરથી શરૂ થશે
જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ ધોરણ 10ની GSOS પરીક્ષા 30 નવેમ્બરના રોજ ગણિત વિષયના પ્રશ્નપત્ર સાથે શરૂ થશે. ત્યારબાદ વિવિધ વિષયોની પરીક્ષા નિર્ધારિત સમયપત્રક મુજબ લેવામાં આવશે અને 8 ડિસેમ્બરના રોજ ધોરણ 10ની પરીક્ષા પૂર્ણ થશે. વિદ્યાર્થીઓએ પરીક્ષા કેન્દ્ર અને વિષયવાર સમયની વિગતો માટે બોર્ડ દ્વારા જાહેર કરાયેલ સત્તાવાર ટાઈમ ટેબલ તપાસવાનું રહેશે.
ધોરણ 12ની પરીક્ષા બે સેશનમાં યોજાશે
ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા પણ 30 નવેમ્બરથી શરૂ થશે અને 9 ડિસેમ્બર સુધી ચાલશે. આ પરીક્ષા બે સેશનમાં લેવામાં આવશે. સવારના સેશનમાં સવારે 10:30થી બપોરે 1:45 વાગ્યા સુધી પરીક્ષા યોજાશે, જ્યારે બપોરના સેશનમાં બપોરે 3 વાગ્યાથી સાંજે 6:15 વાગ્યા સુધી પરીક્ષા લેવામાં આવશે. વિષય પ્રમાણે પરીક્ષાનો સમય અલગ હોઈ શકે છે.
કમ્પ્યુટર પરિચયની પરીક્ષા OMR પદ્ધતિથી
ધોરણ 12માં કમ્પ્યુટર પરિચય (331) વિષયની સૈદ્ધાંતિક પરીક્ષા OMR પદ્ધતિથી લેવામાં આવશે. આ ઉપરાંત વોકેશનલ તથા કેટલાક વિશિષ્ટ વિષયોની પરીક્ષાનો સમયગાળો વિષય પ્રમાણે અલગ-અલગ નક્કી કરવામાં આવ્યો છે. તેથી ઉમેદવારોએ પોતાના વિષય મુજબ પરીક્ષાની તારીખ અને સમયની ચોક્કસ વિગતો ટાઈમ ટેબલમાં ચકાસવી જરૂરી રહેશે.
બોર્ડની વેબસાઇટ પર સંપૂર્ણ ટાઈમ ટેબલ ઉપલબ્ધ
GSEB દ્વારા જાહેર કરાયેલ GSOS ધોરણ 10 અને 12ની નવેમ્બર-ડિસેમ્બર 2026ની પરીક્ષાનો સંપૂર્ણ કાર્યક્રમ બોર્ડની સત્તાવાર વેબસાઇટ https://www.gsebeservice.com/ પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. પરીક્ષાર્થીઓએ પરીક્ષા પહેલાં પોતાના વિષયોની તારીખ, સેશન અને સમયની ચકાસણી કરી લેવી અને બોર્ડની સૂચનાઓનું પાલન કરવાનું રહેશે.








