મારું ગુજરાત

ગાંધીનગર મતદાર યાદીમાં મોટો છબરડો? બે નામ ગુજરાતી બદલે અન્ય લિપિમાં દેખાયા

5 ઑક્ટોબર, 2026•
GVGujaratvandan team
ગાંધીનગર મતદાર યાદીમાં મોટો છબરડો? બે નામ ગુજરાતી બદલે અન્ય લિપિમાં દેખાયા

GMC voter list discrepancy: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી પહેલાં મતદાર યાદીને લઈને વિવાદ ઊભો થયો છે. મહાનગરપાલિકાની ચૂંટણી માટે તૈયાર કરવામાં આવેલી મતદાર યાદીમાં બે મતદારોના નામ ગુજરાતી લિપીને બદલે અન્ય દક્ષિણ ભારતીય ભાષાની લિપિમાં દર્શાવવામાં આવ્યા હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. આ મામલે કોંગ્રેસે ચૂંટણી પંચ સમક્ષ તપાસ અને સમગ્ર મતદાર યાદીની પુનઃચકાસણીની માંગ કરી છે.

એક જ પાનામાં બે નામ અલગ લિપિમાં
કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી રાજેશ ટી. સોનીના જણાવ્યા મુજબ, ગાંધીનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 8ના વિભાગ નંબર 6/36માં મતદાર ક્રમાંક 717 અને 718ના નામ ગુજરાતી લિપીને બદલે અન્ય લિપિમાં દર્શાવવામાં આવ્યા છે. કોંગ્રેસનો સવાલ છે કે આ જ પાનામાં બાકીના તમામ મતદારોના નામ અને વિગતો ગુજરાતી લિપિમાં દર્શાવવામાં આવી છે, તો માત્ર બે મતદારોના નામ અલગ લિપિમાં કેવી રીતે નોંધાયા? આ બાબત મતદાર યાદી તૈયાર કરવાની પ્રક્રિયા અંગે સવાલો ઊભા કરી રહી છે.

કોંગ્રેસે ટાઇપિંગની ભૂલ ગણાવી અવગણવા સામે સવાલ ઉઠાવ્યો
રાજેશ ટી. સોનીએ આક્ષેપ કર્યો છે કે આ ઘટનાને માત્ર સામાન્ય ટાઇપિંગની ભૂલ ગણીને અવગણી શકાય નહીં. મતદાર યાદી ચૂંટણી પ્રક્રિયાનો મહત્વપૂર્ણ આધાર હોવાથી તેને અંતિમ સ્વરૂપ આપતા પહેલાં દરેક વિગતોની યોગ્ય રીતે ચકાસણી કરવામાં આવી હતી કે નહીં તે અંગે પણ તેમણે સવાલ ઉઠાવ્યો છે. કોંગ્રેસના જણાવ્યા મુજબ, એક જ પાનામાં આવી સ્પષ્ટ વિસંગતિ સામે આવી છે ત્યારે સમગ્ર મતદાર યાદીમાં અન્ય કોઈ પ્રકારની ભૂલ રહી ગઈ છે કે નહીં તેની પણ તપાસ થવી જરૂરી છે.

સમગ્ર મતદાર યાદીના પુનઃવેરિફિકેશનની માંગ
કોંગ્રેસે ચૂંટણી પંચ પાસે માત્ર આ બે નામોની તપાસ પૂરતી કાર્યવાહી ન રાખીને ગાંધીનગર મહાનગરપાલિકાની સમગ્ર મતદાર યાદીનું પુનઃવેરિફિકેશન કરાવવાની માંગ કરી છે. સંબંધિત બંને મતદારોની મૂળ નોંધ સાથે વિગતો સરખાવીને નામ અને અન્ય માહિતી યોગ્ય છે કે નહીં તેની ચકાસણી કરવા તેમજ જો કોઈ ભૂલ જણાય તો જરૂરી સુધારો કરવાની પણ માંગ કરવામાં આવી છે.

ચૂંટણી પંચ પાસે પારદર્શક તપાસની માંગ
કોંગ્રેસના પ્રદેશ મહામંત્રીનું કહેવું છે કે મતદાર યાદીની ચોકસાઈ નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણી માટે અત્યંત મહત્વપૂર્ણ છે. તેથી મતદાર યાદીમાં આવી વિસંગતિ સામે આવે ત્યારે ચૂંટણી તંત્રએ તેની ગંભીરતાથી તપાસ કરવી જોઈએ. હાલમાં આ એક જ કિસ્સો સામે આવ્યો હોવાનું કોંગ્રેસે જણાવ્યું છે અને અન્ય મતદાર યાદીઓની ચકાસણી હજુ બાકી હોવાનું પણ જણાવાયું છે. હવે ચૂંટણી પંચ આ આક્ષેપોની કેવી રીતે તપાસ કરે છે અને મતદાર યાદીમાં કોઈ સુધારા કરવામાં આવે છે કે નહીં તેના પર નજર રહેશે.

Tags:
Gujarat Vandanગુજરાત વંદનLocalGovernanceસ્થાનિકસ્વરાજ્યTransparency
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026