Government's seal on analysis: રાજનીતિના પ્રવાહ ક્યારેક એટલા ઝડપથી બદલાય છે કે કહેવું મુશ્કેલ થઈ પડે કે, વહેણ કઈ તરફ છે. પણ 'ગુજરાત વંદન' સરકારની નાડ પારખી ગયું છે. ભારતીય જનતા પાર્ટી માટે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સૌરાષ્ટ્ર અને એટલા જ પક્ષે સુરત એટલી મહતા ધરાવે છે કે માણો સંતાનો સેમીફાયનલ રાજ્યની દશા અને દિશા અહીંથી નક્કી ના કરવાનો હોય? 'ગુજરાત વંદને' જે સમીકરણ આપ્યા તેની અમલવારી રાજ્ય સરકારના પ્રચારમાં તગતગી છે. આજે રાજ્ય સરકારના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સૌરાષ્ટ્રના પાટનગર કહેવાતા રાજકોટમાં એક ભવ્ય-રોડ શોથી હુંકાર ભરશે. તો સુરતમાં પાટીદારોના ગઢ ગણાતા વરાછા -કતારગામમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ મોટા ઉદ્યોગપતિઓ, વ્યાપારીઓને સાથે રાખી રોડ-શો/જનસભા કરશે. ઉલ્લેખનીય છે કે, આ એ જ વિસ્તાર છે જ્યા આમ આદમી પાર્ટીના ધારાસભ ગોપાલ ઇટાલિયાએ ભારતીય જનતા પાર્ટીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 'ભરી પીવા' આહલેક જગાવી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ભાજપના ધારાસભ્યો, કાર્યકરોના લાવ-લશ્કર સાથે અહીંથી વિરોધીઓને 'ઈંટ'નો જવાબ પથ્થર'થી આપશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાન આડે હવે માત્ર બે દિવસ બાકી રહયા છે. શુક્રવારે સાંજે પ્રચાર-પડઘમ શાંત થશે. ત્યાર બાદ, ખાટલા અને પાટલાં બેઠક સાથે મતદારોને કેવી રીતે રીઝવવા અને ખાસ તો કાળઝાળ ગરમીમાં મતદાન મથક તરફ કેવી રીતે લાવવા તેની રણનીતિ ઘડાશે.
પ્રદેશ પ્રમુખ બનાસકાંઠામાં
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા બનાસકાંઠાના પ્રવાસે છે. પોરોગામી પ્રદેશ પ્રમુખ સી આર પાટિલના 'ઓરા' માંથી બહાર લાવી નવા પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ જ્ઞાતિ-જાતિના સમીકરણ સાચવી અઢારે વરણને સંગઠનમાં સાચવી લેવા પ્રયાસ કર્યો છે. પાટીલની વિચારધારોનો 'લૂક એન્ડ ફીલ' પણ બદલવા પ્રયાસ કર્યો છે. આમ છતાં વિધાનસભા 2027 પહેલા આ વિશ્વકર્મા માટે 'લિટ્મસ' ટેસ્ટ છે. એકાદ - બે કિસ્સામાં તેમના કારણે પાર્ટીની પણ છબી ધૂંધળી થઇ છે પરંતુ તેઓ પણ પોતાની સામેના પડકારો જાણે છે. આ પરિણામે જેટલી દુવિધા ભાજપને આ ચૂંટણીમાં છે તેટલી દુવિધાઓ, પાર્ટી પ્રત્યેની નારાજગી, સ્થાનિક પ્રશ્નોના નિરાકરણ બધું મળીને 'સંઘને કાશીએ' પહોંચાડવા જે કરવું પડે તે બધું જ થઇ રહ્યું છે . હવે 'રાત થોડી ને વેશ ઝાઝા' જેવો ઘાટ છે.
સુરતમાં પાટીદાર દિગ્ગજો સાથે CM
સુરત મહાનગરપાલિકા માટે ચૂંટણી પ્રચાર જેટલો 'હોટ' છે તેટલો 'હિટ' ભાજપ માટે રહેશે કે કેમ ? તે મોટો સવાલ છે. રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલા સુરતમાં સભા ગજવી ચુક્યા છે.મહિલા બિલને સંસદમાં પસાર ના થવા દેવા બદલ વિપક્ષને જાકારો આપવા હાકલ કરી છે. હવે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ મૂળ સૌરાષ્ટ્રના સ્થાનિક ઉદ્યોગપતિઓ ,વ્યાપારીઓને સાથે રાખી આપ પાર્ટી -અને કોંગ્રેસના 'સુમ્પડા સાફ' કરી નાખવા હાકલ કરશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે આગામી ચાર દિવસ 'હીટવેવ'ની આગાહી કરી છે ત્યારે મતદારોને બૂથ સુધી પહોંચાડવા એ કામગીરી કપરી છે. પાટીદારોના ગઢ વરાછા- કતારગામ માં મુખ્યમંત્રી એ જ જગ્યાએ સભા સંબોધશે જ્યા, ગોપાલ ઇટાલિયાએ 'શક્તિ પ્રદર્શન 'કર્યું હતું. ટૂંકમાં કહીએ તો 2027માં સતાના સેમીફાયનલનો આ જંગ જેટલો રોચક છે તેટલો જ ભાજપ-કોંગ્રેસ અને આપ માટે કપરો સાબિત થશે. આ માટેની માસ્ટર કી માત્ર મતદારો પાસે છે.








