મારું ગુજરાત

ખેલૈયાઓ ધ્યાન આપો! GMDC ગ્રાઉન્ડની નવરાત્રીમાં એન્ટ્રી માટે હવે ચૂકવવો પડશે ચાર્જ

28 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
ખેલૈયાઓ ધ્યાન આપો! GMDC ગ્રાઉન્ડની નવરાત્રીમાં એન્ટ્રી માટે હવે ચૂકવવો પડશે ચાર્જ

GMDC Navratri 2026: અમદાવાદના સુપ્રસિદ્ધ GMDC ગ્રાઉન્ડ ખાતે ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા યોજાતી વાઇબ્રન્ટ નવરાત્રિ આ વર્ષે નવી પ્રવેશ વ્યવસ્થા સાથે યોજાશે. અત્યાર સુધી સામાન્ય લોકો માટે અહીં પ્રવેશ નિઃશુલ્ક રહેતો હતો, પરંતુ આ વર્ષે પ્રથમ નોરતા સિવાયના દિવસોમાં ઓનલાઈન ટિકિટ અથવા ટોકન લેવું પડશે. BookMyShow પર બુકિંગ શરૂ થઈ ગયું છે અને ઝોન તથા નોરતા પ્રમાણે વ્યક્તિગત અને ગ્રુપ માટે અલગ-અલગ ચાર્જ નક્કી કરવામાં આવ્યા છે.

પ્રથમ નોરતુ ફ્રી, ત્યારબાદ ચાર્જ
નવી વ્યવસ્થા મુજબ પ્રથમ નોરતા એટલે કે 11 ઓક્ટોબરે GMDC ગ્રાઉન્ડમાં પ્રવેશ નિઃશુલ્ક રહેશે. જોકે, બીજા નોરતાથી નવમા નોરતા સુધી ખેલૈયાઓએ ઓનલાઈન ટોકન/પાસ લેવાનો રહેશે. આ માટે ગ્રાઉન્ડને ‘સેલિબ્રેશન ઝોન’ અને ‘પ્રીમિયમ એક્સપિરિયન્સ ઝોન’ એમ બે કેટેગરીમાં વહેંચવામાં આવ્યું છે. ‘સેલિબ્રેશન ઝોન’માં બીજા નોરતાથી પાંચમા નોરતા સુધી વ્યક્તિદીઠ ₹100 અને છઠ્ઠાથી નવમા નોરતા સુધી ₹250 ચાર્જ રહેશે. ગ્રુપ બુકિંગ માટે આ ઝોનમાં અનુક્રમે ₹300થી ₹900 અને ₹750થી ₹1,500 સુધીના દર રહેશે. બીજી તરફ, સ્ટેજ નજીકના ‘પ્રીમિયમ એક્સપિરિયન્સ ઝોન’માં બીજા નોરતાથી પાંચમા નોરતા સુધી વ્યક્તિદીઠ ₹200 અને છઠ્ઠાથી નવમા નોરતા સુધી ₹500 ચાર્જ રહેશે. ગ્રુપ બુકિંગના દર અનુક્રમે ₹600થી ₹1,200 અને ₹1,500થી ₹3,000 સુધી રહેશે.

23 વર્ષ બાદ પહેલીવાર પેઇડ એન્ટ્રી
GMDCની વાઇબ્રન્ટ નવરાત્રિમાં અત્યાર સુધી સામાન્ય જનતા માટે મફત પ્રવેશની વ્યવસ્થા રહી છે. આ વર્ષે પ્રથમ નોરતા બાદ ચાર્જ આધારિત પ્રવેશ વ્યવસ્થા લાગુ થતાં 23 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર પેઇડ એન્ટ્રી ચર્ચામાં આવી છે. આ નિર્ણયને લઈને ખેલૈયાઓ, વિદ્યાર્થીઓ અને ગરબા રસિકોમાં મિશ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. વર્ષ 2003માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટના ભાગરૂપે રાજ્યની લોકસંસ્કૃતિને વૈશ્વિક સ્તરે પહોંચાડવાના હેતુથી આ મહોત્સવનો પાયો નાખવામાં આવ્યો હતો. સમય જતાં GMDCની વાઇબ્રન્ટ નવરાત્રિ ગુજરાતની જાણીતી સાંસ્કૃતિક ઉજવણી બની છે.

ટિકિટને લઈને સરકાર અને કોંગ્રેસના અલગ-અલગ દાવા
ટિકિટ વ્યવસ્થાને લઈને ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા ડૉ. પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ સરકાર પર આક્ષેપ કર્યો છે કે ખાનગી પાર્ટી પ્લોટની જેમ હવે સરકારી નવરાત્રિનું પણ વેપારીકરણ કરવામાં આવી રહ્યું છે. તેમનું કહેવું છે કે અગાઉ જ્યાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો મફતમાં ગરબા માણવા અને માતાજીની આરાધના કરવા આવતા હતા, ત્યાં હવે ₹100થી ₹3,000 સુધીના પાસ લેવા પડશે. બીજી તરફ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ વ્યવસ્થાને ‘પાસ સિસ્ટમ’ને બદલે ‘ટોકન સિસ્ટમ’ ગણાવી છે. તેમના જણાવ્યા મુજબ ઓનલાઈન વ્યવસ્થાનો હેતુ લોકોને સરકારી કચેરીઓના ધક્કા ન ખાવા પડે અને પ્રવેશ વ્યવસ્થા સરળ બને તે છે.

વિદ્યાર્થીઓએ પણ વ્યક્ત કરી નારાજગી
ખેલૈયાઓ અનુસાર, GMDC ખાતે સરકાર દ્વારા જ ગરબાનું આયોજન કરવામાં આવે છે અને આસપાસની હોસ્ટેલોમાં રહેતા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં અહીં ગરબા રમવા આવે છે. તેમના મતે વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકો માટે અગાઉની જેમ મફત પ્રવેશ રાખવો જોઈએ. વિદ્યાર્થી અનુસાર, GMDCની આસપાસની હોસ્ટેલોમાં રહેતા ઘણા વિદ્યાર્થીઓ ગરબા રમવા અને માતાજીની આરાધના માટે અહીં આવે છે. અભ્યાસ અને અમદાવાદમાં રહેવાના ખર્ચ વચ્ચે હવે ગરબા માટે પણ પાસ લેવો પડે તો વિદ્યાર્થીઓ પર વધારાનો ખર્ચ આવશે. સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોનો વિચાર કરીને ચાર્જ ન વસૂલવાની માગ કરી છે. તેમના મુજબ GMDC એવી જગ્યા છે જ્યાં સામાન્ય લોકો મફતમાં ગરબા રમવા અને માતાજીની આરાધના કરવા આવતા હતા.

સવારે 4 વાગ્યા સુધી ગરબાની રમઝટ
આ વર્ષે GMDC ખાતે ગરબાનો સમય પણ લંબાવવામાં આવ્યો છે. આયોજન મુજબ સાંજે 5 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી પરંપરાગત અને અર્વાચીન ગરબા યોજાશે. ત્યારબાદ રાત્રે 12 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધી ખેલૈયાઓ દેશી ઢોલના તાલે પ્રાચીન શૈલીના ‘મંડલી ગરબા’ની મોજ માણી શકશે. આમ, એક તરફ GMDCની વાઇબ્રન્ટ નવરાત્રિમાં ગરબાનો સમય વધારવામાં આવ્યો છે, તો બીજી તરફ પ્રથમ નોરતા બાદ ટોકન/પાસ આધારિત પ્રવેશ વ્યવસ્થાને લઈને ચર્ચા શરૂ થઈ છે. BookMyShow પર ઓનલાઈન બુકિંગ પણ ઉપલબ્ધ છે.

Tags:
Important Updateસशुल्क પ્રવેશPasses OnlineAhmedabad EventsGujarat Festival
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026