GSEB Board Exam Fees 2027: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી-માર્ચ 2027માં યોજાનારી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષાઓ માટે પરીક્ષા ફી જાહેર કરવામાં આવી છે. નવા ફી માળખા મુજબ, ધોરણ 10ના નિયમિત વિદ્યાર્થીઓએ ₹445, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના નિયમિત વિદ્યાર્થીઓએ ₹760 અને સામાન્ય પ્રવાહના નિયમિત વિદ્યાર્થીઓએ ₹620 ચૂકવવાના રહેશે. ખાસ વાત એ છે કે વિદ્યાર્થિનીઓ અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને પરીક્ષા ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે. રિપીટર, પૃથક ઉમેદવાર અને GSOSના વિદ્યાર્થીઓ માટે પણ અલગ-અલગ ફી નક્કી કરવામાં આવી છે.
ધોરણ 10ની પરીક્ષા માટે કેટલી ફી?
ધોરણ 10ના નિયમિત વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી ₹445 નક્કી કરવામાં આવી છે. જ્યારે રિપીટર અને પૃથક ઉમેદવારો માટે વિષયોની સંખ્યા પ્રમાણે ફી નક્કી કરવામાં આવી છે.
નિયમિત વિદ્યાર્થી: ₹445
નિયમિત રિપીટર (1 વિષય): ₹165
નિયમિત રિપીટર (2 વિષય): ₹235
નિયમિત રિપીટર (3 વિષય): ₹300
નિયમિત રિપીટર (3થી વધુ વિષય): ₹435
પૃથક ઉમેદવાર (1 વિષય): ₹165
પૃથક ઉમેદવાર (2 વિષય): ₹235
પૃથક ઉમેદવાર (3 વિષય): ₹300
GSOS નિયમિત ઉમેદવાર: ₹435
GSOS રિપીટર (1 વિષય): ₹165
GSOS રિપીટર (2 વિષય): ₹235
GSOS રિપીટર (3 વિષય): ₹300
GSOS રિપીટર (3થી વધુ વિષય): ₹435
ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા ફી
ધોરણ 12 સામાન્ય પ્રવાહના નિયમિત વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી ₹620 રાખવામાં આવી છે. રિપીટર અને પૃથક ઉમેદવારો માટે એકથી વધુ વિષયની પરીક્ષા આપવાની સ્થિતિમાં ફી અલગ રહેશે.
નિયમિત વિદ્યાર્થી: ₹620
નિયમિત રિપીટર (1 વિષય): ₹175
નિયમિત રિપીટર (2 વિષય): ₹280
નિયમિત રિપીટર (3 વિષય): ₹360
નિયમિત રિપીટર (3થી વધુ વિષય): ₹620
પૃથક ઉમેદવાર (1 વિષય): ₹175
પૃથક ઉમેદવાર (2 વિષય): ₹280
પૃથક ઉમેદવાર (3 વિષય): ₹360
GSOS નિયમિત ઉમેદવાર: ₹620
GSOS રિપીટર (1 વિષય): ₹175
GSOS રિપીટર (2 વિષય): ₹280
GSOS રિપીટર (3 વિષય): ₹360
GSOS રિપીટર (3થી વધુ વિષય): ₹620
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા ફી
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના નિયમિત વિદ્યાર્થીઓ માટે ₹760 પરીક્ષા ફી નક્કી કરવામાં આવી છે. રિપીટર અને પૃથક ઉમેદવારો માટે વિષયોની સંખ્યા પ્રમાણે નીચે મુજબ ફી રહેશે.
નિયમિત વિદ્યાર્થી: ₹760
નિયમિત રિપીટર (1 વિષય): ₹230
નિયમિત રિપીટર (2 વિષય): ₹380
નિયમિત રિપીટર (3 વિષય): ₹530
નિયમિત રિપીટર (3થી વધુ વિષય): ₹760
પૃથક ઉમેદવાર (1 વિષય): ₹230
પૃથક ઉમેદવાર (2 વિષય): ₹380
પૃથક ઉમેદવાર (3 વિષય): ₹530
વિદ્યાર્થિનીઓ અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને ફીમાંથી મુક્તિ
GSEB દ્વારા જાહેર કરવામાં આવેલી ફીમાંથી વિદ્યાર્થિનીઓ અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને મુક્તિ આપવામાં આવી છે. એટલે કે, આ કેટેગરીમાં આવતા પાત્ર વિદ્યાર્થીઓએ બોર્ડ પરીક્ષા માટેની ફી ચૂકવવાની રહેશે નહીં.
ફેબ્રુઆરી-માર્ચ 2027માં યોજાશે બોર્ડ પરીક્ષા
ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ ફેબ્રુઆરી-માર્ચ 2027 દરમિયાન યોજવાનું આયોજન છે. પરીક્ષા ફી જાહેર થતાં હવે વિદ્યાર્થીઓએ પોતાની કેટેગરી અને વિષયોની સંખ્યા પ્રમાણે લાગુ પડતી ફી અંગે માહિતી મેળવી લેવી જરૂરી છે. પરીક્ષા ફોર્મ ભરવા અને ફી જમા કરાવવા અંગેની અન્ય સૂચનાઓ માટે વિદ્યાર્થીઓએ શાળા અથવા બોર્ડની સત્તાવાર જાહેરાતનું ધ્યાન રાખવું જોઈએ.








