મારું ગુજરાત

ગ્રેઈન ATM થી 35 સેકન્ડમાં અનાજ: લાંબી કતારોમાંથી જનતાને મળશે મુક્તિ

14 ફેબ્રુઆરી, 2026•
GVGujaratvandan team
ગ્રેઈન ATM થી 35 સેકન્ડમાં અનાજ: લાંબી કતારોમાંથી જનતાને મળશે મુક્તિ

Grain ATMs launch: ગુજરાતમાં રેશનિંગની જાહેર વિતરણ વ્યવસ્થામાં ઐતિહાસિક બદલાવની શરૂઆત થઈ રહી છે. નિવારથી રાજ્યમાં ગ્રેઈન ATM તથા ડિજિટલ કરન્સી આધારિત જાહેર વિતરણ પ્રણાલી અમલમાં આવશે. ગાંધીનગર ખાતે યોજાનારા કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે દેશની સૌપ્રથમ ડિજિટલ કરન્સી આધારિત જાહેર વિતરણ વ્યવસ્થાનો પ્રારંભ કરવામાં આવશે. આ પહેલથી લાભાર્થીઓને અનાજ વિતરણ પ્રક્રિયામાં પારદર્શિતા, ઝડપ અને સુવિધા બંનેનો અનુભવ થશે. નવી વ્યવસ્થા હેઠળ જાહેર વિતરણ વ્યવસ્થામાં ગ્રેઈન ATMનો સમાવેશ કરવામાં આવ્યો છે. અમદાવાદના સાબરમતી વિસ્તારમાં અન્નપૂર્તિ ગ્રેઈન ATM શરૂ કરવામાં આવશે, જ્યાંથી લોકો દિવસ-રાત ચોવીસ કલાક રેશનિંગનું અનાજ મેળવી શકશે. તંત્રનો દાવો છે કે માત્ર પંત્રીસ સેકન્ડમાં પચ્ચીસ કિલો સુધીનું અનાજ પ્રાપ્ત કરી શકાશે. આ પગલાંથી લાંબી કતારો અને માનવ સંસાધન પરનો ભાર ઘટશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ડિજિટલ વોલેટમાં અનાજ સંબંધિત ટોકન મળશે
ડિજિટલ કરન્સી આધારિત આ પ્રયોગ DBDC, એટલે કે ભારતીય રિઝર્વ બેંક દ્વારા વિકસિત સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી માધ્યમથી અમલમાં મૂકવામાં આવશે. યોજના હેઠળ અમદાવાદના સાબરમતી, સુરત, આણંદ અને વલસાડ જિલ્લાના કુલ 26,333 પરિવારોને પ્રાથમિક તબક્કામાં આવરી લેવામાં આવ્યા છે. તબક્કાવાર રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ તેનો વિસ્તાર કરવામાં આવશે. આ નવી પ્રણાલી કેવી રીતે કાર્ય કરશે તે અંગે તંત્રે વિગત આપી છે. લાભાર્થીને તેના ડિજિટલ વોલેટમાં અનાજ સંબંધિત ટોકન મળશે. આ ટોકનમાં વસ્તુનું નામ, વજન અને કિંમતની સંપૂર્ણ માહિતી સમાવિષ્ટ રહેશે. સ્માર્ટફોન ધરાવતા લાભાર્થી ક્યુઆર કોડ દ્વારા અને સામાન્ય ફોન ધરાવતા લાભાર્થી OTP માધ્યમથી અનાજ મેળવી શકશે. સમગ્ર પ્રક્રિયા સરળ, ઝડપી અને બિનજટિલ બનાવવામાં આવી છે, જેથી ગ્રામ્ય અને શહેરી બંને વિસ્તારોમાં સમાન સુવિધા મળી રહે.

ગુજરાતની આ પહેલ દેશ માટે માર્ગદર્શક સાબિત થઈ
NFSએ યોજના હેઠળ હવે તુવેરદાળ અને ચણાનું વિતરણ છૂટકના બદલે એક કિલોના સીલબંધ પેકિંગમાં કરવામાં આવશે. આ બદલાવથી ગુણવત્તા અને શુદ્ધતા જળવાઈ રહે તેવી આશા છે. સીલબંધ પેકિંગથી જથ્થાની પારદર્શિતા અને ભેળસેળ રોકવામાં પણ મદદ મળશે. આ સાથે નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાને કૂપોષણ મુક્ત બનાવવા માટે વિશેષ અભિયાનનો પ્રારંભ પણ કરવામાં આવશે. પોષણ સુરક્ષા અને અનાજ વિતરણને વધુ કાર્યક્ષમ બનાવવા સરકારના આ સંકલિત પ્રયાસો નોંધપાત્ર માનવામાં આવી રહ્યા છે. વિશેષજ્ઞોના મતે ડિજિટલ કરન્સી આધારિત વિતરણ પ્રણાલીથી સબસીડીની રકમ સીધી અને પારદર્શક રીતે લાભાર્થી સુધી પહોંચશે. મધ્યસ્થી તબક્કાઓ ઘટતાં ભ્રષ્ટાચાર પર નિયંત્રણ અને સમય બચત બંને શક્ય બનશે. ગુજરાતની આ પહેલ દેશ માટે માર્ગદર્શક સાબિત થઈ શકે છે, કારણ કે ટેકનોલોજીના ઉપયોગથી જાહેર વિતરણ વ્યવસ્થાને આધુનિક બનાવવાનો આ પ્રથમ સઘન પ્રયાસ ગણાય છે. આમ, રાજ્યમાં શરૂ થતી આ નવી વ્યવસ્થા રેશનિંગ પ્રણાલીને વધુ સુગમ, પારદર્શક અને સમયોચિત બનાવવાના દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થવાની શક્યતા છે.

Tags:
New Initiativeનવી પહેલBreaking Newsતાજા સમાચારGujarat
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026