મારું ગુજરાત

અમદાવાદમાં ગણેશ મહોત્સવ માટે કડક ગાઇડલાઇન, નિયમ તોડ્યા તો પંડાલ સીલ થશે

10 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
અમદાવાદમાં ગણેશ મહોત્સવ માટે કડક ગાઇડલાઇન, નિયમ તોડ્યા તો પંડાલ સીલ થશે

Ganesh pandal fire safety guidelines: અમદાવાદમાં આગામી ગણેશ મહોત્સવ દરમિયાન ગણેશ પંડાલોમાં મોટી સંખ્યામાં ઉમટતા શ્રદ્ધાળુઓની સુરક્ષા અને જાહેર સલામતીને ધ્યાનમાં રાખીને અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા ખાસ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. ફાયર અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓની સંયુક્ત બેઠક બાદ તૈયાર કરાયેલી ગાઇડલાઇનમાં પંડાલના બાંધકામ, લોકોની ક્ષમતા, ઇમરજન્સી એક્ઝિટ, ઇલેક્ટ્રિક વાયરિંગ અને ફાયર સેફ્ટી સહિતના મુદ્દે નિયમો નક્કી કરવામાં આવ્યા છે. તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે નિયમોનું પાલન નહીં કરનાર આયોજકો સામે પોલીસ અને ફાયર વિભાગ સંયુક્ત રીતે કાર્યવાહી કરી શકે છે અને જરૂર પડ્યે પંડાલ સીલ પણ કરવામાં આવશે.

રસ્તાઓ ખુલ્લા રાખવા ફરજિયાત રહેશે
ગાઇડલાઇન મુજબ ગણેશ મંડપનું નિર્માણ સ્કૂલ, હોસ્પિટલ, જ્વલનશીલ સામગ્રીના ગોડાઉન, ઇલેક્ટ્રિક સબ સ્ટેશન, ટ્રાન્સફોર્મર, હાઇ ટેન્શન લાઇન અને રેલવે લાઇનથી સુરક્ષિત અંતરે કરવાનું રહેશે. ફાયર બ્રિગેડના વાહનો સરળતાથી પહોંચી શકે તે માટે આસપાસના રસ્તાઓ ખુલ્લા રાખવા ફરજિયાત રહેશે. પંડાલમાં તેની ક્ષમતા પ્રમાણે જ શ્રદ્ધાળુઓને પ્રવેશ આપવામાં આવશે અને દરેક વ્યક્તિ માટે ઓછામાં ઓછી 1 ચોરસ મીટર જગ્યા રાખવી પડશે. દર 10 રો અને 10 બેઠકો બાદ ઓછામાં ઓછો 1.5 મીટર પહોળો પેસેજ રાખવાનો રહેશે. સાથે જ સામસામેની દિશામાં ઓછામાં ઓછા બે ઇમરજન્સી એક્ઝિટ, સ્પષ્ટ ‘એક્ઝિટ’ અને ‘નો સ્મોકિંગ ઝોન’ના બોર્ડ લગાવવા પડશે. ઇમરજન્સી સમયે બહાર નીકળવાનું ટ્રાવેલિંગ ડિસ્ટન્સ 15 મીટરથી વધુ ન હોવું જોઈએ.

રસોઈના સાધનો કે ફટાકડા રાખવા પર પ્રતિબંધ
પંડાલની અંદર વેપારી સ્ટોલ બનાવી શકાશે નહીં અને સ્ટેજની આસપાસ કે નીચે જ્વલનશીલ સામગ્રી, LPG સિલિન્ડર, રસોઈના સાધનો કે ફટાકડા રાખવા પર પ્રતિબંધ રહેશે. પબ્લિક એડ્રેસ સિસ્ટમ રાખવી ફરજિયાત રહેશે. ઇલેક્ટ્રિકલ કામ ગવર્મેન્ટ એપ્રુવ્ડ ઇલેક્ટ્રિકલ ઇજનેર પાસે ચકાસાવવાનું રહેશે અને PVC અથવા ટફ રબર વલ્કેનાઇઝ્ડ વાયરનો જ ઉપયોગ કરવાનો રહેશે. AC પંડાલમાં પરદા અને કાર્પેટ પર ફાયર રિટાર્ડન્ટ પેઇન્ટ કરાવવો જરૂરી રહેશે. આ ઉપરાંત ફાયર એક્સ્ટિંગ્વિશર ચલાવવાની તાલીમ ધરાવતા બે વ્યક્તિઓને 24 કલાક પંડાલમાં હાજર રાખવાના રહેશે. આયોજકોએ ₹300ના સ્ટેમ્પ પેપર પર નોટરાઇઝ્ડ સેલ્ફ ડિક્લેરેશન આપવાનું રહેશે અને પંડાલની બહાર આયોજક, ફાયર સ્ટાફ તથા ઇમરજન્સી નંબર દર્શાવવાના રહેશે.

અંતિમ મંજૂરી માટે કમિશનર/DyMC સમક્ષ રજૂ કરવામાં આવી
ફાયર ઓફિસર મિથુન મિસ્ત્રીના જણાવ્યા મુજબ, આ ગાઇડલાઇન પોલીસ વિભાગ સાથે સંકલન કરીને તૈયાર કરવામાં આવી છે અને અંતિમ મંજૂરી માટે કમિશનર/DyMC સમક્ષ રજૂ કરવામાં આવી છે. ગણેશ મહોત્સવ માટેની મુખ્ય મંજૂરી કે લાઇસન્સ પોલીસ વિભાગ પાસેથી લેવાનું રહેશે, જ્યારે 500 ચોરસ મીટરથી મોટા પંડાલ માટે ફાયર વિભાગનું NOC જરૂરી રહેશે. નાના પંડાલો માટે NOCની જરૂરિયાત રહેશે નહીં. ફાયર વિભાગની ટીમો સરપ્રાઇઝ વિઝિટ કરીને પંડાલોમાં સુરક્ષા વ્યવસ્થાનું ચેકિંગ કરશે. ધાર્મિક પ્રસંગને ધ્યાનમાં રાખીને શરૂઆતમાં નિયમભંગ જણાય તો સુધારા માટે સમજાવવામાં આવશે, પરંતુ નિયમોનું પાલન ન થાય તો પોલીસ વિભાગ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ માર્ગદર્શિકાનો હેતુ આગામી નવરાત્રી દરમિયાન મોટા AC ડોમ સહિતના આયોજનોમાં પણ સલામતીના ધોરણો જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવાનો છે.

Tags:
ગુજરાત વંદનGujarat Vandan#જાહેરસુરક્ષા#પંડાલનિયમો#AMCUpdate
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026