મારું ગુજરાત

'દારૂ પીધેલા પોલીસકર્મીએ જુગારીઓને પકડ્યા?' ગીર ગઢડામાં 100ની સ્પીડે પોલીસની ગાડી પલટી

3 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
'દારૂ પીધેલા પોલીસકર્મીએ જુગારીઓને પકડ્યા?' ગીર ગઢડામાં 100ની સ્પીડે પોલીસની ગાડી પલટી

Gir Somnath Police Accident: ગીર સોમનાથના ગીર ગઢડામાં 2 સપ્ટેમ્બરની મોડી રાત્રે જુગારની રેડ બાદ પોલીસની ગાડી પલટી જતાં પોલીસકર્મીઓ અને જુગારના આરોપીઓ સહિત 10 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. સોનારિયા ગામમાંથી સાત લોકોને ઝડપી ગીર ગઢડા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે બેડીયા ગામ નજીક એક વળાંક પર પોલીસની ગાડી કાબૂ ગુમાવી પલટી ગઈ હતી. અકસ્મતમાં ઈજાગ્રસ્ત થયેલા એક આરોપીએ પોલીસકર્મી પર દારૂના નશામાં ગાડી ચલાવવાનો અને પૂરઝડપે વાહન હંકારવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. જોકે, આ આરોપોની સત્તાવાર પુષ્ટિ હજુ થઈ નથી. ગીર ગઢડા પોલીસે પોલીસકર્મીનું બ્લડ સેમ્પલ લેવાની વાત કરી છે.

100ની સ્પીડે ગાડી હંકારવાનો આરોપ
જુગારના કેસમાં ઝડપાયેલા રાજેશે આક્ષેપ કર્યો હતો કે ગાડી ચલાવી રહેલો પોલીસકર્મી દારૂના નશામાં હોવાનું જણાતું હતું અને ગાડી આશરે 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચલાવવામાં આવી રહી હતી. રાજેશના જણાવ્યા મુજબ, ગાડી ધીમી ચલાવવા માટે પોલીસકર્મીને વારંવાર વિનંતી કરવામાં આવી હતી, પરંતુ ગાડીની સ્પીડ ઓછી કરવામાં આવી નહોતી. બેડીયા ગામ નજીક વળાંક આવતા ડ્રાઇવરે કાબૂ ગુમાવતા ગાડી પલટી ગઈ હતી.

અકસ્મતમાં પોલીસકર્મી અને આરોપીઓ સહિત 10 ઘાયલ
મળતી માહિતી મુજબ, રાત્રે આશરે 1 વાગ્યે બાતમીના આધારે પોલીસે સોનારિયા ગામમાં જુગારની રેડ કરી હતી. પોલીસે રાજેશ મેર, પ્રવિણ બારીયા, મધુભાઈ મકવાણા, ગોપાલ બારીયા, રાજેશ બારીયા, જગદિશ બાંભણીયા અને ગીરીશ ડાળાવડીયાને ઝડપી પાડ્યા હતા. સાતેય આરોપીઓને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો. ગાડીમાં સવાર પોલીસ કોન્સ્ટેબલ વિપુલ લાખનોત્રા, GRD જવાન રાજુ દાલાવાડિયા અને અન્ય આરોપીઓ સહિત કુલ 10 લોકોને નાની-મોટી ઈજાઓ થઈ હતી.

108ની જગ્યાએ 112માં ફોન કર્યો હોવાનો આરોપ
અકસ્માત બાદ રાહત કામગીરીને લઈને પણ આરોપી રાજેશે સવાલો ઉઠાવ્યા હતા. તેના જણાવ્યા મુજબ, પોલીસે 108ની જગ્યાએ 112માં ફોન કર્યો હતો. રાજેશના દાવા મુજબ, પ્રથમ 112ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્ત પોલીસકર્મીઓને સારવાર માટે લઈ ગઈ હતી. ત્યારબાદ બીજી 112 ટીમે ચાર લોકોને ગીર ગઢડા સારવાર માટે ખસેડ્યા હતા, જ્યારે અન્ય ત્રણ ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે ઊના સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા.

ટ્રેક્ટરથી પોલીસની ગાડી સાઈડમાં ખસેડાઈ
અકસ્માત બાદ રસ્તા પર પોલીસની ગાડી પલટી ગયેલી હાલતમાં પડી હતી. સ્થાનિકોની મદદથી ટ્રેક્ટર મારફતે ગાડીને રસ્તાની સાઈડમાં ખસેડવામાં આવી હતી. ત્યારબાદ રાતોરાત JCBની મદદથી ગાડીને સીધી કરવામાં આવી હતી. અકસ્માતને કારણે સરકારી પોલીસ વાહનને ભારે નુકસાન થયું હતું અને ઘટનાસ્થળે રસ્તા પર કાચના ટુકડા પણ જોવા મળ્યા હતા.

પોલીસની ગાડી રાતોરાત હટાવી દેવાઈ હોવાનો દાવો
અકસ્માત બાદ પોલીસનું વાહન ઘટનાસ્થળેથી હટાવી દેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. હાલમાં ગીર ગઢડા પોલીસ સ્ટેશનમાં અકસ્માત અથવા જુગારની કાર્યવાહી અંગે સત્તાવાર ફરિયાદ નોંધાઈ છે કે નહીં તે અંગે સ્પષ્ટ માહિતી સામે આવી નથી.

'બ્લડ સેમ્પલ લેવામાં આવશે' : PI ચાવડા
ઘટના અંગે ગીર ગઢડા PI ચાવડાએ જણાવ્યું હતું કે પોલીસકર્મી સામે દારૂ પીધેલી હાલતમાં વાહન ચલાવવાનો આરોપ કરવામાં આવ્યો છે. સંબંધિત પોલીસકર્મીને કોડીનારમાં સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યો છે. PIએ કહ્યું કે પોલીસકર્મીનું બ્લડ સેમ્પલ લેવામાં આવશે અને તપાસમાં શરીરમાં આલ્કોહોલની હાજરી મળી આવશે તો નિયમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલ અકસ્માતનું ચોક્કસ કારણ અને પોલીસકર્મી સામે કરવામાં આવેલા દારૂના આક્ષેપો અંગેની હકીકત તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

Tags:
Crime GujaratGujarat NewsDrunk PolicePolice AccidentGir Gadhada
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026