મારું ગુજરાત

ગુજરાત માટે કનેક્ટિવિટી બૂસ્ટ: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેનો ગોધરા-વડોદરા વિભાગ શરૂ

16 એપ્રિલ, 2026•
GVGujaratvandan team
ગુજરાત માટે કનેક્ટિવિટી બૂસ્ટ: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેનો ગોધરા-વડોદરા વિભાગ શરૂ

Delhi Mumbai expressway: કેન્દ્રીય પરિવહન મંત્રાલય દ્વારા દેશના સૌથી મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટોમાંના એક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેનો વધુ એક મહત્વપૂર્ણ હિસ્સો ટ્રાફિક માટે ખોલવામાં આવ્યો છે. ગોધરા-વડોદરા વચ્ચેનો આ નવો વિભાગ 13 એપ્રિલ 2026થી ટ્રાયલ આધાર પર શરૂ કરવામાં આવ્યો છે, જે ગુજરાત માટે મોટી કનેક્ટિવિટી બૂસ્ટ સાબિત થશે. પંચમહાલ જિલ્લાના ગોધરા નજીક ભમૈયા ગામથી વડોદરા નજીક ડોડકા ગામ સુધીનો આ 8-લેન એક્સપ્રેસ-વે વિભાગ તૈયાર થઈ ગયો છે. આ રૂટ શરૂ થતાં ગોધરા, કાલોલ અને વડોદરા વચ્ચેની મુસાફરી હવે વધુ ઝડપી અને સરળ બનશે. ખાસ કરીને વેપાર, ટ્રાન્સપોર્ટ અને દૈનિક અવરજવર માટે આ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ ગણાઈ રહ્યો છે.

ઓછા સમયમાં વધુ અંતર કાપવામાં મદદરૂપ
આ એક્સપ્રેસ-વે પર વાહનો માટે 100થી 120 કિમી પ્રતિ કલાકની સ્પીડ લિમિટ નક્કી કરવામાં આવી છે, જે મુસાફરોને ઓછા સમયમાં વધુ અંતર કાપવામાં મદદરૂપ થશે. સમગ્ર દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે 1,386 કિમી લાંબો છે અને સંપૂર્ણ રીતે કાર્યરત થયા બાદ દિલ્હીથી મુંબઈનું અંતર માત્ર 12 કલાકમાં પૂર્ણ થઈ શકશે. આ પ્રોજેક્ટની એક મહત્વપૂર્ણ ખાસિયત એ છે કે તે 'એક્સેસ-કંટ્રોલ્ડ' છે. એટલે કે, વાહનચાલકોને માત્ર નક્કી કરેલા એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ્સ પરથી જ પ્રવેશ અને બહાર નીકળવાની મંજૂરી મળશે. સમગ્ર એક્સપ્રેસ-વેમાં કુલ 90 જેટલા એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ્સ બનાવવામાં આવશે, જે ટ્રાફિક મેનેજમેન્ટને વધુ સુવ્યવસ્થિત બનાવશે.

ગુજરાત-મધ્યપ્રદેશ બોર્ડર સુધીનો ભાગ પૂર્ણ થવાની શક્યતા
ગુજરાતમાં આ એક્સપ્રેસ-વે દાહોદ, વડોદરા, ભરૂચ અને સુરત જેવા મહત્વપૂર્ણ વિસ્તારોને જોડશે. સાથે જ મધ્યપ્રદેશના મંદસૌર અને રતલામ, રાજસ્થાનના દૌસા, લાલસોટ અને કોટા, તેમજ દિલ્હી-NCR અને મહારાષ્ટ્રના વિસ્તારો સાથે સીધી કનેક્ટિવિટી સ્થાપિત થશે. આ પ્રોજેક્ટ દેશના વિવિધ રાજ્યો વચ્ચે આર્થિક અને ઔદ્યોગિક જોડાણ મજબૂત બનાવવામાં મદદરૂપ થશે. આગામી સમયમાં ગુજરાતને મધ્યપ્રદેશ સાથે સીધું જોડવા માટે પણ કામગીરી તેજ ગતિએ ચાલી રહી છે. મે 2026ના અંત સુધીમાં ગુજરાત-મધ્યપ્રદેશ બોર્ડર સુધીનો ભાગ પૂર્ણ થવાની શક્યતા છે. જ્યારે આખો માર્ગ ઝાબુઆ સુધી ખુલશે, ત્યારે મુસાફરોને વધુ રાહત મળશે અને મુસાફરીનો સમય નોંધપાત્ર રીતે ઘટશે. દિલ્હીથી ગુજરાત સુધીની સંપૂર્ણ કનેક્ટિવિટી 2026ના અંત સુધીમાં શરૂ થવાની શક્યતા છે, જ્યારે મુંબઈ સુધીનો સમગ્ર એક્સપ્રેસ-વે આવતા વર્ષ સુધી કાર્યરત થઈ શકે છે. આ પ્રોજેક્ટ માત્ર મુસાફરીને જ નહીં પરંતુ દેશના લોજિસ્ટિક્સ અને આર્થિક વિકાસને પણ નવી દિશા આપશે.

Tags:
EwayNewEraSmartRoadsTravelGujaratConnectivityBoost
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026