મારું ગુજરાત

પ્રાઈવેટ બાઈક ટેક્સી સામે રિક્ષા-ટેક્સી ચાલકોનો વિરોધ! RTO કચેરીએ હોબાળો, સરકારનો 1 મહિનાનો વાયદો

29 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
પ્રાઈવેટ બાઈક ટેક્સી સામે રિક્ષા-ટેક્સી ચાલકોનો વિરોધ! RTO કચેરીએ હોબાળો, સરકારનો 1 મહિનાનો વાયદો

Gandhinagar RTO Protest: ગાંધીનગર વાહનવ્યવહાર કચેરી ખાતે આજે રિક્ષા-ટેક્સી યુનિયનના પ્રમુખો અને સરકારી તંત્ર વચ્ચે પડતર પ્રશ્નોને લઈને મહત્વની બેઠક યોજાઈ હતી. જોકે, બેઠકમાં કોઈ સંતોષકારક ઉકેલ ન આવતાં આશરે 10 હજાર જેટલા રિક્ષા-ટેક્સીચાલકો કચેરી બહાર એકત્ર થયા હતા અને ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. સ્થિતિને પગલે તંત્ર દ્વારા ફરી બેઠક યોજી પ્રશ્નોના ઉકેલ માટે એક મહિનાનો સમય માંગવામાં આવ્યો છે.

અગાઉ પણ રિક્ષા-ટેક્સીચાલકોએ કરી હતી હડતાળ
અમદાવાદ અને ગાંધીનગરમાં રિક્ષા તથા ટેક્સીચાલકોએ ખાનગી પાસિંગમાં ચાલતી ટુ-વ્હીલર ટેક્સી તેમજ ઓછા ભાડા સહિતના પ્રશ્નોના ઉકેલની માંગ સાથે ગત 7થી 10 સપ્ટેમ્બર દરમિયાન હડતાળ કરી હતી. તે સમયે પણ સરકારી તંત્ર દ્વારા સમય માંગીને પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવાની ખાતરી આપવામાં આવી હતી. આ જ મુદ્દાઓના અનુસંધાને આજે ગાંધીનગરની વાહનવ્યવહાર કચેરી ખાતે રિક્ષા-ટેક્સી યુનિયન, RTO, ટ્રાન્સપોર્ટ કમિશનર અને ઓનલાઈન બુકિંગ એપ એગ્રિગેટરના પ્રતિનિધિઓ વચ્ચે બેઠક યોજાઈ હતી.

બેઠક બાદ રિક્ષા-ટેક્સીચાલકોનો હોબાળો
સવારે યોજાયેલી બેઠકમાં કોઈ સંતોષકારક રાહત ન મળતાં આશરે 10 હજાર રિક્ષા-ટેક્સીચાલકો એકત્ર થયા હતા. તેમણે ઉગ્ર સૂત્રોચ્ચાર કરી RTO કચેરીનો ઘેરાવ કર્યો હતો. વિરોધ વધતાં તંત્ર દ્વારા તાત્કાલિક ફરી બેઠક બોલાવવામાં આવી હતી.

બાઈક ટેક્સી સામે કાર્યવાહીની બાંહેધરી
યુનિયન પ્રમુખ ઈમરાન મન્સુરીના જણાવ્યા મુજબ, સવારે થયેલા હોબાળા બાદ સાંજે ફરી બેઠક યોજાઈ હતી. બેઠકમાં સફેદ નંબર પ્લેટ પર ચાલતી ટુ-વ્હીલર ટેક્સીઓ સામે આવતીકાલથી જ કડક કાર્યવાહી કરવાની બાંહેધરી આપવામાં આવી છે. આ ઉપરાંત ઓનલાઈન કેબ સર્વિસના ભાડા અને અમદાવાદમાં Ola, Uber તથા Rapidoનું લાયસન્સ રદ કરવાની માંગ અંગે નિર્ણય લેવા ટ્રાન્સપોર્ટ કમિશનરે એક મહિનાનો સમય માંગ્યો છે.

ઉકેલ નહીં આવે તો ફરી આંદોલનની ચીમકી
યુનિયન દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે નિર્ધારિત સમયગાળા બાદ પણ જો પડતર પ્રશ્નોનો સંતોષકારક ઉકેલ નહીં આવે તો વિવિધ રિક્ષા-ટેક્સી યુનિયનો દ્વારા ફરીથી આંદોલન શરૂ કરવામાં આવશે.

રિક્ષા-ટેક્સી યુનિયનની મુખ્ય માંગણીઓ
રિક્ષા-ટેક્સીચાલકોની મુખ્ય માંગ છે કે સફેદ નંબર પ્લેટવાળા વાહનોમાં ચાલતી ટુ-વ્હીલર ટેક્સી તાત્કાલિક બંધ કરાવવામાં આવે. સાથે જ ઓનલાઈન બુકિંગ એપ મારફતે સરકારના ધારાધોરણો મુજબ યોગ્ય ભાડું ચૂકવવામાં આવે તેવી માંગ છે. આ ઉપરાંત અમદાવાદમાં Ola, Uber અને Rapidoનું લાયસન્સ રદ કરવાની પણ યુનિયનની માંગ છે.

Tags:
Ride-hailingGovernment Promise#RickshawTaxi#OlaUberRapido#SaveAutoDrivers
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026